Breaking News

રમવા જવાનું કહીને ઘરેથી નીકળેલા 6 વર્ષના દીકરાની લાશ ત્રીજા દિવસે રિસોર્ટના સ્વીમીંગ પુલમાંથી મળતા માં-બાપ રડી રડીને બેહાલ થયા, કરુણ બનાવ..!

એક મા-બાપને તેમનો લાડકો દીકરો ખોવાનો વારો આવ્યો છે. પોતાનો લાડકો દીકરો મૃત હાલતમાં જોઈ શકવાની તાકાત કોઈ પણ મા બાપમાં હોતી નથી. રાજસ્થાનના જોધપુરમાં ઢાણી વિસ્તાર પાસે માંગીલાલ ભીલ નામના એક વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં છ વર્ષના દીકરો સ્વરૂપ તેમજ સ્વરૂપની માતાનો પણ સમાવેશ થાય છે..

સ્વરૂપ ધોરણ ત્રણની અંદર અભ્યાસ કરે છે. જ્યારે તેના મોટાભાઈ અને તેના બા-બાપુજી મજૂરી કામ કરીને જીવન ગુજારે છે. સ્વરૂપ એક દિવસ શાળાએથી ઘરે આવ્યો અને ત્યારબાદ ભણતરનો થયેલો ઘરે મૂકીને તેની માતાને કહ્યું હતું કે, તે રમવા માટે બહાર જાય છે. પરંતુ તે સાંજ સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોને ખૂબ જ ચિંતા થવા લાગી હતી..

એટલા માટે તેઓ સ્વરૂપને શોધવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ આસપાસના વિસ્તારોમાંથી ક્યાંયથી સ્વરૂપનો અતો પતો ન મળતા તેઓ ખૂબ જ ચિંતિત થયા હતા અને મોડી રાત્રે તેઓ નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી અને સ્વરૂપને શોધવા માટે પોલીસને અપીલ કરી હતી. આ ઉપરાંત તેઓએ સ્વરૂપની ગુમ થઈ જવાની ફરિયાદ પણ નોંધાવી દીધી હતી..

પોલીસે રાત્રિના સમયે તે સ્વરૂપની શોધખોળ શરૂ કરી દીધી હતી. આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ કરવામાં આવી પરંતુ ક્યાંથી અતો પતો ન મળતા પરિવારજનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બીજા દિવસે સવારે પણ આ શોધખોળને શરુ રાખવામાં આવી પરંતુ રાત સુધી કોઈ પણ ભાળ મળી નહીં.

રાત્રિના આઠ વાગ્યે આસપાસ ધાણી વિસ્તારની પાછળના ભાગે આવેલા એક રિસોર્ટમાંથી મેનેજર નો ફોન આવ્યો કે, અહીં એક નાનકડા બાળકની લાશ સ્વિમિંગ પૂલ ની અંદર દેખાઈ આવી છે. આ સમાચાર સાંભળતાની સાથે જ પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને લાશને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી..

આ ઉપરાંત તેઓએ માંગીલાલ ભીલ નામના વ્યક્તિને પણ ફોન કરીને અહીં બોલાવી લીધા હતા. તેમને જણાવવામાં આવ્યું કે શું આ દીકરો તમારો જ છે કે પછી અન્ય કોઈ વ્યક્તિની લાશ છે, તેની ઓળખ કરવામાં આવી ત્યારે માંગીલાલ નામના વ્યક્તિએ ઓળખ કરી લીધી હતી કે હા આ લાશ તેમના જ છ વર્ષનો દીકરા સ્વરૂપની છે..

પોતાના દીકરાને આ રિસોર્ટ ની અંદર આવેલા સ્વિમિંગ પૂલમાં મૃત હાલતમાં જ હોય તેવું હચમાંથી ઊઠ્યા હતા. સ્વરૂપની માતા માટે તો આ દુઃખને સહન કરવું મુશ્કેલી જ નહીં પરંતુ નામ મૂમકીન સમાન બની ગયું હતું. તેઓ ત્યાં નીચે ઢળી પડ્યા હતા. તેવો વિચારવા લાગ્યા કે આખરે સ્વરૂપનું મૃત્યુ કેવી રીતે થયું હશે…

શું તેને કોઈ વ્યક્તિએ ધક્કો મારી દીધો હશે..? અથવા તો સ્વરૂપ અજાણતા આ સ્વિમિંગ પૂલ ની અંદર પડી ગયો હશે..? આ બાબતની જાણકારી મેળવવા માટે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ રિસોર્ટ માંગીલાલના ઘરથી લગભગ અડધો કિલોમીટર દૂર આવેલું છે. આ રિસોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી રીનોવેશનની કામગીરી ચાલતી હતી..

એટલા માટે અહીં લોકોની અવરજવર ખૂબ જ ઓછી હતી. પરંતુ રિસોર્ટના મેનેજર જ્યારે આ રિસોર્ટનો ચક્કર લગાવી રહ્યા હતા. ત્યારે તેમની નજર સ્વિમિંગ પુલ ઉપર પડી હતી. જેમાં એક નાનકડો દીકરો ડુબેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેઓએ તરત જ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી.

પરિવાર છેલ્લા બે દિવસથી ભૂખ્યો અને તરસ્યો સ્વરૂપની શોધખોળ કરતો હતો. પરંતુ તેમનો દીકરો અંતે મળી તો આવ્યો પણ તે મૃત હાલતમાં મળી આવતા પરિવારજનોને માથે ખૂબ મોટું આફત આવી પડ્યું હતું. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો છે, તો સ્વરુપના નામના આ દીકરાના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *