Breaking News

રમતા રમતા 3 વર્ષની દીકરી બોરવેલમાં પડી જતા માં-બાપના જીવ અધ્ધર થયા, 35 ફૂટ ઊંડું રેસ્ક્યુ જોઈને તમે પણ આંખો ફાડી જશો..!

નાના બાળકોનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે. જો તેમના ઉપરથી સહેજ વખત પણ મા બાપનું ધ્યાન ન હોય તો અમુક વખત એવી ઘટના બની જતી હોય છે, જેના કારણે માતા-પિતાને આખી જિંદગી પર પછતાવાનો વારો આવે છે. અત્યારે માતા પિતાની નજર ચૂકી જતા એક ત્રણ વર્ષની દીકરી રેતીના ઢગલા પાસે રમતી વખતે અચાનક જ એક બોરવેલની અંદર ખાબકી ગઈ હતી..

અને 35 ફૂટની ઊંડાઈમાં અટકી જવાને કારણે માતા-પિતાના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટના મધ્યપ્રદેશના છતરપુરની છે. અહીં લટોરિયા પરિવારના ખેતરમાં રવિ વિશ્વકર્મા નામનો વ્યક્તિ તેની પત્ની રોહિણી તેમજ અન્ય મજૂરીની સાથે વટાણા વીણવાનું કામકાજ કરી રહ્યો હતો અને ત્યાં નજીકના રેતીના ઢગલા પાસે તેની નાનકડી દીકરી નેન્સી રમી રહી હતી..

રમતા રમતા તેની દીકરી ત્યાં નજીકમાં રહેલા બોરવેલ પાસે પહોંચી ગઈ અને અચાનક જ તેનો પગ બોરવેલ ની અંદર પડી જતા તે અંદર ફસાઈ ચૂકી હતી. જ્યારે તે બોરવેલ ની અંદર નીચે પડી રહી હતી, ત્યારે તેના મોઢામાંથી ચીખ નીકળી ગઈ હતી અને એ ચીખ સાંભળીને નેન્સીના પિતા રવિ વિશ્વકર્મા અને તેની માતા રોહિણી બંને દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા હતા..

તેઓએ જોયું તો તેમની દીકરી આ બોરવેલની અંદર ફસાઈ ગઈ હતી અને વારંવાર મમ્મી…મમ્મીની.. બૂમો પાડી રહી હતી. તરત જ ઘણા બધા મજૂરો પણ ત્યાં હાજર થઈ ગયા અને તેઓએ રેસ્ક્યુની ટીમને જાણકારી આપી કે, તેમની દીકરી બોરવેલની અંદર ફસાઈ ગઈ છે. તાત્કાલિક ધોરણે રેસ્ક્યુની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી..

અને પાંચ JCB મશીનની મદદ લઈ બોરવેલની આસપાસના વિસ્તારોમાં ખાડા પણ ખોદી નાખવામાં આવ્યા હતા. તો બીજી બાજુ બોરવેલની અંદર દોરડું ફેંકીને આ બાળકીને દોરડું પકડવા માટે સૌ કોઈ લોકો જણાવી રહ્યા હતા. રેસક્યુની ટીમે જીવ અધ્ધરતાલે રાખીને આ દીકરીનું રેસ્ક્યુ કર્યું હતું..

ત્રણ વર્ષની આ માસુમ દિકરી નેન્સી બોરવેલની અંદર અંદાજે 35 ફૂટની ઊંડાઈમાં અટકી ગઈ હતી. તેને બહાર કાઢ્યા બાદ છતરપુરના બીજાપર વિસ્તાર પાસે લલકુવા ગામની અંદર ચારેકોરેટરીનો માહોલ ફેલાઈ ગયો હતો. તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડી હતી…

આ ઘટના આટલી બધી હદમચાવી દેતી હતી કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ પણ બોરવેલમાં ફસાયેલી દીકરી નેનસીની માતા સાથે ફોન ઉપર વાતચીત કરીને તેમને જણાવ્યું હતું કે, આ રેસ્ક્યુની કામગીરીથી તેઓ ખૂબ જ ખુશ છે. અને તમારી દીકરી બિલકુલ સ્વસ્થ હાલતમાં બોરવેલ માંથી બહાર નીકળી ચૂકી છે. જેનો તેવો આભાર વ્યક્ત કરી રહ્યા છે..

આ બાળકીના માતા પિતા અને ગામના અન્ય લોકોની આ કામગીરી વખતે ત્યાં ઘટના સ્થળે હાજર હતા. ત્રણ વર્ષની દીકરીની માતાની હાલત તો રોઈ રોઈને ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી. સૌ કોઈ લોકો તેમને આશ્વાસન પાઠવતા હતા કે, તેમની દીકરી ખૂબ જ સ્વસ્થ રીતે આ બોરવલમાંથી બહાર નીકળી જશે તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *