Breaking News

રમત-રમતમાં બાળકે કર્યું એવું કે અચાનક જ ઉલટી કરીને બેહોશ થઈ ગયો, હોસ્પિટલ જતા જ મોત થતા પરિવારના ડોળા ફાટી નીકળ્યા..!

આજકાલ નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેઓ સહેજ પણ માતા-પિતાથી દૂર જાય કે ન કરવાની હરકતો કરી બેસે છે. જેના કારણે માતા-પિતાને આખી જિંદગી પછતાવાનો વારો આવતો હોય છે. અત્યારે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાંથી એક આ પ્રકારનો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે..

આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે. આ ઘટના જિલ્લાના પરબડી ગામમાંથી સામે આવી છે. જ્યાં લખો નામનો એક વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. લખો તેના બાળકો સાથે બરેલા ગામ જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં તેના બાળકો એકબીજા સાથે મજાક મશ્કરી કરતા હતા. એવામાં તેના ત્રણ વર્ષના દીકરાએ રમતા રમતા પાંચ રૂપિયાનો એક સિક્કો પોતાના મોઢામાં નાખી દીધો હતો…

લખાને આ બાબતની જાણ હતી નહીં કે, તેના દીકરાએ સિક્કો ગળી ગયો છે. પરંતુ તેઓ રસ્તામાં થોડાક આગળ ચાલ્યા કે તરત જ તેના દીકરાને ઉલટી થવા લાગી હતી. ધીમે ધીમે તો તે બેહોશ પણ થઈ ગયો હતો. કારણ કે તેના ગળામાં સિક્કો ફસાઈ ગયો હતો. લખો બીચારો મૂંઝવણમાં મુકાઈ ગયો અને વિચારતો રહ્યો કે, આખરે તેના બાળકને એવું તો શું થયું હશે કે, માત્ર 10 થી 15 મિનિટની અંદર જ તેની હાલત ખરાબ થવા લાગી હતી..

તેણે તાત્કાલિક તેમના પરિવારને લઈને સ્થાનિક હોસ્પિટલે સારવાર માટે પહોંચી ગયો હતો. જ્યાં ડોક્ટરઓએ આ બાળકની સારવાર શરૂ કરી હતી. જુદા જુદા રિપોર્ટ કરીએ ત્યારબાદ જણાવ્યું કે, આ દીકરાએ મોઢામાં 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો છે. અને આ સિક્કો અન્નનળી અને શ્વાસનળીની જગ્યા ઉપર ફસાઈ જવાને કારણે તેને નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું..

જો આ સિક્કાને તેમાંથી બહાર નીકળવામાં આવે તો તેની નળી તૂટી જવાની બીક રહેલી હતી. એટલા માટે મેડિકલ કોલેજના હેડ ડોક્ટર કવિતા સચદેવે જણાવ્યું કે, આ બાળકને બચાવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ તેના માતા-પિતાને ગભરાવાની કોઈ જરૂર નથી. જો માતા-પિતા ગભરાઈ જશે તો તેમનો બાળક પણ ગભરાઈ જશે અને સર્જરી કરવામાં ખૂબ જ મુશ્કેલી પડશે..

એટલા માટે તેઓએ માતા-પિતાને આ બાળકથી દૂર કર્યો હતો અને બાળકને ઓપરેશન રૂમમાં લઈ જઈ તેની કામગીરી શરૂ કરી હતી. પરંતુ જ્યારે ઓપરેશન શરૂ કરવામાં આવતો હતું. એ પહેલા જ ત્રણ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો હતો. બાળકે રમત રમતમાં આ સિક્કાને મોઢામાં નાખ્યો હતો. અને જોત જોતામાં આખરે તેનું મૃત્યુ થયું છે..

આ નાના બાળકો મજાક મશ્કરીમાં શું કરી બેસે તેનું નક્કી હોતું નથી. હકીકતમાં જ્યાં સુધી બાળક પાંચ કે સાત વર્ષનું ન થાય ત્યાં સુધી મા બાપમાંથી કોઈ એક વ્યક્તિ હંમેશા તેના પર સતત નજર રાખવી પડતી હોય છે. અને તેની દરેક હરકતોને રોકટોક પણ કરવી પડે છે. આજકાલના સમયમાં બાળકોને સાચવવા એ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે..

આવી ઘણી બધી ઘટનાઓ જુદા જુદા વિસ્તારમાંથી સામે આવે છે. થોડાક દિવસ પહેલા વલસાડના એક વિસ્તારમાંથી બાળકી રમકડાનો સેલ ગળી ગયા હોવાની માહિતી સામે આવી હતી. જ્યાં બાળકીને તાત્કાલિક ધોરણે સારવાર માટે લઈ જવામાં આવી હતી. પરંતુ તેને પણ બચાવી શકાય હતી નહીં…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *