Breaking News

રાજ્યમાં ચારેકોર જામ્યો વરસાદી માહોલ: જાણો હવામાન વિભાગે કરેલી આ સચોટ આગાહી..

સમગ્ર ગુજરાત રાજ્યમાં બરોબર ચોમાસુ બેસી ગયા બાદ અનેક પંથકો અને સ્થાનો માં 80 થી 90 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે અગાવ વરસાદ ની શરૂવાત માં જે દુકાળ અને ડેમ ખાલી રેવા નો ભય તોળાતો હતો ર સંપૂર્ણ રીતે નાબૂદ થવા પામ્યો છે કારણે સમગ્ર રાજ્યમાં ચારેકોર વરસાદે માજા મૂકી છે અનેક ડેમ તળાવો ભરી દીધા છે,

પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી  પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. 27 અને28 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ પૂરા ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.

વલસાડ, નવસારી, ડાંગ તાપી  અને સુરતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ છે. વરસાદના કારણે રાજ્યમાં 2 સ્ટેટ હાઈવે સહિત 103 રસ્તાઓ બંધ થયા છે. આ વર્ષે વરસાદ ખેંચાવાથી ઓગસ્ટ માસમાં વરસાદ બરોબર થયો નહોતો. પરંતુ હવે સારો વરસાદ થતા ખેડૂત ભાઈઓ માટે રવિ પાક માટેનો ભેજ સંગ્રહ થઈ શકે,

પરંતુ કઠોળકપાસમગફળી અને તલ વગેરે પાકોને નુકસાન થવાની ધાસ્તી રહે. ભાદરવો ભરપુર હોવાથી કેટલાક નાના જળાશયો ભરાઈ જવાની શક્યતા રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  

તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર,

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. રાજ્યના 56 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. હાલ રાજ્યના 83 ડેમ હાઈ એલર્ટ પર છે. તો 12 ડેમ એલર્ટ પર છે.

તાપીઉકાઈ તેમજ નર્મદાના જળસ્તરમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાંબંધોમાં પાણીની આવક થવાની શક્યતા રહેશે. હસ્ત નક્ષત્રમાં ગડગડાટ વધુ હોય છે. અને હાથીયો વરસે તો ઘઉંનો પાક સારો થાય તેમ ગણાય છે. કહેવાય છે કે જો વરસે હાથીયો તો મોતીએ પુરાય સાથીયો. હાથીયો ગાજે તો તીડ ભાગી જાય. તા.૧૩ સપ્ટેમ્બરથી તડકાંની શરૃઆત થતી હોય છે.

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો છે. શહેરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે.

મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સરહદી વિસ્તાર ખાવડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે. નદી બે કાંઠે વહેતા અમુક રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

ખાવડાથી ભુજના રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો નગરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. આ વર્ષે વરસાદ ખેંચાવાથી ઓગસ્ટ માસમાં વરસાદ બરોબર થયો નહોતો. પરંતુ હવે સારો વરસાદ થતા ખેડૂત ભાઈઓ માટે રવિ પાક માટેનો ભેજ સંગ્રહ થઈ શકે ભાદરવો ભરપુર હોવાથી કેટલાક નાના જળાશયો ભરાઈ જવાની શક્યતા રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *