Breaking News

રાજ્યમાં આગામી 72 કલાક અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 76.44 ટકા વરસાદ પડ્યો છે ત્યારે રાજયમાં આગામી ચાર દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં બુધવારે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના છે.

સાથે જ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ભાવનગર, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં અનેક સ્થાનોમાં મેઘમહેર જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ.

હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરૂવારના મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા છે. પણ 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે ભારે વરસાદ. પસાર થયેલા 24 કલાકમાં વરસાદી પાણી ની વધ-ઘટ જોવામાં આવે તો આજવા સરોવરનુ લેવલ 207.85 ફૂટથી વધીને 208.45 ફૂટ થયુ હતુ.

એક અંદાજ મુજબ, 360 કરોડ લિટર પાણીની આજવામાં આવક થઈ હતી. આજવામાંથી દક્ષિણ અને પૂર્વ વિસ્તારને રોજનુ 150 એમએલડી એટલે કે 15 કરોડ લિટર પાણી વિતરણ કરાય છે. સૂત્રોએ કહ્યુ હતુ કે, શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને સતત 26 દિવસ સુધી વિતરણ કરી શકાય એટલા પાણીની આવક થઈ છે.

ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 76.44 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસ્યો છે વરસાદ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 88.35 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. ઉપરવાસમાં હજૂ પણ વરસાદ છૂટો છવાયો વરસી રહ્યો છે ત્યારે આજવામાં હજૂ સપાટી વધે તેવી શક્યતા છે. આજવાના ઉપરવાસમાં મોસમનો કુલ વરસાદ 575 મિમી નોંધાયેલો છે.

જ્યારે પ્રતાપપુરામાં 708 મિમી વરસાદ નોંધાયેલો છે. જોકે, પ્રતાપપુરા સરોવરનુ લેવલ હાલ ઝીરો છે. આગામી 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા,

રાજ્યમાં તાત્કાલિક પગલાં ભરી શકીયે અને એક સાથે વધુ વરસાદ પડે તો કોઈ જાનહાની કે અણબનાવ કે તેના બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો ને સતત એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના આ૫વામાં આવી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જોતા તમામ ને હાલ એલર્ટ રાખવામાં આવ્યા છે.

સતત મેઘમહેર થતાં રાજ્યમાં વરસાદની ઘટમાં થઈ રહ્યો છે ઘટાડો. હાલ ફક્ત 17 ટકા જ વરસાદની ઘટ છે. રાજ્યના 53 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. જેમાના 49 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. હાલ રાજ્યના 79 ડેમ હાઈ એલર્ટ પર છે તો 12 ડેમ એલર્ટ પર છે. નવસારી શહેરમાં મંગળવાર રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો છે. શહેરમાં આવેલા મંકોળીયા, સ્ટેશન રોડ, ફુવારા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને વાહન ચાલકો પણ પરેશાન થયા છે. હવામાન વિભાગની ભારેથી અતિભઆરે વરસાદની આગાહીને જોતા,

NDRFની કુલ 20 ટીમમાંથી 18 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જેમાંથી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જૂનાગઢ, 2-જામનગર, 1-પાટણ, 1-મોરબી,1- દેવભૂમિ દ્વારકા,1-પોરબંદર,1- ખેડા,1-પંચમહાલ,1- ગાંઘીનગર – ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલના કારણે નદી, ચેકડેમમાં પાણીની આવક થઈ રહી છે. લાઠીની ગાગડીયા નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગાગડીયા નદીના પાણી પુલ પર ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લાઠી અને ઉપરવાસમાં બાબરા પંથકમાં પડેલા સારા વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ છે.

જાણો કઈ તારીખે ક્યા પડશે વરસાદ 22/09/2021: પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના 23-24/09/2021: રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ મહિસાગર ,દાહોદ,ભરૂચ,નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના તા.25,26/09/2021: આણંદ,વડોદરા,ભરૂચ,નર્મદા,તાપી,છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ,ડાંગ મા ભારે વરસાદની સંભાવના

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *