Breaking News

રાજ્યમાં આ તારીખથી ફરીવાર ભયંકર હીટવેવની આગાહી, ઘરની બહાર નીકળવું બની જશે મુશ્કેલ..!

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. સમુદ્રમાંથી આવતા ગરમ પવનોને કારણે ઉનાળાનો તડકો દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. થોડા દિવસ પહેલાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદી માવઠાઓ વરસ્યા હતા. એ માવઠાઓ ગયા બાદ તડકાએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ચાર દિવસમાં ગરમી એટલી બધી વધી જશે કે જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જશે. તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે..

એટલે કે હીટવેવ દરમિયાન ગરમ તેમજ અતિશય સૂકા પવન ફૂંકાવા લાગે છે. જેના કારણે તાપમાનમાં અચાનક જ પાંચ ડિગ્રીનો વધારો થશે. આવતીકાલે કચ્છ તેમજ જામનગર અને રાજકોટ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. તો 27 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, પાટણ, પાલનપુર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ અને ગીર સોમનાથમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે..

તેમજ 28 તારીખે પણ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા તેમજ અમદાવાદમાં અતિશય ગરમીના કારણે હીટ વેવની આગાહી આપવામાં આવી છે. તો 28 તારીખ ના રોજ ભાવનગર, ગીર સોમનાથ ,અમરેલી, દીવ, મહેસાણા, બનાસકાંઠા, જુનાગઢમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમી તાંડવ વરસાવવા લાગી છે. હવામાન ધીમે ધીમે ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. તો બીજી બાજુ તાપમાન વધવાથી જો કોઈ લોકોને ભારે ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માં તેમજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.

એટલે કે યલો એલર્ટના દિવસો દરમ્યાન તાપમાનનો પારો ૪૨ થી ૪૫ ડિગ્રી આસપાસ જતો રહેશે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડશે. આ સાથે સાથે હવામાન વિભાગે હીટવેવ અને યલો એલર્ટની આગાહી આપતા જણાવ્યું છે કે, બપોરના ૧ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીના સમયમાં અતિશય જરૂરી કામ ન હોય તો ઘરની બહાર ના નીકળવું જોઈએ..

આ સાથે સાથે જ ઇમરજન્સી કામ માટે બહાર જવાનો વારો આવે તો સુતરાઉ કપડા પહેરવા જોઈએ. અને અતિશય માત્રામાં પાણી પીવું જોઈએ જેથી કરીને ડિહાઇડ્રેશન ન થાય. આ ઉપરાંત ગુજરાતના હવામાન નિષ્ણાતો એ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં દિવસેને દિવસે તાપમાનનો પારો વધતો જશે. આ વર્ષે ગુજરાતમાં આટલી બધી ગરમી પડવા જઈ રહી છે કે જે પાછળ ના તમામ વર્ષનો રેકોર્ડ તોડી નાખશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *