Breaking News

હવામાન ખાતા ની મોટી આગાહી આગામી પાંચ દિવસ છે ખુબ ભારે ! માવઠા ના એંધાણ

છેલ્લા કેટલાય સમય થી વાતાવરણ માં કોર પણ પ્રકારની નિયમિતતા જળવાતી નથી ગમે ત્યારે વરસાદ નું પડવું ગુજરાત પર ત્રાટકતા અનેક વાવાઝોડાઓ સાથે સાથે ઋતુઓમાં પણ અનિશ્ચિતાઓ અનુભવી રહ્યા છીએ આની પેહલા પણ ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે પણ માવઠા રૂપે વરસાદ પડી ચુક્યો છે તેવામાં ફરી એક વાર હવામાન વિભાગ સક્રિય બન્યું છે,

માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ખેડૂતો માટે ફરી પાછા માઠા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી પાછુ માવઠુ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે માવઠાની અસર વર્તાઇ શકે છે. 6થી 8 જાન્યુઆરી સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.હાલ વાતાવરણ માં ઠંડી નું પ્રમાણ ઘણું હતું તેવામાં હવામાન વિભાગ દ્વારા વાતારણ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ 6થી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડી શકે, આજથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે

ગુજરાતના હવામાન વિભાગે 5 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી હતી. જેના પગલે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અનેક ઠેકાણે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં આજથી માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાંચી વાયા થઇ ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી એટલે કે, 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આગાહી પ્રમાણે, આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છના વિસ્તારમાં ગત મોડી રાતથી વાતાવરણમાં પલ્ટો આવતા કમોસવી વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના વાવ તાલુકાના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી ઝરમર વરસાદ વરસતાં જીનજીવન પર અસર પડી છે. કમોસમી વરસાદને પગલે ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી કચ્છ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના હારીજ, સમી, રાધનપુર, સાંતલપુરમાં વાદળછાયા વાતાવરણથી કપાસ અને જીરા સહિતના પાકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

પાટણ જિલ્લામાં 1 લાખ 90 હજાર હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જો કે વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આ વર્ષ ખેડૂતોને માથે જાણે દશા બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. શિયાળું પાક માટે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ  બની શકે છે. તેના પાછળનું કારણ કમોસમી વરસાદ છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *