Breaking News

રેલ્વે ટ્રેક પર ઈયરફોનમાં ગીતો સાંભળતા સાંભળતા યુવક મામા લગ્ન કરી પરત આવતો હતો, ટ્રેને હોર્ન માર્યો પરતું ન સાંભળતા ઉડાવી દીધા શરીરના ચિથડા, વાંચો..!

ભારતમાં લોકો સૌથી વધુ મુસાફરી રેલ્વેમાં કરે છે. રેલ્વે ભારતના દરેક ખૂણા સુધી પહોચે છે. પરતું સૌથી વધુ અકસ્માત પણ રેલ્વે ટ્રેક પરથી જ સામે આવે છે. કોઈક વાર લોકો આપઘાત કરવા માટે પણ રેલ્વે ટ્રેક પર ચાલ્યા જતા હોઈ છે. તો કોઈક લોકોનું ધ્યાન બીજે હોઈ અને રેલ્વે ટ્રેક પરથી વાહન ચલાવતી વખતે તેમના વાહનએ ટ્રેન ઉડાવી દેતી હોઈ છે..

ઘણા બધા રેલ અકસ્માતમાં લોકોના મોત થાય છે, પરતું હાલ એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલો બીહાર રાજ્યના છપરા જીલ્લામાં બન્યો છે. જ્યાં એક ખુબ મોટી રેલ દુર્ધટના સર્જાઈ ચુકી છે. આ અકસ્માતનો ભોગ બનનાર છોકરાનું નામ રાહુલ કુમાર છે. તેની ઉંમર માત્ર 15 વર્ષની છે.

રાહુલ કુમાર સોનૌલી ગામમાં રહે છે. તે શહેરની જનતા હાઈસ્કૂલ ગોઢનામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેના મામા રવિન્દ્ર સિંહના લગ્ન હોવાથી તે મઢૌરાનો ટેરા ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પોતાના ગામ આવવા માટે તેણે ટ્રેન પકડવા રેલવે ટ્રેકના રસ્તે ટેરા રેલવે સ્ટેશન તરફ જવાનું નક્કી કર્યું હતું.

કાનમાં ઈયરફોન નાખીને ગીતો સાંભળતા સાંભળતા તે રેલ્વે ટ્રેક પર ચાલી રહ્યો હતો. સ્ટેશન હવે થોડુક જ દુર હતું ત્યાં પહોચે એટલે એ ટ્રેન પકડવાનો હતો પરતું એ પહેલા જ રેલ્વે અકસ્માતમાં તેનું મોત થયું છે. અચાનક જ રેલ્વે ટ્રેક પર ટ્રેન આવી પહોચી હતી. ટ્રેને ઘણા હોર્ન પણ માર્યા પરતું યુવકના કાનમાં ઈયરફોન હોવાથી એ આ અવાજને સાંભળી શક્યો નહી અને અંતે ટ્રેને તેને ઉડાવી દીધો હતો..

હકીકતમાં રાહુલ કુમાર નામના આ યુવકને ખુબ જ કરુણ મોત મળ્યું હતું. બીજે દિવસે સવારના સમયે જ્યારે રેલવેના કર્મચારીઓએ ટ્રેક પર પડેલો મૃતદેહ જોયો એટલે તરત જ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ આ છોકરાના કાનમાં ઈયરફોન લાગેલા હતા.

રાહુલ કુમારના મૃતદેહને તેના ગામડે લાવવામાં આવ્યો હતો. તેના પરિવારના બધા સભ્યોની ખુબ જ રડી રહ્યા હતા અને બધાની હાલત ખરાબ હતી. થોડી જ વારમાં મૃતદેહના અગ્નિસંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. છોકરો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્નમાં સામેલ થયા બાદ ઘરે પરત ફરતી વખતે તે ટ્રેનની અડફેટે આવી ગયો હતો.

ગોરખપુર પાટલીપુત્ર એક્સપ્રેસ ટ્રેને આ યુવકને કચડી નાખ્યો હતો. ખુબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવક બે ભાઈઓ છે. જેમાં રાહુલ મોટો હતો અને તેના પિતા ટ્રક ડ્રાઈવરનું કામ કાજ કરીને તમામ લોકોનું ગુજરાન ચલાવે છે. પરિવારના મોટા દીકરાનું મોત થતા પરિવાર પર મોટી મુશ્કેલીઓ આવી પડી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *