Breaking News

રેલ્વે સ્ટેશન પર ચોરી થયેલો દીકરો 5માં દિવસે મળ્યો, ખિસ્સામાંથી નીકળેલો પત્ર વાંચીને પોલીસ પણ મોટી મુંજવણમાં મુકાઈ ગઈ..!

નાના બાળકો સાથે બનતા ચોકાવનારા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. માતા-પિતાનું જરાપણ બાળક પરથી ધ્યાન દૂર થાય કે બાળક સાથે ગંભીર કિસ્સાઓ બની રહ્યા છે. બાળકો પોતાની અણસમજને કારણે બીજા લોકોની લાલચમાં આવી જાય છે, આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

આ કિસ્સો ઇન્દોરમાં આવેલા ઉજ્જૈન રેલવે સ્ટેશન પર બન્યો હતો. બાળક પોતાના પરિવાર સાથે શંકરપુરા માર્ગ પાસે રહે છે. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો જ રહે છે. માતાની ઉંમર 20 વર્ષની છે અને બાળકની ઉંમર 2 વર્ષની છે. બાળકનું નામ વંશ બૈરાગી છે, પરંતુ માતા-પિતા નાની-નાની વાતમાં ઘણા સમયથી ઝઘડાઓ કરતા હતા.

જેના કારણે માતા તેમના બાળકને લઈને ઉજ્જૈન રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. એક દિવસ પતિ-પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. જેના કારણે માતા પોતાના બાળકને લઈને ઉજ્જૈન રેલવે સ્ટેશન પર ગઈ હતી અને ત્યાંથી તે પોતાના પિયર જઈ રહી હતી. તે સમયે બાળક ખૂબ જ રડી રહ્યું હતું. જેના કારણે તે બાળકને દૂધની બોટલમાંથી દૂધ પીવડાવી રહી હતી.

ત્યારબાદ બાળકોને તેણે એક જગ્યા પર બેસાડીને માતા બોટલને સાફ કરવા માટે ગઈ હતી. તે સમયે બોટલ લઈને તે પોતાની બાળકને બેસાડ્યાની જગ્યાએ પરત આવી ત્યારે જોયું તો બાળક ત્યાં ન હતું. જેના કારણે માતા ખુબ જ આઘાતમાં આવી ગઈ અને તે ગભરાઈ ગઈ હતી. બધી તરફ બાળકને શોધવા માટે દોડી રહી હતી.

ત્યારબાદ રેલ્વે સ્ટેશનના ઓફિસરોને તેમણે પોતાના બાળકના ગુમ થયાની વાત જણાવી હતી. રેલવે સ્ટેશન પર તરત જ બાળકને જે જગ્યા પર ગુમ થયો હતો તે જગ્યા પરના સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા. તે સમયે એક યુવક દેખાઈ રહ્યો હતો જે બાળકને લઈને વીઆઈપી ગેટ તરફ જતો જોવા મળ્યો હતો.

ત્યારબાદ વંશને ખૂબ જ શોધવામાં આવ્યો હતો. વંશની કોઈ જગ્યાએથી જાણ થઈ રહી ન હતી. પાંચ દિવસ થઈ જતા બાળક મળ્યું ન હોવાને કારણે તેની માતાની હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ એક દિવસ જાંબુવાના મેઘનગરના બજરંગગઢ રેલવે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનમાંથી એક બાળક મળી આવ્યું હતું.

રેલવેના કર્મચારીઓએ તરત જ ઉજ્જૈન રેલ્વે સ્ટેશન પર આ ઘટનાની જાણ કરી હતી. બાળકને સુરક્ષા સમિતિએ પોતાની પાસે રાખ્યું હતું. ત્યારબાદ બાળકને લઈ જનાર વ્યક્તિને શોધવામાં આવ્યો હતો. બાળકની પાસેથી એક નોટ પણ મળી આવી હતી. બાળક જે જગ્યાએથી મળી આવ્યો હતો ત્યાં બાળક પાસે અપહરણ કરનાર યુવકે એક નોટ મૂકી હતી.

આ નોટમાં લખ્યું હતું કે, ‘બાળકની માતાએ મારી સાથે છેતરપિંડી કરી છે, બાળકની માતાએ મને વચન આપ્યું હતું, કે જો તમે બાળકને લઈ જશો તો, હું પાછળથી આવી જઈશ પરંતુ બાળકની માતા આગળના સ્ટેશન પર ન આવી, એટલે હું બાળકને અહીં છોડી રહ્યો છું’ આ વાંચવાની સાથે જ રેલવે સ્ટેશનના ઓફિસરો પણ ચોકી ગયા હતા.

અને બાળકને બાળ સુરક્ષા સમિતિના લોકો લઈ ગયા હતા. ત્યારબાદ બાળકને લઈ જનાર યુવકની હજુ પણ તપાસ ચાલી રહી છે. પાંચ દિવસ પછી બાળકને પોતાની માતાની સોપવામાં આવ્યો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે પોતાના સ્વાર્થ માટે બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *