આપણે જાણીયે છીએ તે પ્રમાણેએક પરિવારમાં રહેતા બે ભાઈઓના સંબંધો હંમેશા સારા જ હોય છે. બે સગ્ગા ભાઈઓ વચ્ચેના સબંધોની તો વાતો આપણા જૂના પુરાણા ઇતિહાસમાં પણ ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બે સગા ભાઈઓ વચ્ચેના સંબંધમાં એક પ્રેમભરી મીઠાશ હંમેશને માટે રહેલી હોય છે.
સુરત શહેરના માંગરોળ તાલુકા ની આસપાસ મહુવેજ ગામમાં રહેતા હતા. બંને ભાઈઓ પાણી ભરવા માટે કેનાલ પર ગયા હતા. ત્યારે મોટો ભાઈ કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યો હતો અને નાનો ભાઈ કેનાલની બાજુમાં બેઠો હતો. આ સમય દરમિયાન તેનો પગ પાણીને લીધે લપસી ગયો હતો ત્યારે બાદ તે પાણીમાં પગ લપસી જતાં તે તણાવા લાગ્યો હતો.
મોટાભાઈને દુઃખ જોઈને નાનો ભાઇ પણ પાણીમાં કૂદકો માર્યો હતો માંગરોળના કેસમાં પાણીમાં ડૂબેલા બંને ભાઈઓની શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં માંગરોળના મહુવેજ ખાતે આવેલી પાણીની મુખ્ય કેનાલ ખાતે બન્યો હતો.
બંને ભાઈઓ પાણીમાં તણાયા હોવાની જાણ થયા બાદ ત્યાંના લોકો ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. બંને ભાઈઓના નામ આકાશ અને વિકાસ હતું. તેઓ ની અટક અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડે કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ આદરી હતી બીજી તરફ બે સગા ભાઈઓ પાણીમાં ડૂબી ના સમાચાર જાણીને ગામમાં દુઃખ નો માહોલ વ્યાપી ગયો હતો.
તેના પરિવાર પણ આ ઘટના વિશે સાંભળીને સ્તબ્ધ થઈ ગયો હતો. સુરતના માંગરોળ તાલુકાના મહુવડ ગામ ખાતે કેનાલમાં બે સગા ભાઈઓ હોવાની ઘટના બની હતી તેમાં ફાયર બ્રિગેડ કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી. એક જ પરિવારના બંને ભાઈઓનું કેનાલમાં પડી જવાથી મોત થયું હતું. તે અંગે પોલીસે કાર્યવાહી હાથ પર ધરી છે.
આ ઘટના વચ્ચે જ બીજી પણ એવી જ એક ઘટના બની છે, જેમાં બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામ ખાતે આવેલી કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. અજાણ્યા યુવકની ઉંમર 30થી 35 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થયા બાદ બાવલું પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ યુવાનના જમણા હાથમાં અંગ્રેજીમાં KSP લખેલું છે. બાવલું પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધારે તપાસ કરી છે. તો મહેસાણાના કડીના વેકરા ગામ ખાતે કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો છે. માંગરોળના કેસમાં પાણીમાં ડૂબેલા બંને ભાઈઓની શોધખોળ કરવામાં આવી છે. આ ઘટના બાદ કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંને કેસમાં પોલીસે તપાસ હાથ પર ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]