Breaking News

અડધી રાત્રે સ્મશાન પાસેથી આવતો હતો રડવાનો અવાજ, પતિ-પત્નીએ હિંમત કરીને નજીક જઈને જોવાની કોશિશ કરતા જ મળ્યું એવું કે કંપારી છૂટી ગઈ..!

જ્યારે જ્યારે આપણે આપણી આંખોથી એવું દ્રશ્ય જોઈએ છીએ કે જેને જોતા જ હડકંપ મચી જાય, તેવા દ્રશ્યને સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. અત્યારે એક પતિ પત્ની સાથે કંઈક આ પ્રકારની જ એક ઘટના બની જવા પામી છે. આ બાબતને લઈને પોલીસ તંત્ર પણ હવે કાર્યરત થઈ ગયું છે..

આ ઘટના મધ્યપ્રદેશના બળવાની જિલ્લાની છે. અહીં સ્મશાનની પાસે આવેલી સુસ્મિતા પાર્ક સોસાયટીની અંદર રાજેન્દ્રભાઈ તેની પત્ની સુર્મિલાની સાથે રહે છે. રાજેન્દ્રભાઈ મજૂરી કામ કરીને જીવન ગુજારે છે. જ્યારે તેમની પત્ની પણ ઘરકામ કરીને પરિવારજનોને મદદરૂપ બને છે. પરિવાર એકદમ સામાન્ય હતો.

એક દિવસ અડધી રાત્રે અચાનક જ તેમના ઘરની પાછળની ભાગે આવેલા સ્મશાન પાસેથી કોઈ નાનકડા બાળકના રડવાનો અવાજ સંભળાતો હતો. શરૂઆતમાં તો આવા જ એટલો બધો ડરામણો લાગ્યો કે, રાજેન્દ્ર ભાઈની ત્રણેય દીકરીઓ ખૂબ જ ડરી ગઈ હતી. આ ઉપરાંત તેમની પત્ની સુરમીલાબેનને પણ ડર લાગવા લાગ્યો હતો કે, સ્મશાનમાંથી શા માટે આવો રડવાનો અવાજ આવી રહ્યો છે..

રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે આપણે આ બાબતથી ડરવું જોઈએ નહીં અને હિંમત કરીને સ્મશાનની અંદર શું ચાલી રહ્યું છે, તેની જાણકારી મેળવવી જોઈએ. રાજેન્દ્રભાઈ તેમની પત્નીની સુરમીલાને સાથે લઈને સ્મશાનમાં પ્રવેશી ગયા હતા. ત્યાં તેઓએ જોયું તો એક માટીના ઢગલા પાસેથી આ રડવાનો અવાજ આવી રહ્યો હતો..

આ માટીના ઢગલાની અંદર ઊંડો ખાડો ગાળવામાં આવ્યો અને તેની અંદર માત્ર અંદાજે 10 દિવસના નવજાત બાળકને દાટી દેવામાં આવ્યો હોય તેવું જણાતું હતું. જે જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. તેઓ વિચારવા મજૂર બની ગયા કે, આ બાળકને અહીં ખુલ્લામાં કોણ છોડીને જતું રહ્યું હશે…

તેઓએ તરત જ ખાડો ખોદીને આ બાળકને બહાર કાઢ્યો હતો. બાળકનું મોઢું ખાડાની બહારની બાજુએ હતું. જ્યારે તેનું શરીર અંદર માટીમાં થાકી દેવામાં આવ્યું હતું. તેને તરત જ બહાર કાઢીને તેઓ બીજે દિવસે નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા અને કહ્યું કે, તેમની ઘર પાછળમાંથી અચાનક જ કોઈ બાળકનો રડવાનો અવાજ આવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા..

ત્યાં તેઓને આ બાળક મળી આવ્યો હતો. જેને કોઈ અજાણ્યા વ્યક્તિ છોડીને ભાગી ગયા છે. તેની હાલત ખૂબ જ ગંભીર હોવાને કારણે પોલીસે તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બાળકને બચાવનાર પતિ પત્ની રાજેન્દ્રભાઈ અને સુરમીલા બહેનને સંતાનમાં ત્રણ દીકરીઓ છે.

તેમને સંતાનમાં દીકરો ન હોવાને કારણે તેઓએ પોલીસ સમક્ષ ઘટના રજૂ કરતા જણાવ્યું હતું કે, તેઓ આ બાળકને અપનાવી લેવા માંગે છે. જો આ બાળકના માતા પિતાનો કોઈ અતોપતો ન મળે તો આ બાળકની સાચવણી કરવા માટે તેઓ તૈયાર છે. પોલીસે જણાવ્યું કે આવી રીતે કોઈપણ વ્યક્તિનો દીકરો કે દીકરી કોઈ અન્ય વ્યક્તિને સોંપી શકાતો નથી..

આ ઘટનાને લઈને ઘણી બધી કાર્યવાહીઓ પણ કરવી પડે છે. અને તેની કાયદેસરની પ્રક્રિયાઓ હાથ ધરવી પડે છે. આ બંને પતિ પત્ની પોતાને ઘરે પરત ફરી ગયા હતા. હાલ પોલીસે શહેરના તમામ સીસીટીવી કેમેરાની મદદ લઈને આ નવજાત બાળકને અહીં કોણ મૂકીને ચાલ્યું ગયું હશે તેની જાણકારી મેળવવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *