હાલ અમુક લોકો અવળી જગ્યાએ ખુબ જ મગજ દોડાવી રહ્યા છે. સીધી રીતે ધંધો કરીને વધુ રૂપિયા ન મળવાને કારણે લોકો નવી રીત અપનાવી રહ્યા છે. આવા ઘણા બધા લોકોને પોલીસ પકડી ચૂકી છે. અને ઘણા બધા લોકોને શોધી રહી છે કે જેઓ પોતાની ઓળખાણ છુપાવીને ગોરખધંધામાં ચલાવી રહ્યા છે..
જાણીને ભલભલા લોકો ને આંખે અંધારા આવી જાય એ પ્રકારનો એક બનાવ અમદાવાદના વસ્ત્રાપુરથી સામે આવ્યો છે. જ્યાં રાધાકૃષ્ણ મંદિરની સામે એક ફળોની દુકાન આવેલી છે. આ દુકાનનું નામ એમ.એસ વેજીટેબલ એન્ડ ફ્રુટ છે. દુકાનમાં ધંધો કરનાર પિતા અને પુત્ર બંને ધંધો કરતા હોવાની માહિતી સામે આવી હતી.
વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, ફળોની આ દુકાનની અંદર ખૂબ મોટો ગોરખધંધો ચાલી રહ્યો છે. આ દુકાનને ચલાવનાર મનોજ ચાંચાળ માખીજા કે જેમની ઉમર 52 વર્ષની છે. અને તેમના દીકરા દિલીપ મનોજભાઈ માખીજા કે જેની ઉંમર ૩૧ વર્ષની છે. આ બંને યુવકો ગોરખ ધંધા સાથે જોડાયેલા છે..
આ બાબતની બાતમી મળતાની સાથે જ વસ્ત્રાપુર પોલીસ રાત્રિના સમયે દુકાનમાં દરોડા પાડવા માટે નીકળી પડ્યા હતા. પોલીસે એક કાફલા સાથે આ દુકાનમાં દરોડા પાડયા હતા. અને જુદી જુદી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાની સાથે જ દુકાનના કાઊન્ટર નીચેથી એક મોટી બેગ મળી આવી હતી..
આ બેગ ખોલતાની સાથે જોયું તો સૌ કોઈ લોકો ચક્કર ખાઈ ગયા હતા. કારણ કે ફળોની દુકાનની અંદર મળી આવેલી બેગમાંથી કુલ 13 બિયર અને ત્રણ બોટલ દારૂ મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત નશાકારક ચીજવસ્તુઓ મળતાની સાથે જ કુબેર નગરના સાઈબાબા મંદિર પાસે રહેતા મનોજ ચંચળદાસ માખીજા અને દિલીપ મનોજ માખીજા આ બંને બાપ-દીકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે..
અને તેને દુકાનમાંથી મળેલા તમામ પ્રતિબંધિત ચીજવસ્તુઓ અને પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને બંનેની કડક પૂછતાછ શરૂ કરી છે. આ પૂછતાછ દરમિયાન તેઓ દારૂનો આ જથ્થો ક્યાંથી લાવતા હતા અને તે કોને વેચવા માટે દારૂનો જથ્થો સંતાડીને રાખતા હતા.. આ ઉપરાંત તે કોના ઇશારે આ ગોરખધંધો કરી રહ્યા છે..
આ તમામ પ્રશ્નો નીકળતા પૂછતાછ દરમિયાન થશે. આ વિસ્તારમાં અવર-જવર કરતા લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ફળો ની દુકાનની આડમાં આ વ્યક્તિઓ વર્ષોથી દારૂનો ધંધો કરી રહ્યા હતા. અગાઉ પણ છેલ્લા બે અઠવાડીયાની અંદર પોલીસે ઘણા કરોડો રૂપિયાનું નુકસાન દારૂનો જથ્થો પકડી પાડયો છે.
જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરતાની સાથે જ ઘણા બધા બુટલેગરો ખૂબ મોટા જથ્થા સાથે પકડાયેલા છે. ગઈકાલે છોટાઉદેપુર જીલ્લા માંથી ટેમ્પાની અંદર ચોરખાનું બનાવીને દારૂનો મોટો જથ્થો કરવામાં આવી રહ્યો હતો. પોલીસની ભૂલને કારણે દારૂના વેપલાને પકડી પાડવામાં આવ્યો હતો. અને તમામ જથ્થો નાબૂદ કરી દેવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]