Breaking News

રાત-દિવસ સિલાઈ મશીન ચલાવીને માતાએ તેના દીકરાને ભણાવ્યો, અત્યારે જાપાનની કંપની આટલા લાખોનું પેકેજ મળતા સૌ થયા રાજીના રેડ.. જાણો..!

કોઈપણ પરિવારમાં આજના સમયમાં સુખ-દુઃખમાં જીવતા લોકો જોવા મળે છે, જે લોકો તેમના મુશ્કેલી અને દુઃખોને દૂર કરીને આગળ વધે છે. તે લોકો જ તેમનો ધ્યેય અને સફળતાને પામી શકે છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણે પહેલા પણ જોયા છે પરંતુ હાલમાં એક એવી પરિશ્રમની ઘટના સામે આવી હતી.

આ ઘટના જહાંગીરાબાદના અનુપશહર અડ્ડાના રહેવાસી પરિવાર સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમના બાળકો રહેતા હતા. પરિવારમાં રહેતા પિતા સતીશ ગુપ્તાનું થોડા સમય પહેલા અવસાન થઈ ગયું હતું. જેના કારણે પરિવારની જવાબદારી તેમનો મોટો દીકરો પ્રિયાંશુ ગુપ્તાના માથે આવી હતી.

અને પ્રિયાંશુની માતા અને પ્રિયાંશુ જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. પ્રિયાંશુના પિતાના અવસાન બાદ બધી જવાબદારીઓ પ્રિયાંશુના માથે આવી હતી. તેના પરિવાર અને બહેનોની જવાબદારી પ્રિયાંશુએ ભણતા ભણતા પૂરી કરી હતી. પ્રિયાંશુ ઉંમરમાં નાનો હતો અને તે પાંચ ભાઈ બહેનોમાં સૌથી નાનો ભાઈ હતો.

પ્રિયાંશુ ની માતાએ તેમના દીકરાઓને સિલાઈ નું કામ કરીને ભણાવ્યા અને પ્રિયાંશુ સારી રીતે ભણી શકે તે માટે માતાએ ખૂબ જ મહેનત કરી હતી. પ્રિયાંશુ સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ તેણે ઇન્ટરમિડીયેટ માં જિલ્લામાં પાંચમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. પ્રિયાંશુ દિલ્હી યુનિવર્સિટીમાં બીએસસી ગણિતમાં પહેલા નંબરે આવ્યો હતો.

અને ત્યારબાદ IIT ગુવાહાટીમાં તેણે MSC પૂરું કર્યું હતું. પોતાની મહેનતથી ભણીને તે આગળ વધ્યો હતો ત્યારબાદ પ્રિયાંશુની મહેનતને કારણે તેણે જાપાનની સોફ્ટવેર કંપનીમાં 42 લાખની ઓફર કરવામાં આવી છે, જેના કારણે કોલેજમાં પ્રિયાંશુ આ જાપાની કંપનીના પ્લેસમેન્ટમાં સિલેક્ટ થયો હતો.

જેના કારણે પ્રિયાંશુને સમગ્ર પરિવારના લોકોએ અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ પ્રિયાંશુના આસપાસના લોકોએ પણ તેને અભિનંદન આપ્યા હતા. પ્રિયાંશુ ની માતાએ સખત મહેનત કરીને તેમના બાળકોને ભણાવ્યા હતા અને પ્રિયાંશુએ ઘણો બધો સંઘર્ષ કરીને તેણે સારી એવી નોકરી મેળવવી હતી.

જે એક ઉત્તમ ઉદાહરણ તરીકે દરેક લોકો માટે બની ગયું છે. પ્રિયાંશુની સફળતાને જોઈને દરેક લોકોએ પોતાના જીવનમાં મહેનત કરવી જોઈએ. જેના કારણે સખત પરિશ્રમથી કોઈપણ લક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એક દીકરાએ પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારીને પૂરી કરીને પોતાનો અભ્યાસ કરીને સારી નોકરીને મેળવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *