Breaking News

પબજી રમવાની ના પાડતા છોકરીએ ભણવાનુ મૂકી દીધું અને પિતાને આપી દીધી આ ધમકી.. વાલીઓ ખાસ વાંચે..!

ઓનલાઈનના આ ઘોર કાળા જમાનામાં ડીજીટલ ગુનાઓ વધી ગયા છે. લોકો બદલો લેવા માટે નત નવીન કીમિયાઓ ગોતી પાડે છે અને ત્યાર બાદ તેને અંજામ આપે છે. મોબાઈલની સંકુચિત દુનિયાએ બાળકોના મનને જકડી રાખ્યા છે અને વિચિત્ર વિચારો સુજ્વાડીને ખોટા માર્ગે દોરે છે.

એક એવી ઘટના સામે આવી છે કે તે વાંચીને તમે પણ તમારા બાળકને મોબાઈલની લત છોડાવવા કામ ચાલુ કરી દેશો.. જી હા, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી એક મહિલા તેની દીકરીથી એટલી પરેશાન થઈ ગઈ છે કે તેણે 181 મહિલા હેલ્પલાઈનનો સહારો લેવો પડ્યો.

મહિલાએ કહ્યું કે મારી 16 વર્ષની દીકરી આંખો દિવસ મોબાઈલમાં પબજી ગેમ રમે છે. પરિવાર અને અન્ય લોકોના લાખ મનામણા બાદ પણ તેને આ ટેવ છુટતી નથી. જો અમે તેને ઘરેથી ગેમ રમવા માટે મોબાઈલ ન આપીએ તો દીકરી તેના મિત્રો પાસેથી મોબાઈલ માંગીને ગેમ રમવા લાગે છે.

તેમજ અમે વારવાર સમજાવ્યા કરીએ તો ઘર છોડીને ભાગી જશે તેવી ધમકી આપે છે. 16 વર્ષની દીકરી એક મોબાઈલ ગેમ માટે ઘર છોડી દેશે એવી ધમકી આપે એટલે દરેક માં બાપ ચિંતામાં મુકાઈ જઈ તે સ્વભાવિક વાત છે. દીકરીના પિતાએ તેને ખુબ સમજાવી અને થોડોક દાબ પણ આપ્યો તો દીકરીએ તેના બદલામાં શાળાએ જવાનું છોડી દીધું હતું.

ગેમની આવી લત તમે બીજે ક્યાય નહી જોઈ હોઈ. ૧૮૧ની ટીમે મોબાઇલનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપીને અભ્યાસ ફરીથી શરૃ કરવાનું કહ્યું હતું. જે કાઉન્સિલિંગ બાદ સગીરાએ મોબાઇલનો ઉપયોગ નહીં કરે તેવી ખાતરી આપી હતી.ઘર છોડીને જતી રહેવાની ધમકી આપે છે. જો કે, સગીરાને પરિવારજનો સમજાવે તો બૂમો પાડીને તેમની સાથે ઝઘડો કરે છે.

181ની ટીમે તેને લાડ પૂર્વક સમજાવતા તે માની ગઈ હતી અને ત્યાર બાદ અંતે તેના પરિવારજનોમાં ખુશીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાકાળ બાદ બાળકો ઘરમાં રહેતા હોવાના કારણે મોબાઇલની લતે ચડી ગયા છે. આખો દિવસ ગેમ રમતા હોવાના કારણે નાની નાની વાતમાં ચિડાઇ જતા હોવાની ફરિયાદો પણ વાલીઓની વધી છે.

બાળકોને ફોન સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત રાખવા જોઇએ. બાળકોમાં વધી રહેલાં મોબાઇલ ફોનના એડિક્શન ને રોકવા માટે ઈશારો કર્યો છે. જો વસ્તુ કન્ટ્રોલમાં નહી રહે તો આવનારી પેઢીમાં હજુ પણ વધારે આવા કિસ્સાઓ જોવા મળી શકે છે.

વાલીઓએ પણ પોતાના બાળકો પર ધ્યાન આપવું જોઈએ કે પોતાનું સંતાન શુ કરે છે. મોબાઈલનો ઉપયોગ ક્યાં અને કેમ કરે છે. આજે આ ઘટનાએ તમામ વાલીઓને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *