Breaking News

પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં એન્ટર કરવા બાબતે મોટો મતભેદ .. જાણો શું નિર્ણય લેશે કોંગ્રેસ?

પ્રશાંત કિશોર એ ચુંટણીની પાછળની નીતિઓના મહત્વના પાત્ર છે. કોઈપણ ચુંટણીમાં પ્રશાંત કિશોર અને તેમની ટીમ તર્ક લગાવીને પોતાના ઉમેદવારને જીત હાસિલ કરાવે છે. પ્રશાંત કિશોર અત્યાર સુધી તો ભાજપા તેમજ જનદળ પાર્ટી તરફથી સક્રિય હતા પરતું ગુજરાતમાં કોંગ્રેસના ઢીલાપણાને મજબુત કરી એક નવો વિક્રમ રચવાના ઈરાદે તેને ગુજરાત કોંગ્રેસમાં સામેલ કરવામાં આવશે તેવું લાગી રહ્યું હતું.

પરતું હાલ જે મુજબન આહેવાલ મળી રહ્યા છે તે મુજબ એવું લાગે છે કે, પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રીથી અમુક વરિષ્ઠ નેતાઓ નારાજ છે. હવે ઘરના નેતાને નારાજ કરીને બહારના મેહમાનને ઘરધણી તો બનાવી દેવાતા નથી. એટલા માટે પ્રશાંત કિશોરને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કરીને ૨૦૨૨ મિશનની તૈયારીઓ ચાલુ કરવી કે નહિ તે મુદ્દો હંમેશા ચર્ચાયેલો રહેશે.

પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવા કે નહિ તે મુદ્દે કોંગ્રેસ પોતાના વરિષ્ઠ નેતાઓની સાથે બેઠક કરશે. કોંગ્રેસ પાર્ટીના  મોટા ભાગના નેતાઓ પ્રશાંત કિશોરને સામેલ કરવા અંગે નારાજ છે. તો અમુક નેતાઓ તેને સામેલ કરવા માંગે છે. હવે તેને સામેલ કરવા કે નહી તેનો આખિર નિર્ણય તો સોનિયા ગાંધી જ લેશે…

ઘણા નેતાઓનું એવું માનવું છે કે પ્રશાંત કિશોર પાર્ટી માટે ખુબ જફાયદો કરાવી આપશે. તો અમુક નેતાઓને નિષ્ફળતા દેખાઈ છે. સોનિયા ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરીને અંતિમ ફેસલો કરશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. નીતીશ કુમારની પાર્ટી છોડીને આવેલા પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠકો કરી હતી.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં થયેલી ગઈ ચુંટણીમાં પ્રશાંત કિશોર સાથે કામ કરેલું છે તેથી તેઓ તેમની આવડત અને કોઠાસુજને સારી રીતે જાણે છે. તેમને ગુજરાત કોંગ્રેસમાં સામેલ કરવા અંગે પાર્ટીના અન્ય નેતાઓની નારાજગીનો સામનો કરવો પડશે.

કેટલાક વરિષ્ઠ નેતાઓનું કહેવું એવું છે કે તેમને પાર્ટીમાં સામેલ કરવા એ એક સારો ઉપાય છે. ચુંટણીની તમામ રણનીતિઓ બનાવીને પાર્ટીને જીતાડવી તે તે સારી રીતે જાણે છે. પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા સંભાળવાની ચર્ચા વચ્ચે તેમણે તાજેતરમાં જ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.

અહમદ પટેલના મૃત્યુ બાદ વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એવા સલાહકારો શોધી રહ્યાં છે, જે પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકી શકે. છેલ્લા કેટલાક સમયથી અનેક રાજ્યોમાં પાર્ટીને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. જો કે પ્રશાંત કિશોરનો કોંગ્રેસ સાથે અનુભવ સંતોષજનક નથી રહ્યો. ભૂતકાળમાં પણ પ્રશાંત કિશોરની પાર્ટીમાં અંદરોઅંદર આલોચના થઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *