Breaking News

એવું તો શું થયું કે, પ્રીન્સીપાલે વિદ્યાર્થીને ગાંડાની જેમ ઢોર માર માર્યો, આ ચોંકાવનારૂ કારણ દરેક વાલીએ જાણી લેવું જોઈએ..!

હકીકતમાં ભારતની એજ્યુકેશન સીસ્ટમથી દરેક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે. શિક્ષણની પદ્ધતિથી લઈને મેનેજમેન્ટ સુધી મોટા ભાગે પ્રશ્નો જ પ્રશ્નો છે. નાના બાળકોને જીવનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાના ઉપાયોને બદલે કૈક જુદું જ ગણિત ભણાવવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલા જ એક બાળકનો વિડીયો વાયરલ થયો હતો કે….

માને ટ્યુશનમાં ન આવડે, મને ખાલી ઘરે જ આવડે છે.. આ વિડીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવ્યા બાદ લોકો સમજવા લાગ્યા કે બાળકોને મતે ટ્યુશન એક જેલ છે. બાળકો ખુલીને જીવન જરૂરી ભણતર ભણવા માંગે છે પરંતુ તેઓને જરૂરી વસ્તુઓ શીખવવામાં આવતી નથી.

આજકાલ તો બાળકોને ઢોરમાર મારવામાં આવે છે. જો સારા માર્ક્સ ન આવે તો બાળકને લાઠીની બીક દેખાડવામાં આવે છે. બાળકો પર ઘણીવાર શિક્ષક હાવી થઈને મારવા લાગતા હોઈ છે. જોકે માર સહન ન થતા થોડા વર્ષો પહેલા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અત્યાચારના કેસ બંધ થયા હતા…

અત્યારે ફરીએક વાર બાળકને માર મારવાની ઘટના નજરે ચડી છે. હકીકતમાં અરવલ્લી જીલ્લાના મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક સ્કૂલમાં પ્રિન્સિપાલની કાળી કરતુત સામે આવી છે. એસ.પી.હાઈસ્કૂલના આચાર્ય બાબુભાઈ પટેલે મલણપુર ગામના વતની તાવિયાડ કિશોરભાઈનો પુત્ર મયુરકુમાર જે ધોરણ-11 માં અભ્યાસ કરે છે…

તેને ક્લાસ રૂમમાં બંધ કરીને ઢોરમાર માર્યો હતો. આ આક્ષેપ બાળકની માતાએ સ્કુલના પ્રીન્સીપાલ પર લગાવ્યો છે. બાળકની માતાનું કહેવું છે કે, આચાર્યે એ દારૂનો નશો કર્યો હતો અને ત્યારબાદ મારા બાળકને રૂમમાં બંધ કરીને માર માર્યો છે. આટલું જ નહિ પરંતુ એટલી હદે ખરાબ માર્યો છે કે આખા શરીરે સોળ ઉપડી આવ્યા છે.

જેમાં સ્કૂલના આચાર્યે વિદ્યાર્થીને માર મારીને સોળ પાડી દીધા છે. બીજી બાજુ આ ઘટનામાં વિદ્યાર્થીની માતાએ સણસણતો આરોપ મૂકીને શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં આચાર્ય સામે વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. મલણપુર ગામના વતની તાવિયાડ કિશોરભાઈનો પુત્ર મયુરકુમાર જે ધોરણ-11 માં એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુર ખાતે અભ્યાસ કરે છે.

શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલ દ્વારા નશાની હાલતમાં રૂમમાં બંધ કરી ધોરણ-11ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. વિદ્યાર્થીએ બુમો પાડવા છતાં આચાર્ય રોકાયા નહોતા અને મારવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીઓને આખા શરીર પર લાકડીના સોટા જોવા મળ્યા હતા.

ધોરણ-11 માં અભ્યાસ કરતા મયુરકુમારના માતાએ આરોપ લગાવ્યો છે કે હું જ્યારે મારા ક્લાસ રૂમમાં બેઠો હતો. તે સમયે શાળાના અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતાં હતાં. તેઓને કશું કહ્યું નહોતું અને મને રૂમમાં બોલાવી લાકડી વડે ખૂબ માર્યો હતો. તે વિગત મારી માતા શાળામાં આવીને આચાર્યને રજૂઆત કરી તો આચાર્ય દ્વારા એલ.સી. કાઢી આપવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી.

જે અંગે પીધેલી હાલતમાં માર મારતા એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુરના આચાર્ય બાબુભાઇ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *