આજકાલ શાળાઓમાંથી ખૂબ જ ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે. તેનાથી વધુ એક સનસનાટી મચાવતો બનાવ સુરતના સચિન વિસ્તારમાં આવેલી સનલાઈટ સ્કૂલમાંથી આવ્યો છે. દરેક શાળાઓમાં બાળકોના અભ્યાસની સાથે સાથે તેની સુરક્ષાની પણ ખાતરી લેવામાં આવતી હોય છે..
પરંતુ સચિન વિસ્તારમાં આવેલી સનલાઈટ શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે ન કરવાના કામો કર્યા છે. જેના કારણે હાલ મામલો ગરમાયો છે. ઓનલાઇન શાળામાં ધોરણ 8 થી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત વિષય ભણાવતા નિલેશભાઈ ભાલાણી નામના શિક્ષકે ધોરણ-૮માં ભણતી વિદ્યાર્થિનીને સાથે શારીરિક અડપલા કર્યા હતા..
આ તમામ બાબતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. શાળાના પ્રિન્સિપાલ મનીષભાઈ પરમારે આ તમામ ફૂટેજને જોઈ હતી અને શિક્ષક નિલેષ ભાલાણી પર નજર રાખવાની શરૂ કરી હતી. જુદા જુદા ક્લાસ રૂમ માંથી જુદાજુદા વિડિયો તેઓએ પોતાના લેપટોપમાં ભેગા કરી રાખ્યા હતા..
તમામ વીડિયોમાં શિક્ષક નિલેશ ભાલાણી વિદ્યાર્થીનીને અડપલા કરતો હતો અને તેના શરીર સાથે મસ્તી કરતો હતો. આ તમામ બાબતોને લઇને તેઓ પુરાવા એકત્ર કરીને આ શિક્ષકની સામે કાર્યવાહી શરુ કરે એ પહેલા જ તેઓનું અવસાન થયું હતું.. કોરોનાના કારણે મનીષ પરમાર નામના પ્રિન્સિપલનું સારવાર બાદ મૃત્યુ થયું હતું..
મનીષભાઈના ચાલ્યા જવાથી શાળાના પ્રિન્સિપાલ ની ફરજ માટેનું લેપટોપ મનીષભાઈના પરિવારે શાળાને પરત કર્યું હતું. એ સમય દરમિયાન પ્રિન્સિપાલના લેપટોપમાંથી નરાધમ શિક્ષક નિલેશ ભાલાણીની રંગરેલીયા સામે આવી હતી. આ તમામ બાબતોની જાણ ટ્રસ્ટીને કરવામાં આવી હતી..
એટલા માટે તેઓએ તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો હતો કે ભલે શાળાનું નામ બદનામ થાય. પરંતુ આ શિક્ષકને જરૂર થી જરૂર સજા આપવામાં આવશે. એટલા માટે તેઓએ આ વિદ્યાર્થીનીના વાલીને પણ સંપર્ક કરીને આ બાબતની જાણ કરી હતી. આ શિક્ષકને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
પરંતુ તે બીજી કોઈ શાળામાં પણ આ પ્રકારની હરકતો ન કરે એટલા માટે જિલ્લા શિક્ષણ અધિકારી ને શાળાએ આ તમામ પુરાવા આપીને શાક સામે ફરિયાદ નોંધાવી છે. ક્લાસરૂમની અંદર ભણાવવાને બદલે નિલેશ ભાલાણી નામનો શિક્ષક વિદ્યાર્થિનીની છેડતી કરતો હતો. પ્રીન્સીપાલના લેપટોપમાંથી શિક્ષકના એક નહીં પરંતુ જુદા જુદા પાંચ વિડીયો મળી આવ્યા હતા..
આચાર્ય તમામ પુરાવાઓ એકત્ર કરી રાખેલા હતા. પરંતુ તે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે એ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ જતાં આ વિધ્યારથીની આ શિક્ષકની કરુતુતોથી પીડાઇ રહી હતી. પરંતુ આ તમામ પુરાવાઓની જાણ નવા પ્રિન્સિપાલને જાણ થતાની સાથે જ દીકરીને ન્યાય મળ્યો છે..
અને આ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ શિક્ષકે કહ્યું છે કે, શાળાએ મને ખોટી રીતે ફસાવી દીધો છે. હું સૌથી વધારે ક્લાસ લેતો હતો. તેમજ બાળકોને ટ્યુશન પણ આપતો હતો છતાં પણ મારો પગાર ખૂબ જ ઓછો આપવામાં આવતો હતો એટલા માટે હું બીજી શાળામાં ચાલ્યો ગયો અને આ આ બાબતને લઈને તેઓ મારી પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]