Breaking News

પ્રેમિકાના પતિને પ્રેમીએ મારીને ઘરમાં ખાડો ગાળી દાટી દીધો, પ્લાસ્ટર મારીને લાશને ચણી નાખી પણ અંતે થયું એવું કે સૌ કોઈ દંગ રહી ગયા..!

અવારનવાર દરેક વિસ્તારોમાં એવા કિસ્સાઓ બની રહ્યા છે, જે જોઈને દરેક લોકોના ડોળા ફાટી જાય છે. આજકાલ લોકો પોતાના અંગત સંબંધો માટે એવી જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. કે જેના કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી જ એક ઘટના હાલમાં હરિયાણાના પાણીપત જિલ્લાના સમલખાનગરના પટ્ટીકલિયાણા ગામમાં બની હતી.

આ ગામમાં રહેતા સરપંચના નાના ભાઈએ પ્રેમ સંબંધ માટે કરુણ ઘટના કરી નાખી હતી. સરપંચના નાના ભાઈનું નામ પ્રવીણ છે. પ્રવીણને ઘણા સમયથી તેના જ ગામની કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતી પરણીત હતી. યુવતીના પતિનું નામ રવિ હતું. રવિની ઉંમર 35 વર્ષની હતી. પ્રવીણ પણ પરણીત છે.

પ્રવીણને પણ સંતાનમાં બે દીકરીઓ છે. પ્રવીણની પત્ની ગાઝિયાબાદની રહેવાસી છે. તેને પોતાના પતિ પ્રવીણના પ્રેમ સંબંધની કોઈ જાણ ન હતી પરંતુ પ્રવીણ ઘણા સમયથી ચોરી છુપે રવિની પત્નીને મળતો હતો. જેની જાણ રવિને હતી. રવિને પોતાની પત્નીનું સરપંચના નાનાભાઈ પ્રવીણ સાથે ચક્કર છે. તેમ જાણ હતી.

જેના કારણે તેણે પ્રવીણને પણ ઘણીવાર પોતાની પત્નીથી દૂર રહેવા કહ્યું હતું અને તેમની પત્નીને પણ પ્રવીણને મળવાની ના કહી હતી. રવિને અવારનવાર નશો કરવાની આદત હતી. જેના કારણે તે પોતાનું નશો કરીને ભાન ભૂલી જતો આ વાતની જાણ પ્રવીણને હતી. એક દિવસ તેણે પોતાની પ્રેમીના પતિને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

પ્રવીણને પોતાની બંને દીકરીઓ અને તેમની પત્નીને પિયર રહેવા મોકલ્યા ત્યારબાદ રવિની પત્ની પણ કમળાની દવા લેવા માટે તેના પિયર ગઈ હતી. આ વાતની જાણ પ્રવીણને થતા તેણે રવિને એક દિવસ પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરે બોલાવીને પ્રવિણ રવિને ચામાં 5 જેટલી નશાની ગોળીઓ ભેળવીને ચા આપી હતી.

આ ચા રવિએ પિતા જ તે પોતાનું ભાન ભુલાવી બેઠો અને ત્યારબાદ પ્રવીણ રવિને પતાવી દીધો હતો અને પોતાના જ ઘરમાં ખાડો કરીને દાટી દીધો ત્યારબાદ તેના પર પોતાના ઘરમાં નાખેલી લાદીઓ ગોઠવી દીધી હતી. જેથી કોઈને પણ આ ઘટનાની જાણ ન થાય ત્યારબાદ રવિની પત્ની પોતાના ઘરે પરત આવતા રવિને શોધ્યો હતો.

પરંતુ રવિ કશે પણ મળ્યો ન હતો જેના કારણે તેણે પ્રવીણને પોતાના પતિના ગુમ થયાની કરી હતી. રવિની પત્ની અને પ્રવીણ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોવાને કારણે રવિની પત્ની પણ તેના પતિથી દુર જવા માગતી હતી. જેના કારણે એને પોતાના પતિથી શાંતિ મળી ગઈ હતી. આમાં સૌને રવિના ગુમ થયાની જાણ થઈ હતી.

રવિ કોઈ પણ જગ્યાએથી મળ્યો ન હતો. ત્યારબાદ સરપંચના નાના ભાઈએ એક દિવસ તેમના મોટાભાઈ ને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે સરપંચ ખુદે જ પોલીસ સ્ટેશને જઈને પોતાના નાનાભાઈના આ કાવતરાની જાણ પોલીસને કરી દીધી હતી. પોલીસે તરત જ પ્રવીણની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો પોતાના પ્રેમ સંબંધને મેળવવા માટે બીજાના જીવ લઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *