કોરોનાના અઘરા સમયમાં આપણે જોયું છે કે, ડોક્ટરએ ભગવાનનું સ્વરૂપ ગણાય છે. લોકોનો જીવ ડોક્ટરોના હાથમાં હતો. પરંતુ લોકોના જીવ બચાવવા માટે ડોક્ટર બનવું સહેલી બાબત નથી. ડોક્ટર બનવા માટે ઘણા રૂપિયાની જરૂર પડે છે. તેમજ દિવસ રાત મહેનત પણ લાગતી હોય છે..
પોતાના દીકરાઓને ડોક્ટર બનાવવા માટે માતા પિતાના તમામ સપના અધૂરા રહી જતા હોય છે. તેમજ ઘણા બધા રૂપિયા અને ઘણી બધી ચીજ વસ્તુઓની પણ બાજી લગાવી દેવી પડતી હોય છે. આ લેખમાં અમે તમને જણાવવા જઇ રહ્યા છે. તે સાંભળતાની સાથે તમે પણ વિચારમાં મુકાઇ જશો..
હકીકતમાં આ ઘટના ધાર જિલ્લાની છે. જિલ્લાના ધરમપુરી ગામમાં દિલીપ નામનો વ્યક્તિ રહેતો હતો. દિલીપના પાડોશમાં રહેતી એક યુવતી અને દિલીપ બંને સાથે જ શાળામાં ભણતા હતા. તેઓ એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. અને ધીમે-ધીમે તેઓ બંને એકબીજાને નાનપણમાં જ પસંદ કરવા લાગ્યા હતા..
તેઓ નાનપણમાં જ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. તેઓએ નક્કી કર્યું હતું કે જ્યારે દિલીપને નોકરી મળશે ત્યારે તેઓ લગ્ન કરી લેશે. ૨૦૦૯ની સાલમાં યુવતીએ એક શાળામાં ટીચર તરીકેની નોકરી લઈ લીધી હતી. જ્યારે દિલીપને ભણી-ગણીને ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું. પરંતુ તેના માતા-પિતા તેને ડોક્ટર બનાવવાનો ખર્ચ ઉપાડી શકે તેમ હતા નહીં..
એટલા માટે આ યુવતીએ તેને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું. અને તેના માટે જેટલો ખર્ચ થાય તે તમામ પૈસા ચૂકવશે તેવું જણાવ્યું હતું. યુવતીએ તેના માતા-પિતાને પણ જણાવી દીધું હતું કે જ્યારે દિલીપ ડોક્ટર બની જશે ત્યારે તેઓ બંને લગ્ન કરી લેશે. દીકરી ને માતા-પિતાને પણ પૂર્ણ ભરોસો હતો. એટલા માટે દિલીપ જે વસ્તુ કહે તે વસ્તુને લઈ આવતા હતા..
બંને એક જ સમાજના દીકરા દીકરી હતા. એટલા માટે બંનેના લગ્ન પણ શક્ય હતા. બંનેના ઘરવાળા પણ રાજી હતા. 2017ની સાલમાં દિલીપ ડોક્ટર બની ગયો હતો. ત્યારબાદ તે એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવા લાગ્યો હતો. ધીમે ધીમે તે ખૂબ પૈસા કમાવા લાગ્યો હતો..
પરંતુ તેણે યુવતીના પૈસાથી પાકું મકાન બનાવ્યું હતું. ત્યારબાદ દસ લાખ રૂપિયાની એક મોટી ગાડી પણ ખરીદી હતી. તેના હપ્તા આજ સુધી યુવતીના બેંક એકાઉન્ટમાંથી કપાઈ રહ્યા છે. એક પ્રેમિકાએ તેના પ્રેમીના તમામ સપનાને પૂર્ણ કરવા માટે શરૂઆતથી લઈને અંત સુધી નો સાથ આપ્યો હતો. પરંતુ પ્રેમીએ તેને દગો આપવાનું નક્કી કરી લીધું હતું..
હકીકતમાં જે વ્યક્તિ આપણને આટલો સપોર્ટ કરતા હોય તેને દગો આપવાનો ક્યારેય વિચાર પણ ન આવે. પરંતુ આ ડોક્ટરને એવું તો શું વિચાર આવ્યો કે તેણે તેની પ્રેમિકાને છોડીને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. આ બાબતને લઈને તેના પરિવારજનો પણ ખૂબ જ દુઃખી હતા. ડોક્ટરના મામા એ યુવતીને જણાવ્યું કે દિલીપ બીજા લગ્ન કરી લીધા છે..
ત્યારે યુવતી પણ ખૂબ જ ભાંગી પડી હતી. કારણ કે છેલ્લા 15 વર્ષથી જે વ્યક્તિને ડગલેને પગલે ઘણોખરો સપોર્ટ આપ્યો હોય તે વ્યક્તિ જો તેને દગો આપીને જતો રહે તો તેનું દુઃખ સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે. તેણે દિલીપને એમબીબીએસ ડોક્ટર બનાવવામાં તેમજ મોટી ગાડી લઇ દેવામાં બાઈક દેવામાં અને ઘર બનાવી આપવાના કુલ ૪૬ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો..
આટલો ખર્ચો કરવા છતાં પણ તેની અંતે દગો મળ્યો છે. એટલા માટે તેણે ધરમપુર પોલીસ સ્ટેશનમાં આ ડોક્ટર સામે ફરિયાદ નોંધાવી છે. અને તેણે જણાવ્યું છે કે દિલીપ નામના યુવકને તેને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. તેમજ દરેક વસ્તુ અને ભણતરમાં મદદરૂપ બની છે. તે અવારનવાર લગ્નના બહાને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરતો હતો..
પરંતુ તેઓ બંને લગ્ન થઈ ને એકબીજા સાથે જ રહેવાના છે. તેમ વિચારીને યુવતી રાજી રાજી તેની સાથે શરીર સંબંધ બાંધતી હતી. પરંતુ અંતે દિલીપે દગો આપતાં યુવતીએ તેની સામે .દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાતાની સાથે ડોક્ટર ફરાર થઇ ગયો છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી ને જલ્દી થી જલ્દી પકડી લેવામાં આવશે અને તેને જરૂરી સજા આપવામાં આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]