Breaking News

પ્રેમીએ મિત્ર સાથે મળીને પ્રેમિકાના ઢોર માર માર્યા બાદ નાક અને વાળ કાપી નાખ્યા, કારણ છે ટાંટિયા કંપાવે તેવું..!

હવે પ્રેમ પ્રકરણમાં તેમજ ઘરેલુ મામલાઓમાં હિંસાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. નાના મોટા ઝઘડાની અસરથી તેઓ એકબીજા ઉપર જીવલેણ ઘા મારવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. હાલ ધોરાજીમાં એક એવો જ કિસ્સો બન્યો છે. ધોરાજીની આંબાવાડી કોલોનીમાં સુલતાન નામનો યુવક રહે છે…

તેને ફરજાના નામની એક યુવતી સાથે પ્રેમ થયો હતો. સુલતાન ઘણા સમયથી રાજકોટ રહેવા માટે ચાલ્યો ગયો હતો. ફરજાના પણ ઘણા સમયથી રાજકોટ હતી. પરંતુ એક દિવસ તે રાજકોટ થી ધોરાજી પરત ફરી ગઈ હતી. અને તે હંમેશા માટે ધોરાજી રહેવા માટે જણાવ્યું હતું. આ બાબત સુલતાનને પસંદ ન પડી હતી…

જેના કારણે તેઓ વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડા ચાલતા હતા. અને સુલતાન ફરજાના ને અવાર નવાર રાજકોટ જવા માટે દબાણ કરતો હતો. એક દિવસ સુલતાન કંટાળીને એવું પગલું ભરી લીધું હતું કે જેના કારણે હાલ તે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે. તેણે પોતાના મિત્ર રાહુલ ની મદદથી ફરજાના સાથે ઝઘડો કર્યો હતો…

અને ફરજાના ના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેને તેના મિત્રો સાથે મળીને યુવતીને પકડી રાખી હતી. ત્યારબાદ તેને બદનામ કરી નાખવા માટે માથાના આગળના ભાગેથી વાળ કાપી નાખ્યા હતા. તેમજ યુવતીના ગાલ અને શરીર ઉપર ગંભીર ઘર માર્યા હતા. ફરજાના ખુબજ લોહીલુહાણ થઇ હતી…

કારણ કે તેણે હાથ પગ ઉપર ઘા માર્યા હતા. તેમજ તેનું નાક પણ કાપી નાખ્યું હતું. આ પ્રકારની હિંસાનો ભોગ બનેલી યુવતી અને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગામી તપાસની કામગીરી હાથધરી છે. સાવ નાની અમથી વાતમાં પ્રેમીએ પ્રેમિકાને વાળ તેમજ નાક કાપી નાખ્યા હતા..

જેના કારણે આ મામલો ગરમાયો છે. આજે પ્રેમી સહિત અન્ય બે યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આગામી સમયમાં આ પ્રકારના બનાવો ન બને એના માટે પોલીસ પૂરી મહેનત કરી રહી છે. પરતું આ બાબતે લોકોમાં જાગૃતતા આવવી ખુબ જ જરૂરી છે. કારણ કે લોકો જાગૃત નહી બને ત્યાં સુધી કશું જ શક્ય નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *