જોધપુરમાં એક હત્યા નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે ટ્રેન નીચે કપાઈને આત્મહત્યા કરી હતી. જોધપુરના નાગોર માં રહેતો હેમંત મહેશ્વરી કપડાનો વેપારી છે.તેમજ લક્ષીતા એ જોધપુરના સજોત રોડ પર રહે છે. લક્ષીતા અને હેમંત નું લગભગ 5 વર્ષથી અફેર ચાલતું હતું. જેના વિશે બંનેના પરિવારજનોને જાણ ન હતી.
થોડા દિવસો પહેલા હેમંત અને લક્ષીતાએ લગ્ન કર્યા હતા. પરંતુ ઘરવાળાઓ તેમના આ સંબંધથી બિલકુલ ખુશ ન હતા. લગ્ન પછી હેમંત અને લક્ષિતા જોધપુરમાં મેડિકલ માર્કેટ પાસે સ્થિત એક હોટલમાં મળ્યા હતા. અહીં હેમંતે લક્ષીતા ને ચાકુ મારીને હત્યા કરી હતી. તેમજ ત્યારબાદ હેમંત મંડોર વિસ્તાર નજીક ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી હતી.
તેમના પરિવારજનોને આ બાબતની જાણ થતા તેમણે જોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. જોધપુર પોલીસમાં ફરજ બજાવતા ACP નુર મોહમ્મદે મળેલી જાણકારી પરથી જણાવ્યું કે 5 વર્ષ ના અફેર પછી હેમંત અને લક્ષીતા એકબીજા સાથે ખૂબ જ પ્રેમ કરતા હતા. જેથી તેઓ લગ્ન કરવા માગતા હતા.
આ ઉપરાંત તેઓએ પોતાના ઘરે આ બાબતની જાણ કરી હતી. પરંતુ ઘરવાળા માન્ય ન હતા.તેમજ લક્ષીતા ના પરિવારજનોએ તેની સગાઈ બીજે નક્કી કરી હતી. જેને કારણે હેમંત અને લક્ષીતાએ મળવાનું નક્કી કર્યું હતું. હેમંત પોતાના ઘરે નાગોર વોટરપાર્ક જવાનું બહાનું કાઢીને ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ તે લક્ષિતાને લઈને જોધપુર મેડિકલ માર્કેટમાં રહેલી એક હોટલે મળ્યા હતા.
પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની તપાસ કરતા જાણવા મળ્યું કે તે બંને હોટલમાં એકલા મળ્યા હતા. એ દરમિયાન લક્ષીતા પોતાના પરિવારજનોના ફોન કે મેસેજ નો જવાબ આપતી ન હતી. ને કારણે તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેઓ તરત જ જોધપુર પહોંચી ગયા હતા.
હોટલમાં પ્રવેશ્યાની 45 મિનિટ બાદ હેમંત હોટલમાંથી એકલો બહાર નીકળ્યો હતો. પોલીસ દ્વારા હોટલના રૂમ ની તપાસ કરતા ત્યાં લક્ષીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. લક્ષિતાનો મૃતદેહ પલંગની પાસે જમીન પર લોહીથી લથપથ પડ્યો હતો. આ ઉપરાંત જોધપુર પોલીસને તે જ દિવસે સવારે એક આત્મહત્યા ની ખબર મળી હતી..
તેની ઊંડાઈ પૂર્વક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે જે યુવકે ટ્રેનની નીચે કપાઈને આત્મહત્યા કરી હતી તે લક્ષિતાનો પ્રેમી હેમંત જ હતો. પરંતુ હજી પણ હેમંત દ્વારા લક્ષિતાની હત્યા અને ત્યારબાદ હેમંતની આત્મહત્યા નું કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરીને આ બાબતનું કારણ જાણવા તમામ ચક્રો ગતિમાન કર્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]