જ્યારે પણ ઘરેલુ મામલાઓમાં વ્યક્તિને ખૂબ જ દુઃખ આવી પહોંચે છે. ત્યારે તે ખૂબ જ હતાશ થઇ જતા હોય છે. તેની પાસેના તમામ દરવાજા મદદ માટે બંધ થઈ જાય છે. ત્યારે તેઓ પોલીસની મદદે પહોંચતા હોય છે. હાલ એક યુવતી પોલીસની મદદે આવી હતી. તેણે પોલીસને ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, મારા પિતાનું અવસાન થયું હતું.
ત્યારબાદ મારી માતા મને ખૂબ જ મારપીટ કરતી હતી. એનાથી હું ખૂબ જ કંટાળી ગઈ હતી. એવામાં મારો પરિચય વિશાલ નામના એક યુવક સાથે થયો હતો. તો જોતા મા બંને પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા. અને 2015ની સાલમાં તેઓએ ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતા. એ સમયે વિશાલ ટ્રાવેલ્સ નું કામ કરતો હતો..
પરંતુ ધંધો બરાબર ચાલતો હતો નહીં એટલા માટે એક દિવસ તેણે મને દેહનો વેપાર કરવાનું જણાવ્યું હતું. આ સાંભળીને યુવતી ખૂબ જ સ્તબ્ધ થઈ ગઈ હતી. વિશાલ વારંવાર તેને આ કામ કરવા માટે પ્રેરિત કરતો હતો. તે એક દલાલના સંપર્કમાં હતો. દલાલના માધ્યમથી તે ગ્રાહકને શોધી લાવતો હતો. અને ખરાબ રીતે તેની પત્ની પાસે ગ્રાહકને મોકલતો હતો..
ત્યારબાદના દેહવ્યાપાર રીતે પૈસા કમાવવાતો હતો. અમરેલી, સાવરકુંડલા, ભાવનગર અને બોટાદ તેની પત્નીને લઈ જતો હતો અને ત્યાં ગ્રાહકની અગાઉથી નક્કી કરેલાં હોય ત્યાં તેને લઈ જતો હતો ત્યારબાદ ગ્રાહકો તેના પર હવસ વાસના સંતોષતા હતા. અને જે પૈસા મળે તે તમામ પૈસા તેનો પતિ લઈ લેતો હતો..
આ યુવતી ખૂબ જ ડરી ગઈ હતી અને તે મજબૂરીમાં આ બધી માયાજાળમાં ફસાઈ ગઈ હતી. આ પ્રકારનું કાર્યક્રમ ચાર વર્ષ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ તેણે રાજકોટમાં એક સ્પામાં તેને મોકલી હતી. આ યુવતીએ જણાવ્યું કે તે રાજકોટના ઘણા બધાં સ્પામાં કામ કરી ચૂકી છે. ત્યાં ઘણા બધા ગ્રાહકો આવતા હતા તેની સાથે રોજ શરીર સંબંધ બાંધતી હતી..
તે પોતે જ ભાવ નક્કી કરતી હતી અને 50% રકમ તેને મળતી હતી જ્યારે ૫૦ ટકા રકમ સ્પાના સંચાલક લઈ લેતો હતો. આટલું જ નહીં આ યુવતીને પાંચ વર્ષમાં એક પુત્ર પણ હતો છતાં પણ તેનો પતિ તેને બળજબરીપૂર્વક ખસેડીને સ્પામાં મુકી જતો હતો. હું જે સમય દરમિયાન સ્પામાં હોવ ત્યારે તેના દીકરાને તેનો પતિ સાચવતો હતો..
જિંદગી એટલી બધી ખરાબ બનતી જતી હતી કે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ઘરના સભ્યો થી કંટાળી જઈને તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને વિચાર્યું હતું કે સુખેથી જિંદગી જીવશે પરંતુ પતીએ જ તેને વેચીને ખાતો હતો. આ કામકાજ દરમિયાન તેને બે થી ત્રણ વ્યક્તિઓ ખૂબ સારા લાગે એટલા માટે તેણે તેની સાથે સબંધ ચાલુ રાખ્યા હતા..
અને તેણે વિચાર્યું કે કદાચ આ વ્યક્તિઓ તેને કામધંધાથી બચાવી શકશે. પરંતુ આ બાબતની જાણ જ્યારે તેના પતિને ત્યારે તે વધુ ત્રાસ આપવા લાગ્યો હતો. તે વારંવાર તેની પત્ની ઉપર નજર રાખતો હતો અને ઘરની બહાર પણ એકલી જવા દેતો હતો નહીં. યુવતીએ જણાવ્યું છે કે તેને બીજા કોઈ વ્યક્તિ પાસે તેને સુવડાવવામાં કોઈપણ પ્રકારનો વાંધો હતો નહીં..
પરંતુ કોઇ અન્ય વ્યક્તિ તેને સ્વીકારી લેશે અને તેનો ધંધો અટકી જશે એ વિચારીને તે અન્ય કોઈ વ્યક્તિ સાથે મળવા પણ દેતો હતો નહીં. થોડા દિવસ બાદ તેણે વિદ્યાનગરના એક એવરેસ્ટ વેલનેસ સ્પા સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં તેનું સંચાલન કિશન ઠાકોર તેની તમામ પરિસ્થિતિઓને જાણતો હતો..
તેણે તેને લાલચ આપી હતી કે હું તારા પતિ તેને છૂટાછેડા આપવી દેશે પરંતુ તારે મને તો રોજના આઠ હજાર રૂપિયા આપવા પડશે. એટલા માટે ગ્રાહકો પાસેથી પૈસા યુવતી લેતી તે તમામ પૈસા કિશન પડાવી લેતો હતો. કિશન ઠાકોર ડ્રગ્સનું વ્યસન ધરાવતો હતો. એટલા માટે તે યુવતીને સેવન કરાવતો હતો..
આટલી બધી બાબતોને સહન કર્યા બાદ તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. અને કહ્યું છે કે છેલ્લા પંદર દિવસથી હું મારી બહેનપણીના ઘરે છું અને હું આ તમામ ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માગું છું. હકીકતમાં આ ઘટના સાંભળ્યા બાદ ભલભલા લોકોએ માથું પકડી લીધું છે અને વિચારો પર મજબૂર બન્યા છે કે આખરે આટલો અત્યાચાર સહન કર્યા બાદ પણ તેના પતિનો જીવ કેમ ચાલ્યો હશે. આવા લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ જેથી કરીને મહિલા ઉપર અત્યાચાર ગુજારનાર લોકોની આંખો ઉઘડી જાય.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]