Breaking News

પ્રેમ લગ્નના 7 દિવસમાં જ યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું, કારણ જાણીને મોટા મોટા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા..!

કેટલાક લોકો પોતાના માતા પિતાની પરવાનગી વગર પ્રેમ લગ્ન કરતા હોય છે. ત્યારબાદ તેમને પછતાવાનો વારો આવતો હોય છે. આવો જ એક કિસ્સો ઇન્દોરમાં સામે આવ્યો છે. એક 22 વર્ષીય યુવકે પોતાના માતા પિતા વિરુદ્ધ જઈને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 7 દિવસ બાદ જ તેને આત્મહત્યા કરવાનો વારો આવી ગયો હતો.

મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર શહેરના પીપલીયારાવ ના રહેવાસી સોહનસિંહને 22 વર્ષનો એક પુત્ર છે.જેનું નામ હરમલ સિંહ છે. હરમલસિંહ એ પોતાનો સંપૂર્ણ અભ્યાસ ઈન્દોરમાં પૂર્ણ કર્યો હતો. હરમલ સિંહ અભ્યાસ દરમ્યાન સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે મિત્રતા થઈ ગઈ હતી. જેનું નામ સાક્ષી હતું.

તેઓ સોશિયલ મીડિયા મારફતે એકબીજા સાથે દરરોજ વાતો કરતા હતા. એક વર્ષ પહેલા બંને એકબીજા સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેઓ એકબીજાને મળ્યા ત્યારે તેમને પ્રેમ થઈ ગયો હતો. તેઓ વચ્ચેનો આ સંબંધ એક વર્ષ સુધી ચાલ્યો, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

પરંતુ હરમલ સિંહ ના પિતા સોહન સિંહ આ લગ્ન માટે તૈયાર ન હતા. પરંતુ સાક્ષીની માતા લગ્ન માટે પરવાનગી આપતા તે બંને આર્ય સમાજ મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ હરમલના પરિવારે તેને પોતાની સાથે રાખવા માટે નો ઇનકાર કર્યો હતો. તેમજ સાક્ષીને પોતાના ઘરમાંથી બહાર કાઢવાનું કહ્યું હતું.

ત્યારબાદ હરમલ સતત તણાવમાં રહેતો હતો. લગ્નના 7 દિવસ થઈ ચૂક્યા હતા. પરંતુ હરમલ ની મૂંઝવણ અને ચિંતા સતત વધતી જતી હતી. જેથી તેણે કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બાબતની જાણ થર્મલ ના માતા પિતાને થતા તેણે તરત જ પોલીસને આ બાબતની જાણ કરી હતી.

ઇન્દોરના ભવરકુવાના એ.એસ.આઇ રામસ્વરૂપ ગોહિલ એ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસએ ઘરની તપાસ દરમિયાન હરમલ નો મોબાઇલ જપ્ત કર્યો હતો. જેમાં તેણે સુસાઇડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટમાં ઘર મળે પોતાના માતા પિતા પાસે લગ્ન બાબતે માફી માગી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *