કોરોનાના આકરા સમયમાં ડોક્ટર ભગવાન બનીને લોકોની સેવા કરી રહ્યા હતા. પોતાના જીવને જોખમમાં નાખીને પણ ડોક્ટર ખડે પગે 24 કલાક દર્દીઓની સેવા કરી હતી. અને કોરોના મુક્ત બનાવ્યા છે. પરંતુ ઘણા બનાવો એવા પણ બની ચૂક્યા છે જેમાં ડોકટરની બેદરકારીના કારણે કોઈ સામાન્ય દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે..
અને આજે આ પ્રકારનો જે બનાવો કલોલ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ એક બાળકનો જીવ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કારણ કે કાજલબેન દંતાણી નામની એક ગ.ર્ભવ.તી મહિલાને પ્રસુતિની પીડા ઊપડી હતી અને તાત્કાલિક ધોરણે તેમને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા..
પરંતુ તેઓને જ્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં જઈને જાણ થઈ કે હોસ્પિટલમાં કોઈપણ ડૉક્ટર કે નર્સ હાજર છે નહી. એટલા માટે તેમની સારવાર શક્ય રહેશે નહીં. આ ઉપરાંત તેને પ્રસૂતિની ખૂબ જ પીડા ઊપડી હતી. તેના કારણે તેઓની હાલત ખુબ જ ગંભીર થવા લાગી હતી. આ મહિલાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ ખૂબ જ સમય વીતી જશે..
એ વિચારીને તેમના પરિવારજનોએ ત્યાં રહેલા એક સફાઈ કામદાર મહિલાની મદદ માંગી હતી અને ત્યારબાદ તેની મદદથી મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. આ પ્રસુતિ સુધી દરમિયાન મહિલાને એક બાળકનો જન્મ થયો હતો. જન્મ થતાની સાથે જ ખૂબ જ રડવા લાગ્યો હતો..
કલોલ સિવિલ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર કે નર્સ હતું નથી. એટલા માટે તેઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બાળકને ત્યાં પહોચે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે, તેઓ સમયસર વેરો અને ટેક્સ ભરી રહ્યા છે. છતાં પણ તેમને મૂળભૂત સેવાઓ મળતી નથી..
હોસ્પિટલની બેદરકારીના કારણે આજે તેમના ઘરે પારણું બંધાતું બંધાતાં અટકી ગયું છે. અને તેમના ઘરે જન્મેલા બાળક જન્મતાં વેંત જ મૃત્યુ થયું છે. આ મહિલાના પરિવારજનોએ બેદરકારી કરનાર શખ્સો સામે કાયદેસરના પગલાં ભરવાની માગણી કરી છે. હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ સમયસર હાજર હોત તો તાજા અને કુમળા બાળકનું મૃત્યુ થયું ન હોત..
અને આજે પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. પરંતુ જન્મતાવેંત જ બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોએ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. જ્યારે બાળકની માતા કાજલબેન રડી રડીને લોથપોથ થયા છે. આ બનાવને પગલે સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચાઓ ચાલી છે અને તંત્ર તેમજ પ્રશાશન સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]