Breaking News

પ્રમુખસ્વામી નગરમાંથી બાપાનાં આશીર્વાદ લઈને ઘરે જતા હરિભક્તોની બસને અકસ્માત નડ્યો, સામેથી અથડાયેલી કારમાં સવાર 8 સહીત કુલ 9 લોકોના મોત.. ઓમ શાંતિ..!

જો સાચા મનથી ભગવાનની ભક્તિ અને પ્રાર્થના કરવામાં આવે તો ભગવાનનો સાથ સહકાર જરૂર આપડી સાથે રહે છે, જેનો ઉત્તમ દાખલો હાલ એક કાળમુખા અકસ્માતમાં જોવા મળ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં કુલ 9 લોકોનો જીવ ગયો છે જે ખુબ જ દુઃખદ બનાવ છે પરતું સામે આખી બસના ઘણા લોકોના જીવ બચી ગયા છે એ સારી બાબત છે.

હાઈવે ઉપર અવાર-નવાર અકસ્માતના દ્રશ્યો સામે આવે છે. આજે વહેલી સવારે અકસ્માતના સમાચાર સામે આવી ગયા છે કે જે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકોના રુંવાટા બેઠા થઈ ગયા છે. આ ગોઝારો અકસ્માત ગુજરાતના નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે. આ અકસ્માત એક લક્ઝરી બસ અને ફોર્ચુનર કાર વચ્ચે સર્જાયો હતો..

લક્ઝરી બસ અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમાંથી પરત ફરીને વલસાડ તરફ આવી રહી હતી, જ્યારે બીજી બાજુ એક ફોર્ચુનર કારની અંદર વલસાડ થી ભરુચ તરફ કુલ આઠ લોકો આવી રહ્યા હતા. આ કાળમુખો અકસ્માત નવસારી જિલ્લાના વેસવા ગામ નજીક બની જવા પામ્યો છે. આ અકસ્માતની અંદર કુલ નવ લોકોના મૃત્યુ થયા છે..

આ કાળમુખી ઘટનાને લઈને અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી છે. બસના ડ્રાઈવરએ પણ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ અને ભગવાનના આશીર્વાદ અમારી સાથે હતા એટલે અમે બચી ગયા છે. પરતું આ અકસ્માતને લઈને સૌ કોઈ શોકના માહોલમાં ચાલ્યા ગયા છે. વલસાડ થી ભરૂચ તરફ આવેલી ફોર્ચ્યુનર કારની અંદર કુલ આઠ લોકો સવાર હતા.

જેમાં ફોર્ચુનર કારના ડ્રાઇવરને અચાનક જ જોકું આવી જતા. તેમની કાર હાઇવે પરની રેલિંગ કૂદીને સામેની બાજુ જતી રહી હતી. જ્યાં સામેથી આવતી લક્ઝરી બસની સાથે અથડાતાની સાથે જ ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો હતો. જેમાં ફોર્ચુનરમાં સવાર કુલ આઠ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે લક્ઝરી બસમાં સવાર અન્ય એક મુસાફરને આ અકસ્માત જોતાની સાથે જ હૃદય રોગનો હમલો આવી ગયો હતો અને તેનું પણ મૃત્યુ થઈ ગયું છે.

એટલે કે આ કાળમુખો અકસ્માત કુલ નવ લોકોની જિંદગીને ભરખી ગયો છે. જ્યારે આ ઘટના બની જવા પામી ત્યારે હાઇવે લોહિયાળ બની ગયો હતો. ચારેકોર લોકોની મરણ ચીખો સંભળાઈ રહી હતી. બસની અંદર સવાર કુલ 30 જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી છે. આ તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે.

એમાંથી 11 લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે અને વ્યક્તિને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ફોર્ચુનરમાં સવાર મૃતક લોકો અંકલેશ્વરની પ્રો લાઇફ ફાર્મા નામની એક કંપનીના કર્મચારીઓ હતા. જ્યારે લક્ઝરી બસની અંદર બેઠેલા તમામ લોકો વલસાડના ગામના વતની છે.

અને તેઓ અમદાવાદ ખાતે બીએપીએસ પ્રમુખ સ્વામી નગર શતાબ્દી મહોત્સવમાં મુલાકાતે ગયા હતા અને ત્યાંથી તેઓ વલસાડ પોતાને વતન પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમને આ અકસ્માત નડ્યો છે. આ અકસ્માતની અંદર નીતિન ઘનશ્યામભાઈ પાટીલ, જયદીપ કાંતિભાઈ પેથાણી, જયદીપ કાળુભાઈ ગોધાણી, ધર્મેશ પ્રકાશભાઈ શેલડીયા, જગદીશ રસિકભાઈ દુધાત, મયુરકુમાર ધીરુભાઈ વવૈયા, નવનીત મોહનભાઈ, પ્રજ્ઞેશ રણછોડભાઈ વેકરીયા તેમજ ગણેશ મોરારભાઈ ટંડેલ નો સમાવેશ થાય છે..

આ તમામ મૃતક વ્યક્તિઓની ઉંમર 23 વર્ષથી લઈ 35 વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું છે. ફોર્ચુનરના કારચાલકની અચાનક જ જોકુ આવી જતા આ કાળમુખો અકસ્માત સર્જાઈ ગયો છે. જ્યારે બીજી તરફ અમદાવાદ પ્રમુખસ્વામી નગર શતાબ્દી મહોત્સવમાંથી દર્શન કરીને પરત આવતા લોકોએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે, અચાનક જ તેમની સાથે આવી કાળમુખી ઘટના બનવા જઈ રહી છે..

અકસ્માત થતાની સાથે જ ત્યાં ઘણા બધા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ કુરચો બોલી ગયો છે તો ફોર્ચુનર કાર આખે આખી કચરો થઈ ગઈ છે. કારના દ્રશ્ય જોતા જ સૌ કોઈ લોકો હચમચી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *