Breaking News

પોતાના લગ્ન હોવાથી સલુનમાં વાળ કપાવવા ગયેલા યુવકને વાળંદે વાતોમાં ગોળ-ગોળ ફેરવીને કરી નાખ્યું એવું કે જે દરેકે જાણી લેવું જોઈએ, પુરુષો ખાસ ચેતજો..!

દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગ નજીક આવે ત્યારે તેઓ જુદી-જુદી તૈયારી કરી દે છે. આ તૈયારીના ભાગરૂપે તેવો તૈયાર થવામાં ઘણો સમય વીતાવે છે અને સારા દેખાવા માટે જુદી-જુદી ટ્રીટમેન્ટ પણ કરાવવા લાગતા હોય છે. અત્યારે 21 વર્ષના કુણાલ યાદવ નામના એક વ્યક્તિના લગ્ન નજીક આવતા હોવાથી સમગ્ર પરિવાર લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

કુણાલના લગ્ન ઉત્તર પ્રદેશમાં થવા જઈ રહ્યા હતા. એ પહેલા જ તેમની સાથે ખૂબ મોટો બનાવ બની ગયો છે. લગ્ન પહેલા તે સલૂનમાં જઈને વાળ કટીંગ બ્લીચિંગ તેમજ ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા ધરાવતો હતો. એટલા માટે તે એક સલુન ઉપર ગયો હતો. પરંતુ તે આ બાબતથી બિલકુલ અજણા હતો કે, તેની સાથે ખૂબ જ મોટો બનાવો બનવા જઈ રહ્યો છે.

તેણે સુદામાનગર પાસે આવેલા ચારોલીયા માર્કેટની અંદર આ તમામ ટ્રીટમેન્ટ નો ભાવ જાણ્યા હતા અને 3100 માં વાત ફાઈનલ કરી દેવામાં આવી હતી. જેની અંદર બે વખત ફેશિયલ અને એક વખત વાળ કટીંગ સહિતની જુદી-જુદી ચીજ વસ્તુઓ સામેલ થતી હતી. સોમવારના દિવસે તે ફેસિયલ અને બ્લીચીંગ કરાવવા માટે અહીં આવ્યો હતો.

ત્યારે તો તે સલામત પોતાને ઘરે પહોંચી ગયો હતો. પરંતુ જ્યારે બીજા દિવસે તે પોતાના બે સગા સંબંધીઓને સાથે લઈને અહીં વાળ કાપવા માટે આવી પહોંચ્યો ત્યારે તેની સાથે ખૂબ જ ઘટના બની ગઈ હતી. જ્યારે આ વાળંદ તેના વાળ આપી રહ્યો હતો. ત્યારે તેને કંઈક ઉંધી જ શંકા જવા લાગી હતી..

પરંતુ તેને પોતાની વાતોમાં ઉલજાવી રાખતો હતો. જેથી કૃણાલને કંઈક ઊંધી ઘટના બનતી હોય તેવી શંકા ગઈ હતી. પરંતુ તેના વાળનું કટીંગ પૂરું થઈ જતા તેને ખુરશી ઉપરથી ઉભો કરી દેવામાં આવ્યો અને તેના બંને સગા સંબંધીઓને વારાફરતી બેસાડવામાં આવ્યા હતા. ત્યારે વાળ કટીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ તેઓ ત્યાંથી પૈસા આપીને પોતાને ઘરે આવવા માટે રવાના થઈ રહ્યા હતા..

તે જ્યારે પોતાને ઘરે દરવાજા પાસે આવી ગયો ત્યારે તેને ગળામાં હાથ ફેરવ્યો હતો. તેનો સોનાનો ચેન ગાયબ હતો. તે તરત જ સમજી ગયો કે વાળંદને વાળ કાપતી વખતે તેના ગળામાંથી સોનાનો ચેન સેરવી લીધો છે. તે તરત જ અહીં પોતાનો સોનાનો ચેન શોધતો શોધતો આવી પહોંચ્યો હતો. તેણે વાળંદની પણ પૂછપરછ કરી પરંતુ જણાવી દીધું કે, તેની પાસે કોઈપણ પ્રકારનો સોનાનો ચેન નથી..

કૃણાલની સાથે રહેલા તેના અન્ય બે સગા સંબંધીઓ તાત્કાલિક ધોરણે પોલીસને ફોન કરીને અહીં બોલાવી લીધી હતી અને જણાવ્યું કે, તેના સોનાની ચેન અહીંથી ગુમ થઈ ગઈ છે. સલુનની અંદર લાગેલા સેસીટીવી કેમેરાને પોલીસે ચેક કર્યા હતા. ત્યારે જાણકારી મળી કે આ સોનાની યુવકે ચોરી કરી લીધી છે..

આ યુવકનું નામ દીપક જોશી હોવાનો સામે આવ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી સલોનો ધંધો ચલાવે છે. જ્યારે તેનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ક્યાંયથી સોનાની ચેન મળી નહીં, પરંતુ તેના અંદર ગારમેન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યો ત્યારે સોનાની ચેન મળી આવી હતી. પોલીસે તરત જ આ ચેન કુણાલ યાદવને સોંપી દીધી હતી..

અને વાળંદ દીપક જોશી સામે કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીની અંદર તે પોતાના નામ અને નિવેદન સતત બદલવા લાગ્યો છે. અમુક વખતે પોતાનું નામ દીપક જોશી બતાવી રહ્યો છે. તો અમુક વખત તે પોતાનું નામ દિપક શર્મા બતાવી રહ્યો છે. તેની પાસેથી અન્ય કોઈ ચીજ વસ્તુઓ મળી આવી નથી..

પરંતુ તેણે આ સોનાની ચેન ચોરી કરી લેવાનો ઇરાદો દાખવ્યો હતો. જેને લઈ અત્યારે તેને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. વાળંદની દુકાને જતી વખતે આપડી પાસે રહેલી કીમતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, દરેક વાળંદ આવા હોતા નથી. પરતું અમુક લોકોને કારણે અત્યારે ગ્રાહકોને મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *