Breaking News

પોતાના જ વિશ્વાસુ કારીગરે કરી સુરતના હીરા વેપારી સાથે ઠગાઈ, રકમ છે ખુબ જ મોટી… વાંચો !

સુરતએ હીરાનું શહેર કેહવામાં આવે છે. અહિયાંથી દેશના 80 ટકા હીરાની બનાવટ થાય છે. સુરતના હીરા ઉદ્યોગનો ડંકો સમગ્ર વિશ્વમાં ગાજે છે. પરતું હીરાબજારમાં હવે ઠગાઈ કરનારનીહિંમત વધતી જાય છે. અવારનવાર ઠગાઈના કિસ્સાઓ સામે આવતા હોઈ છે પરતું આ વખતે એવો કિસ્સો સામેં આવ્યો છે કે જે વાંચીને કદાચ તમને તમારા કારીગર પરથી પણ વિશ્વાસ ન રહે એવું બની શકે છે!

કારણકે હંમેશા સબંધોનો લાભ લઈને ઠગાઈ કરનાર આપડો જ કોઈક નજીકનો ખેલાડી હોઈએ છે. તેઓ એક પળ પણ સબંધોનો વિચાર કરતા નથી અને ઘરમાં જ ડખાઓ પેદા કરી દે છે. મિત્રો આજે અમે તમને વાત કરીશું સુરતના મહીધરપુરા હીરાની ઓફીસ ધરાવતા એક હીરા વેપારી અને તેની સાથે થયેલી ઠગાઈની..

સુરતના મહીધરપુરા જદાખાડીમાં ઓફીસ લઈને પોતાનો વ્વસાય ચલાવતા એક હીરા વેપારીએ પોતના સૌથી વધારે વિશ્વાસુ કારીગરને હીરાના વેચાણના કામ માટે છેલ્લા 4 વર્ષથી દિલ્હી મોકલ્યો હતો. ત્યાં તેના રેહવાની , ખાવાની જેવી તમામ સુવિધાનો ખર્ચ સુરતના હીરા વેપારી ભોગવતા હતા. તેને મહીને 18 હાજર રૂપિયા પગાર આપવામાં આવતો હતો.

આ સેલ્સમેન ભરત રાજપૂત દિલ્હીમાં છેલ્લા 4 વર્ષથી રેહતો હતો. લોકડાઉનના કારણે તે તેના વતન બનાસકાંઠા આવ્યો હતો. લોકડાઉન ખુલી જતા તે પાછો પોતાના કામે દિલ્હી ગયો હતો. ત્યાં જતા જ તેને સુરતના હીરા વેપારીના 1.18 કરોડ રૂપિયાના હીરા સેઈફ વોલ્ટ માંથી લઈને ક્યાંક ફરાર થઈ ગયો છે.

26 જુને હીરાના વેપારી અશોકભાઈ દિલ્હીમાં સરપ્રાઈઝ વિઝીટ માટે જતા સમગ્ર ભાંડો બહાર આવ્યો હતો. તે બાદ સેલ્સમેન ભરતને વારંવાર ફોન કરવા છતા તેનો ફોન બંધ જ આવતા વેપારીએ સેઈફમાં વોલ્ટ ખોલાવ્યું તો તેમાંથી 63 હીરા અને ભરતો મોબાઈલ ફોન મળ્યો હતો.

અશોકભાઈએ સેઈફમાં જઈ વોલ્ટ ખોલાવ્યું તો તેમાં 63 હીરા અને ભરતનો મોબાઈલ ફોન મળ્યા હતા આમ સેલન્સમેન ભરત રૂ.1.16 કરોડની કિંમતના 37.28 કેરેટના 23 નંગ હીરા લઈ ફરાર થઈ ગયો જતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે દિલ્હીના બજારમાં પણ તેની તપાસ કરાવ્યા બાદ આજદિન સુધી તેને લઈ કોઈ માહિતી મળી નથી ભરત રાજપૂત વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી પોલીસે પણ આરોપી ભરતને શોધવા ચક્રોગતિમાન કર્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *