સુરતના ઇતિહાસમાં પહેલીવાર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે મહિલા પોલીસની નિમણૂંક કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ ઓફિસર રૂપલ સોલંકીને સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બનાવી દેવામાં આવ્યા છે. તમે જ્યારે રૂપલ સોલંકીની સાહસિક કહાની સાંભળતા જ તમે પણ વિચારમાં મુકાઇ જશો કે ખરેખર આ મહિલા ઓફિસર ખૂબ જ પ્રભાવશાળી છે..
જ્યારે ઓફિસર રૂપલ સોલંકી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે જ મહિલાઓ સાથે થતાં અત્યાચારના કેસો ખૂબ જ ઓછા થશે એવી સૌ કોઈ લોકોને આશા જાગી ઊઠી છે. આ સાથે સાથે શહેરમાં ક્રાઈમનો ઓછો કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. જ્યારે પણ કોઈ પણ સ્ત્રી માતા બની જાય ત્યારે તે પહેલાં કરતાં પણ વધારે મજબૂત બની જતી હોય છે..
તેઓએ પોણા બે મહિના પહેલાં જ એક દીકરાને જન્મ આપ્યો છે અને આજે તેઓએ શહેરના ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ મેરી કોમ નામની ફિલ્મ જોઈ છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મેરિકોમને જુડવા બાળકો હતા છતાં પણ તે તાલીમ મેળવવા માટે કોઈ પાસે રોજ જતી હતી.
અને એ ફિલ્મનો એક ડાયલોગ તેઓને યાદ છે કે, જ્યારે કોઈ પણ સ્ત્રી માતા બની જાય છે. ત્યારે તે વધારે મજબૂત બની જતા હોય છે. આ સાથે સાથે રૂપલ સોલંકીએ જણાવ્યું કે, હું મારા કર્તવ્યની સાથે સાથે મારા પરિવારની પણ બધી જવાબદારી સંભાળી લઈશ. તેમની આ બાબતો ખૂબ જ સરસ છે.
કારણકે પરિવારની સાથે સાથે ડીએસપી તરીકેની ફરજ બજાવી એક મહિલા તરીકે ખૂબ જ અઘરી હોય છે. કારણ કે નાના બાળકોની સારસંભાળની સાથે સાથે અન્ય ઘણા બધા કામોમાં સમગ્ર દિવસ ચાલ્યો જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પુરુષ કે સ્ત્રી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ક્યારેય પણ જોવા મળ્યો નથી..
અને જોવા મળશે પણ નહીં. તેઓને જે જવાબદારી મળશે તેને સંપૂર્ણ નિષ્ઠાથી બજાવશે. આ સાથે જ દરેક ટીમમાં રસપૂર્વક કામ કરશે અને મહિલા અને બાળકોને લગતા ગુનાઓને પણ જોતજોતાની અંદર ખતમ કરી નાખશે. હકીકતમાં ગુજરાત પોલીસનો દબદબો ભારતના તમામ પોલીસમાં સૌથી આગળ હોય છે..
કારણ કે ગુજરાત પોલીસ એકદમ તાલીમ બંધ તેમજ ખૂબ જ માસ્ટર માઇન્ડ હોય છે. આરોપીઓ પોલીસથી બચવાના ગમે એટલા રસ્તાઓ અપનાવી લે છતાં પણ ગુજરાત પોલીસ તેમને પકડવામાં કોઈ કસર બાકી મુકતી નથી. છેવટે આસમાન ચીરીને કે ધરતી ફાડીને પણ આરોપીઓને પકડી પાડીને તેના કરેલા ગુનાઓની સજા જરૂર આપે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]