Breaking News

પોલીસને મળેલી બાતમી મુજબ ટ્રકમાં ચેકિંગ કરતા સાબુ અને શેમ્પુના બોક્સ ખોલતા જ મળ્યું એવું કે, જોઇને સૌના ડોળા ફાટી ગયા..!!

શહેરોમાં ગેરકાનૂની પ્રવૃત્તિ ખૂબ જ વધી છે. અવારનવાર લોકો ગેરકાનૂની પ્રવૃત્તિ કરીને વધારે પૈસા કમાઈ રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તેની સાથે સાથે આવી નશાખોરીની પ્રવૃત્તિઓ થતી હોવાને કારણે આજની યુવાન પેઢી પણ ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

જેમાં બુટલેગરો બેફામ બન્યા છે. તેઓ અવનવી તરકીબો કરીને રાજ્યમાં દારૂ ઘુસાડી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં બની હતી. સુરતના ઓલપાડ જિલ્લાના ભટ્ટ ગામમાં ઘણા સમયથી આવી હેરાફેરી ચાલી રહી હતી. ઘણા સમયથી નશાખોરીની પ્રવૃત્તિ ચાલી રહી હતી અને નશીલા પદાર્થોની હેરાફેરી એક જગ્યાએથી બીજી જગ્યાએ બુટલેગરો કરી રહ્યા હતા.

બુટલેગરો મળીને એવી તરકીબ કરતા હતા કે પોલીસ પણ આજ સુધી જાણી શકી ન હતી પરંતુ કાળા કામ થોડા દિવસના જ મહેમાન હોય છે આ કહેવત સાચી પડી હતી. જેના આધારે એક દિવસ પોલીસને બાતમી મળતા પોલીસે ઓલપાડ ગામના ભટ્ટ ગામમાં રેડ પડી હતી. તે સમયે એક ટ્રકને પકડી પાડવામાં આવ્યો હતો.

આ ટ્રકનું ચેકિંગ કરતા સમયે બોક્સમાંથી સાબુ અને શેમ્પુના બોક્સ મળી આવ્યા હતા. તે સમયે પોલીસને કોઈ પણ બીજા પદાર્થો મળ્યા ન હતા પરંતુ સાબુના બોક્સ અને શેમ્પુનું પેકિંગ ખોલીને જોયું તો તેમાં કંઈ અલગ જ મળ્યું હતું આ જોતા જ પોલીસ ચોકી ગઈ હતી. સાબુના પેકિંગમાંથી નશીલા પદાર્થો મળી આવ્યા હતા.

અને શેમ્પુની પડીકીઓ માંથી બીયર તેમજ વિસ્કી મળી આવી હતી. ડુંગર પોલીસે આ વિદેશી દારૂ તેમજ ટ્રકમાં આવેલા વ્યક્તિઓના મોબાઇલ ફોન ની ઝડપી પાડ્યા હતા. જેમાં દરેક વ્યક્તિઓના નામ પૂછતા તેઓ સુરતના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને આ પાર્સલ સુરતના ઘણા બધા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતા હતા.

જેને કારણે પોલીસે ₹3,80,780 નો મુદ્દા માલ જપ્ત કરી લીધો હતો અને તેની સાથે સાથે ટ્રક તેમજ મોબાઇલ ફોન જપ્ત કરી લીધા હતા. આવી ઘટના બનતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આ ટ્રક કઈ જગ્યાએથી આવ્યો હતો અને આગળ કઈ જગ્યા પર જવાનો હતો તેની શોધખોળ ચાલી રહી હતી.

તેમનું ગોડાઉન પણ શોધવામાં આવ્યું હતું. આજકાલ બુટલેગર ખૂબ જ બેફામ બનીને નવી નવી તરકીબો કરીને પોતાનો ધંધો કરી રહ્યા છે અને આજની યુવાન પેઢીને પણ ખરાબ રસ્તે દોરી રહ્યા છે મગજ પણ કામ ન કરે તેવા પ્લાનો કરીને નશાખોરીની પ્રવૃત્તિ હજુ પણ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *