Breaking News

ચોંકાવનારો કિસ્સો: પોલીસની જ વાનમાં હેડ કોન્સ્ટેબલ અને નગ્ન અવસ્થામાં યુવતી સાથે…

ગુજરાત રાજ્યમાં અથવા બીજા અન્ય રાજ્યો માં પાછળ થોડા સમય થી અનેક વિડીયો વાયરલ થયા હોવાનો સામે આવ્યું છે જેમાં કયારેક કોઈ સામાન્ય  નાગરિક હોય અથવા કોઈ શહેરી વિસ્તાર ની ઘટના નો સમાવેશ થતો હોય છે પરંતુ આજે ગુજરાત રાજ્યમાં વાયરલ થયેલ આ વિડીયો જનતાના માનસપટલ ગંભીર અસર પાડી રહ્યો છે,

આ વાયરલ થયેલ વિડીયો એ કોઈ રાજ્યના વ્યક્તિનો નથી પરંતુ રાજ્ય અને દેશની સુરક્ષા કાજે રક્ષણ કરનાર ખાખીવર્દી ધારક પોલીસકર્મી નો હોવાનું સામે આવ્યું છે ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફ્રજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં,

એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો ઔમોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં લોકોએ અશ્વિન મકવાણાનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં જ તેમની ફજેતી કરવામાં આવી હતી. આ બનાવથી સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

ગ્રામ્ય પોલીસનો વિડીયો વાઇરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લાના શાપર–વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા જમાદાર અશ્વિન મકવાણા પોલીસની વેનમાં જ એક યુવતી સાથે કઢંગી અને પીધેલી હાલતમાં રંગરલીયા મનાવતા પકડાઇ જતા ભારે ચકચાર જાગી છે. જમાદાર તેની કુટુંબીક સાળી સાથે પોલીસની વેનમાં જ ઢોલરા રોડ પર મદમસ્ત હતો એ સમયે જ આવી ચડેલા રાહદારીઓએ જમાદારના રંગમાં ભંગ પાડીને ભાંડાફોડ કર્યો હતો,

તેમ જણાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે વાયરલ વીડિયોના દાવા મુજબ, અશ્વિન મકવાણા શાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આજે સવારના સમયે તે સરકારી વ્હીકલ લઇને તપાસના નામે નીકળી ગયો હતો એ દરમિયાન ઢોલરા રોડ ઉપર પોલીસ વેનમાં કંઇક અજુગતુ થતુ હોવાની ત્યાથી નીકળતા રાહદારીઓના ધ્યાને આવ્યુ હતુ.

લોકો વેન પાસે દોડી ગયા હતા. નજર કરતા અંદર અશ્વિન મકવાણા નામનો જમાદાર અર્ધનગન અવસ્થામાં હતો સાથે એક યુવતી પણ હતી. તેને લોકોએ મોબાઇલમાં કઢંગી હાલતના દ્રશ્યો તેમજ વિડીયો શૂંટીગ કરી લીધુ હતુ. જમાદારની આ કઢંગી હાલત અંગે શાપર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. અર્ધનગ્ન હાલતમાં રહેલા જમાદારને કપડા પહેરાવી શાપર પોલીસ મથકે લઇ જવાયો હતો.

કોટડાસાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ દારૃના નશાની હાલતમાં રંગરેલીયા કરતો હતો. આથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લોકો માર મારતા હતા અને જાહેર રસ્તા વચ્ચે જ ફજેતો કરી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનના તેમના અન્ય સાથીઓ દોડી આવ્યા હતા.

દોડી આવેલ અન્ય પોલીસકર્મીઓ અને બીજા સાથીઓ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. એકબાજુ જનતાની સુરક્ષાની અને સુખાકરી માટે નિમાયેલ પોલીસકર્મી ખાખી ને લજવી રહ્યા હતા ને પોલીસ સ્ટેશનથી આવેલ અન્ય વ્યક્તિઓનું આવું વલણથી હાજર લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું.

સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપ્યો ત્યારે તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડયો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે

હાલ આ અંગેની સંપૂર્ણ માહિતી પૂરતા પુરાવા ની જાણકારી મેળવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયા બાદ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. અને આ ઉપરાંત ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *