ગુજરાતમાં એવા ઘણા બધા ગોરખધંધો ચાલી રહ્યા છે. જેમાંથી મોટાભાગના ગોરખ ધંધાઓને બંધ કરવા માટે પોલીસ જરૂરી કામગીરી હાથ ધરે છે. પરંતુ અમુક ધંધાઓ કોઈ મોટા નેતા કે કોઈ માથાભારે વ્યક્તિઓના ઈશારે ચાલતા હોવાથી તે ક્યારે બંધ થવાનું નામ લેતા નથી અને સમાજમાં લોકોને દૂષણ તરફ પ્રેરે છે.
છેલ્લા છ મહિનાની અંદર હજારો કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જેમાં હજારો કરોડ રૂપિયાનો ડ્રગ્સ અને અન્ય નશાકારક ચીજ વસ્તુઓને પકડી પાડવામાં આવી છે. અને આ તમામ ગોરખધંધા બંધ કરાવવામાં આવ્યા છે. આ છતાં પણ ધણા લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે બે નંબરના ધંધા ચાલુ રાખ્યા છે. પોલીસને બાતમી મળતાની સાથે જ કેટલાય લોકોને દબોચી લીધા છે..
હાલ અમદાવાદમાં આ પ્રકારનો જ એક બનાવ સામે આવ્યો છે. પોલીસ પોતાના જ હદ વિસ્તારમાં ખૂબ મોટો ગોરખ ધંધો ચાલતો હોવાની બાતમી મળતા કોતરની બાજુમાં સાબરમતી નદીના પટ પાસે પોલીસની મોટી ટુકડી સાથે છાપો માર્યો હતો. આ પટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમતી રહી હતી. પોલીસને બાતમી મળતાની સાથે જ જગ્યા પર છાપો મારવામાં આવ્યો હતો..
અને કુલ 9700 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા જ તેનું ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. આ દેશી દારૂની ભઠ્ઠી એક માતા અને તેનો દીકરો ચલાવી રહ્યા છે. આ બન્ને શખ્સો એટલા માથાભારે છે કે અત્યાર સુધી પોલીસની પકડથી હંમેશા દૂર રહ્યા હતા. પરંતુ આ વખતે પોલીસે સૂઝબૂઝ રાખીને પટ પર છાપો મારતા જ કુલ 9700 લિટર દેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો.
પરંતુ આ વખતે પણ ભઠ્ઠી ચલાવનાર મા અને તેનો દીકરો બન્ને ફરાર થઈ ગયા છે. પોલીસે તેમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ સાથે દેશી દારૂ બનાવવા માટે વપરાતા બગડી ગયેલા ગોળ તેમજ કેટલાક ફળોને પણ કબજે કરીને નાશ કરવામાં આવ્યા છે. આ ભઠ્ઠી પાસેથી કુલ 770 કિલો બગડી ગયેલો ગોળ પ્રાપ્ત થયો છે..
દારૂની ભઠ્ઠી ધર્મેન્દ્ર માલવત અને તેની માતા કમલા માલવત ચલાવી રહ્યા છે. પરંતુ પોલીસ આ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર છાપો મારવાની છે એ બાબતની જાણ તેઓને કોઈને કોઈ કારણથી મળી જતા તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા છે. અમદાવાદનું એરપોર્ટ પોલીસ સ્ટેશન હદમાં આટલી બધી મોટી માત્રામાં દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી..
છતાં પોલીસ આ તમામ બાબતોને લઈને અજાણ હતી. આ બાબતને લઇને શહેરનાં ઘણા બધા લોકો પોલીસની આ કામગીરીને લઇને અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. પોલીસે જ્યારે આ જગ્યા પર છાપો માર્યો ત્યારે જમીનમાં દાટેલા ઘણા બધા પિપ મળી આવ્યા હતા. આથી પોલીસને પહેલાં શંકા ગઈ કે અહીંયા કોઈ ગોરખ ધંધાઓ ચાલે છે. પરંતુ દારૂ જોતાની સાથે જ તેઓને મળેલી બાતમી સત્યમાં પરિવર્તન પામી હતી. કારણ કે પીપની અંદર વિદેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]