પોલીસ રાજ્યમાં રહેતી તમામ લોકોને સુરક્ષા પૂરી પાડે છે. રાત્રિના સમય દરમિયાન પણ પોલીસ સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ કરે છે જેના કારણે શહેરમાં રહેતા તમામ નાગરિકોને સુરક્ષા મળી રહે અને ચેનની ઊંઘ લઇ શકે. પરંતુ હાલ એક એવો વિડિયો વાઇરલ થઇ રહ્યો છે કે જે જોયા બાદ સૌ કોઈ લોકો બોલી ઉઠ્યા છે કે આખરે રક્ષક જ શા માટે ભક્ષક બની ગયો છે..? ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચતા રહો )
આપણે એવા ઘણા બધા વિડીયો જોયા છે જેમાં પોલીસ કર્મીઓ માનવતાના ભાગરૂપે નાગરિકોને બચાવવા માટે પોતાના જીવને પણ જોખમમાં મુકી દેતા હોય છે. પરંતુ અમુક વિડીયો એવા પણ જોયા છે જેમાં પોલીસ સામાન્ય નાગરિકો ઉપર ખૂબ જ દાદાગીરી દેખાડતા હોય છે અને ખાખીનો વટ પાડવાની કોશિશ કરતા હોય છે..
તમને જણાવી દઈએ કે દરેક પોલીસ કર્મીઓ આવા નથી હોતા. રાજ્યની પોલીસ ખૂબ જ મહેનતુ, કર્મનિષ્ઠ અને ઈમાનદાર છે. પરંતુ અમુક પોલીસકર્મીઓ ના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી જતો હોય છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે..
જેમાં તમે જોઈ શકો છો કે ફળની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એક વેપારી રસ્તા પર ઊભો રહીને ફળ વેચે છે. પરંતુ આમાં પોલીસની ગાડી આવી જાય છે. અને તે તમામ ફળો અને રસ્તા પર નીચે ફેંકી દે છે. આ દ્રશ્ય બનતાની સાથે જ ફળની લારી નો માલિક પોલીસને આજીજી કરી રહ્યો છે કે સાહેબ તમે મારી સાથે શા માટે આ પ્રકારનું વર્તન કરો છો.
અન્ય ઘણા લોકો લારી લઈને પોતાનો વ્યવસાય કરે છે. છતાં પણ મારી લારીને શા માટે નુકસાન પહોંચાડો છો..? આ યુવક આટલો બધો આક્રોશમાં આવી જાય છે કે તે બે હાથ જોડીને પોલીસ સામે કહી રહ્યો છે કે મને ધંધો કરવા દો તે જોરથી બૂમ પડે છે અને કહે છે કે પોલીસવાળા લોકો મને દારૂ વેચવાનું કહે છે..
આ સાથે સાથે તે બોલી રહ્યો છે કે જો તમે મને બે ટંક ખાવાનું આપી દો તો હું ઘરે ચાલ્યો જાઉં હું મારી રીતે શાંતિથી જીવું છું અને પરિવારનું ગુજરાન ચલાવું છું. પરંતુ મારા તમામ ફળોને રસ્તા પર ફેંકીને પોલીસવાળા મારું નુકસાન કરી નાખ્યું છે. હકીકતમાં આ વિડીયો જોતાની સાથે જ તમે વિચારમાં મુકાઇ જશો કે આખરે આ ફળ વાળા વેપારી ઉપર શું ગુજરી હશે જ્યારે પોલીસે તેના તમામ ફળો અને રસ્તા પર ફેંકી દીધા હતા..
આ વિડીયો ચોક્કસ કઈ જગ્યાનો છે તે બાબતની માહિતી મળી નથી. પરંતુ ક્યાંક એવી માહિતી મળી રહી છે કે આ વિડીયો પાલીતાણા વિસ્તારનો હોઈ શકે છે. આ સાથે સાથે બોલી રહ્યો છે કે મારે ઘરે નાના બાલ બચા છે. જેમનું પેટ ભરવા માટે રસ્તા પર લારી રાખીને ફળો વેચીને ગુજરાન ચલાવે છે..
આ સાથે જ તે કહી રહ્યો છે કે અન્ય ઘણા લોકો ની લારી તેમની આસપાસ ઉભી છે. છતાં પણ તેઓએ માત્ર ફળના વેપારીની લારી ઉંધી કરી દીધી હતી. એટલા માટે રસ્તા પરના સૌ કોઈ લોકો પણ પોલીસ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે .અંતે તો લારી નો માલિક જમીન પર નીચે બેસી જાય છે. અને પોલીસને કહી રહ્યો છે કે મને પૈસા આપી દો તો ઘરે ચાલ્યો જાઉં તમારે જો મારું નૂકશાન જ કરવું હોય તો તમને કોઈ પણ નહીં કરી શકે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]