ગુજરાત પોલીસ ખૂબ જ કાબીલ અને હોશિયાર છે. અત્યાર સુધીના મોટા મોટા ગુનાઓને ગણતરીની મિનિટોમાં જ સુલજાવી નાખવાના દાખલાઓ પણ બની ચૂક્યા છે. ગુજરાત પોલીસ મોટા મોટા આરોપીઓને ધરતી ફાડીને તેમજ આસમાન ચીરીને પણ ગોતી નાખે છે. પરંતુ રાજ્યના લોકોની રક્ષા કરનાર પોલીસના અમુક કર્મીઓ ન કરવાના કામો કરી બેસે છે..
જેના કારણે સમગ્ર પોલીસ ખાતા ઉપર સવાલ ઉઠી જતા હોય છે. નિષ્ઠા અને ઈમાનદારીથી ફરજ બજાવનારા દરેક પોલીસ કર્મીઓ શપથ લેતા હોય છે કે તેઓ નાગરિકોની સેવા માટે પુરતી મહેનત કરશે. પરંતુ હાલ એક કોન્સ્ટેબલે લોકોની સેવા કરવાને બદલે 14 વરસના એક દીકરાને ઢોર માર માર્યો હતો.
આ કોન્સ્ટેબલ નું નામ શક્તિસિંહ છે. તે વડોદરા નંદેસરી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા છાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. સાંજના સમય દરમિયાન નંદેશરી બજારમાં શક્તિસિંહ અન્ય પોલીસ કર્મીઓની સાથે પોલીસ વાનમા પસાર થઈ રહ્યા હતા બજારમાં આવેલી ચાઇનીઝની લારી પાસે બે સગીર વયના બાળકો એકબીજા સાથે મસ્તી મજાક અને હસી ખેલખુદ કરતા હતા..
આ બંને બાળકો મસ્તી મજાકમાં આટલા બધા મજબુર હતા કે તેઓની સામે પોલીસની વાન પણ આવી ગઈ હતી બસ આ જ વાતને લઈને કોન્સ્ટેબલ શક્તિસિંહ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા હતા અને આ કિશોરને માર મારવાનું શરૂ કરી દીધું હતું. માત્ર તેમની પોલીસની ગાડી ની સામે આવી જતા જ પોલીસ કર્મી શક્તિસિંહે પિત્તો ગુમાવી દીધો હતો..
14 વર્ષના બાળકનું નામ મહેશ છે. મહેશના કાકાની દુકાન નંદેશરી બજારમાં ચાલે છે. શક્તિસિંહે મહેશને મારવાનું શરૂ કરી દેતા મહેશ તાત્કાલિક ધોરણે દોડતો સીધો તેની કાકાની કરિયાણાની દુકાનમાં ઘૂસી ગયો હતો. પરંતુ શક્તિસિંહ પણ તેની પાછળ પાછળ કરિયાણાની દુકાનમાં ઘૂસી આવ્યો હતો..
અને ૧૪ વર્ષના દીકરાને દુકાનની બહાર કાઢીને જાહેર રસ્તા ઉપર ઢોર માર મારવા લાગ્યો હતો. દુકાનની અંદર પણ શક્તિસિંહે બાળકને ત્રણ થી ચાર લાફા ચોડી દીધા હતા. દુકાનની બહાર તો બેરહેમીથી માર મારતા આસપાસના સૌ કોઈ લોકો વિચારમાં મુકાઇ ગયા હતા કે આખરે રક્ષક જ શા માટે ભક્ષક બની ગયો છે..
સ્થાનિક લોકોનું કહેવું હતું કે કોન્સ્ટેબલ શક્તિસિંહ ખૂબ જ નશાની હાલતમાં હતો. શક્તિસિંહે મહેશને ગુપ્ત ભાગો પર પણ પાટા માર્યા હતા. એટલા માટે બાળક ખૂબ જ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આ સાથે સાથે માથાના ભાગ પર પણ ખૂબ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ બનતાની સાથે જ બાળકને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો..
જ્યારે નંદેશરી પોલીસ મથકમાં 14 વરસના દીકરાના ગ્રામજનો પહોંચી ગયા હતા. અને ન્યાયની માંગણી કરવા લાગ્યા હતા. આ બાબત એટલી મોટી બની ગઈ હતી કે વડોદરા પોલીસ કમિશનરે પણ એસીપીને તાત્કાલિક ધોરણે આ કોન્સ્ટેબલની કામગીરીના તપાસના આદેશ આપીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે છાણી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીની અટકાયત પણ કરવામાં આવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]