Breaking News

પોલીસ કોન્સ્ટેબલને ફેસબુકમાં મિત્રતા કરવી ભારે પડી, એની સાથે જે થયું તે સૌ કોઈએ જાણવું જ જોઈએ…

અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રતા કરીને અલગ અલગ પ્રકારે લુંટ બોલાવી કે કોઈની પર્સનલ ઇન્ફોરમેશન કાઢવી લેવાના બનાવો ખુબ જ વધી રહ્યા છે. રોજ રોજ સાયબર સિક્યુરીટી વિભાગ એવા ઘણા ગઠીયાઓને પકડી પાડે છે કે જેઓ લોકોને ભોળી ભાળી સ્કીમમાં ફસાવીને પૈસા પડાવી લે છે.

આવો જ એક કિસ્સો પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સાથે બાયો છે. કોન્સ્ટેબલને ફેસબુક મારફતે મિત્રતા કેળવવી ભારે પડી છે. હેડ કોન્સ્ટેબલને ફેસબુક પર ડોક્ટર કલ્યાણા બોધન નામના વ્યક્તિએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા કોન્સ્ટેબલે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી.

બાદમાં આ ડોકટરે ફરિયાદી સાથે મેસેન્જરમાં વાતચીત ચાલુ કરી હતી. ત્યારબાદ વોટ્સએપ નંબરની પણ આપ-લે કરી હતી. ગઠિયાએ પોતે લંડનમાં ડેન્ટલ આસી.બ્રિજ હોસ્પિટલમાં કાર્યરત હોવાની ઓળખાણ આપી હતી. અને લંડનમાં વિવિધ દેશોના સાંસ્કૃતિક પ્રોગ્રામ હોવાથી ભારતમાં સ્ત્રીઓના વેશ અને અલંકાર વિશે જરૂરી માર્ગદર્શન આપવા માટે ફરિયાદી ને જણાવ્યું હતું.

જેથી ફરિયાદીએ તેને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. જેની સ્પેશિયલ ખરીદી કરવા માટે પોતે ભારત આવી રહ્યો હોવાનું કહીને જરૂરી ગાઈડલાઈનની પણ માંગ કરી હતી. ગઠિયાએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે વિગતવાર કાર્યક્રમ અને બ્રિટિશ એરવેઝની ભારત આવવા માટેની ટિકિટ પણ ફરિયાદીને મોકલી આપી હતી.

4 ઓગસ્ટે ફરિયાદી પર રાઘવેન્દ્ર સિંહના નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે કસ્ટમ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. તેમણે કહ્યું હતું કે તમારા મિત્ર કલ્યાણા બોધાન જે લંડનથી આવ્યાં છે. તેમની પાસે લંડનની કરન્સી છે. જે આપણા ભારતીય નિયમ મુજબ લંડનથી વધારે લાવેલ છે.

જે ડિમાન્ડ ડ્રાફ્ટના સ્વરૂપમાં છે અને નિયમ મુજબ ટેકસ ચૂકવવો પડશે. પરંતુ તેમની પાસે અન્ય ભારતીય કરન્સી નથી અને જો ટેક્સ નહીં ચૂકવે તો કરન્સી તેમજ તેમને ડિપોટ કરવામાં આવશે. જેથી ફરિયાદીએ લંડનથી જરૂરી મદદ માંગી લેવા માટે કહીને ફોન કાપી નાખ્યો હતો.

જોકે આ ગઠિયાએ વારંવાર તેઓને વોટ્સએપ કોલ કરીને રડીને ઈમોશનલ ડ્રામા કરીને ફરિયાદી પાસે આર્થિક મદદ માંગી હતી. ટેક્ષની ભરવા પાત્ર રકમ રૂપિયા 75 હજાર બાદમાં તેઓને પરત કરી દેવાની ખાતરી આપી હતી. પરંતુ ફરિયાદીએ તેઓને લંડનથી આંતરિક વ્યવસ્થા કરી દેવાની સમજ આપી હતી.

જોકે ફરિયાદી પોતે લંડનમાં એકલો રહે છે અને તેનો પરિવાર યુક્રેન રહેતો હોવાથી કોઈ મદદ થઈ શકે તેમ ન હોવાનુ જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ માનવતા ખાતર તેઓને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી અને આ ગઠીયાએ આપેલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 75 હજાર ટ્રાન્સફર કર્યા હતા.

જોકે ફરિયાદી જ્યારે બેંક માંથી રૂપિયા ટ્રાન્સફર કરીને બહાર આવી રહ્યા હતા ત્યારે આ કસ્ટમ અધિકારીનો ફરીથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે બ્રિટિશ કરન્સીનું નિરાકરણ થયેલ છે પરંતુ તેને ભારતીય કરન્સીમાં ફેરવવા માટે એજન્ટને અન્ય રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *