પંચમહાલના સાવલી ગામની વતની અને પોતાના મામાના ઘરે રહીને પોલીસની તાલીમ મેળવતી અને બીકોમમાં અભ્યાસ કરતી તૃષા ની હત્યા કલ્પેશ જયંતીભાઈ ઠાકોર કે જે વડોદરાના માણેજા વિસ્તારમાં રહે છે તેણે કરી નાખી છે. એક તરફી પ્રેમમાં દીકરીઓની હત્યા થવા ના કેસ દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે..
આવા કેસ બનતાની સાથે જ કોઈ લોકો આક્રોશ ફાટી નીકળે છે. કારણકે આ હત્યા ક્યારે ઊભી રહેશે તેમજ તંત્ર આવા નરાધમમાં ક્યારે ભય બેસાડશે તેની સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે, હત્યારો કલ્પેશ ઠાકોર મૃતક દીકરી તૃષા સોલંકી અને અન્ય બે મિત્રો મળીને કુલ ચાર લોકોનું એક ગ્રુપ હતું..
જેમાં કલ્પેશ ઠાકોર તૃષા સોલંકીને એક તરફી પ્રેમ કરતો હતો. પરંતુ તૃષા સોલંકી કલ્પેશને પસંદ કરતી હતી નહીં એટલા માટે કલ્પેશની કોઈ પણ બાબતમાં ધ્યાન આપતી ન હતી. એટલા માટે કલ્પેશ એ તૃષાને એકાંતમાં મળવા માટે બોલાવી હતી અને પાળીયા વડે તુષાની હત્યા કરી છે.
આ સાથે સાથે પોલીસને વધુમાં જાણવા મળ્યું છે કે, કલ્પેશ ઠાકોર વિદ્યાર્થીની તૃષાને ખૂબ જ બ્લેકમેલ કરતો હતો. તૃષાને કલ્પેશ વચ્ચે ત્રણ વર્ષ પહેલા મિત્રતા હતી. પરંતુ તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ તૃષા કલ્પેશ સાથે વાતચીત કરતી હતી નહીં. એટલા માટે કલ્પેશ વારંવાર તેને આત્મહત્યાની ધમકી આપતો હતો..
તેમજ તૃષાની હત્યા કરી એ પહેલાં અલ્પેશ ઠાકોરે ઝેરી ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કરેલો હતો. અને આ વખતે કલ્પેશે તૃષાને જણાવ્યું હતું કે જો તું મને છેલ્લી વાર મળવા નહિ આવે તો હું આત્મહત્યા કરી લઈશ. આગળ પણ તે આત્મહત્યાના પ્રયાસ કરી ચૂક્યો હતો. એટલા માટે વિદ્યાર્થિની તૃષા તેને મળવા માટે પહોંચી હતી..
પરંતુ ત્યાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી. તૃષા તેના મામાના ઘરે આર્યન રેસિડેન્સીમાં રહેતી હતી. તેણે પોલીસની ફિઝિકલ પરીક્ષા પાસ પણ કરી લીધી હતી. તેમજ તે લેખિત પરીક્ષા માટેની તૈયારી કરી રહી હતી. અને ક્લાસીસ પણ જોઈન કર્યા હતા. પોલીસને હાઇવે પર આવેલા ધનિયાવી ગામમાં ખેતરમાં યુવતીનો મૃતદેહ દેખાયો હતો..
જેમાં તેનો એક હાથ કાપી નાખ્યો હતો. તપાસ કરતાં જણાવ્યું હતું કે આ મૃતક યુવતી તૃષા સોલંકી છે. જ્યારે તૃષાના મામાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તૃષા સવારમાં ભણવા માટે એકટીવા લઈને ઘરેથી નીકળી હતી.
પરંતુ તેની હત્યા થઈ જતા પરિવારમાં દુઃખનો માહોલ સર્જાઈ ગયો છે. જે જગ્યા ઉપર અત્યારે કલ્પેશ ઠાકોરએ દીકરી તૃષા સોલંકીની હત્યા કરી હતી એ સમય દરમિયાન તૃષા જોર જોરથી ચીસો પાડવા લાગી હતી. આ સાંભળીને આસપાસના વિસ્તારોમાં રહેલા મજુરો ત્યાં દોડી આવ્યા હતા..
એટલામાં તો આરોપી ત્યાંથી તૃષાની એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલના કોલ ડિટેઈલ્સ ના આધારે આગળની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ એક તરફી પ્રેમમાં ઘણા બધા કિસ્સાઓ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જેમાં થોડા સમય પહેલાં જ બનેલો ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. સૌ કોઈ લોકો આવા નરાધમોને કડકમાં કડક સજા અપાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. જેથી કરીને આ પ્રકારના બનાવો બીજીવાર ન બને.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]