Breaking News

પોલીસે અમદાવાદના એરપોર્ટ પરથી 3 મુસાફરોને પકડીને એક્સરે પડાવ્યા, જોતા જ દેખાયું એવું કે ડોક્ટર અને પોલીસના હોંશ ઉડી ગયા..

લીગલ કામ કરતા અનલીગલ કામમાં વધારે પૈસા મળે છે. એટલા માટે અમુક લાલચી દેશદ્રોહી લોકો વિદેશમાંથી ચોરી કરીને ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ખોટા કામ કરવામાં તેઓને સહેજ પણ શરમ આવતી નથી. ભારતના જુદા-જુદા શહેરોના એરપોર્ટ પરથી વારંવાર સમાચાર મળતા હોય છે કે..

આજે વ્યક્તિ પાસેથી એટલા લાખ રૂપિયા પકડાયા.. તો આજે આ વ્યક્તિ પાસેથી ખૂબ મોંઘી કિંમતના મોબાઈલ ફોન મળી આવ્યા … તેમજ આ વ્યક્તિ પાસેથી સોના ચાંદીના ઘરેણા શરીરમાં છુપાવેલા મળી આવ્યા….આ બધી બાબતો સાંભળતાની સાથે જ આપણે વિચારમાં મૂકાઇ જઇએ છીએ કે વિદેશી ચોરી કરેલી ચીજ-વસ્તુઓનું પોતાના શરીરમાં સમાવીને ભારતમાં લાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે..

છતાં પણ તેઓ જીવને જોખમમાં મૂકીને કરી દેતા હોય છે. હાલ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસે બે પુરુષ અને એક મહિલાને પકડી પાડયા છે. હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, દુબઈ થી આવતા પ્લેનમાં બે પુરુષ અને એક મહિલા આવી રહ્યા છે જેમાં ત્રણે ત્રણ વ્યક્તિઓ પાસે ખૂબ જ ઊંચી કિંમતનું સોનું છે.

પોલીસને આ વાતની મળતાની સાથે જ પોલીસે પ્લેન ઉતરતાં તરત જ બંને પુરુષ અને એક મહિલાને પકડી પાડયા હતા પોલીસે મુસાફરોની પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન મુસાફરોએ તેઓની પાસે કોઈ પણ પદાર્થ નથી તેવું જણાવ્યું હતું. પરંતુ પોલીસે તેઓને જણાવ્યું હતું કે તમારી પાસે દાણચોરીનું સોનું છે. તમે મહેરબાની કરીને અમને આપી દો નહીં તો મામલો બગડી જશે..

આ સાથે સાથે પોલીસે કડક પુછતાછ કરતાની સાથે જ તમામ મુસાફરોએ કબૂલી લીધું હતું કે તેમના શરીરની અંદર સોનાની દાણચોરીનો માલ છુપાયેલો છે. કબૂલાત કરતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે મુસાફરોની તપાસ માટે ટીમને બોલાવી લેવામાં આવી હતી. ત્રણ મુસાફરોને શરીરના એક્સ-રે લેવામાં આવ્યા હતા..

એકસરે જોતાની સાથે જ પોલીસ સહિત સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. કારણ કે એમાં કુલ 9 કેપ્સુલ મળી આવી હતી. આ કેપ્સુલને પોલીસે ત્રણ મુસાફરોના શરીરમાંથી બહાર કાઢી હતી. આ કેપ્સુલ ને કાળા કલરથી રંગવામા આવી હતી. કેપ્સુલ ખોલીને અંદર જોયું તો તેની અંદર એકદમ શુદ્ધ સોનું મળી આવ્યું હતું..

નવ કેપ્સુલ ની અંદર કુલ અઢી કિલો સોનું મળતાની સાથે જ આસપાસના વિસ્તારમાં હલો મચી ગયો હતો. સૌ કોઈ લોકો વિચારો પર મજબૂર બની ગયા હતા કે આખરે આ મુસાફરો એવું સાહસ શા માટે કર્યું હશે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ ત્રણ મુસાફરોને પકડીને તેમની પૂછતાછ કરી રહ્યા છે..

ફરી પાછી પૂછતા જ કરતાની સાથે અન્ય બે કેપસુલ પણ એક મુસાફરના શરીર માંથી મળી આવી હતી અઢી કિલો સોનુ એકદમ શુદ્ધ છે તેમ જ સોના ની કુલ કિંમત એક કરોડ 40 લાખ રૂપિયા છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ કાયદા મુજબ આ તમામ સોનાને એકત્ર કરીને કબજે કર્યું છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી તો જણાયું કે આ ત્રણેય મુસાફરો એક સીડીકેટ નામની કંપનીમાં કામ કરે છે. આ કંપની ચેન્નાઈની છે. તેમજ આ કંપની મોટાભાગે દાણચોરી ના માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતી હોય છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ શંકા ન પડે એટલા માટે તેઓ જુદા જુદા એરપોર્ટને નિશાન બનાવતા હોય છે..

તેઓ તમિલનાડુ થી દુબઇ ગયા હતા. પરંતુ રીટન આવતા સમયે તેઓ દુબઈ થી તમિલનાડુ જવાને બદલે અમદાવાદ ઉતર્યા હતા. જ્યાં તેઓને કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડયા છે. આ મુસાફરો ખૂબ જ ચાલાક છે. કારણકે સોનાની કેપ્સુલને શરીરમાં ગળી જવાથી સોનુ મેટલ ડિટેક્ટરમાં ડિટેકટ થઇ જતું હોય છે.

પરંતુ આ સોનાની પેસ્ટ બનાવીને તેને કાળા રંગની કેપ્સુલ ની અંદર ભરીને બંને ગળી જવાથી તે ક્યારેય મેટલ ડિટેક્ટરમાં થતું નથી એટલા માટે તેઓ સહેલાઈથી બચી જાય છે. પરંતુ પોલીસને બાતમી મળી જતા તેઓને પકડી પાડવામાં આવ્યા છે તેઓએ ગમે એટલું મગજ વાપરી હોય છતાં પણ તેઓને હાલ જેલના સળિયા પાછળ ની હવા ખાવી પડી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *