Breaking News

પોલીસ અધિકારીની રૂપાળી પત્ની મોટા મોટા ઉદ્યોગપતિને મળવા બોલાવ્યા બાદ કરતી એવા કામ કે જાણીને ભલભલાના ઉડી ગયા હોશ.. જાણીને ચેતજો..!

ડગલે ને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. કારણ કે અત્યારના સમયમાં કયો વ્યક્તિ આપણને ફસાવીને પૈસા પડાવીને જતો રહે તેનું નક્કી હોતું નથી. સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા યુવકો એવી રૂપાળી યુવતીઓની જાળમાં ફસાઈ જતા હોય છે કે, તેઓ ન કરવાના કારનામાં કરી બેસી પૈસાની માંગણી કરતી હોય છે.

આવી રૂપાળી મહિલાઓની ઘણી બધી ટોળકી જુદાજુદા વિસ્તારોમાં લોકોને ફસાવાના કામ ધંધા કરી રહી છે. અત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસ ખાતામાં કામ કરનાર એક પોલીસ ઓફિસરની પત્ની કે જેનું નામ સોનાલી દાતરે હોવાનું સામે આવ્યો છે. સોનાની નામની આ મહિલા તેની અન્ય સહેલીઓને સાથે મળીને મોટા મોટા ઉદ્યોગપતિઓ અને પોતાની જાળમાં ફસાવતી હતી..

ત્યારબાદ તેની સાથે પ્રેમ સંબંધો બનાવીને વિડીયો ઉતારી લેતી અને તેને .દુ.ષ્ક.ર્મ.ના ખોટા કેસમાં ફસાવી દઈ તેની જિંદગી બરબાદ કરી નાખશે તેવું જણાવી જુદી-જુદી રીતે ધમકીઓ આપીને તેમની પાસેથી પૈસા પડાવવાના કારનામાં કરતી હતી. ભોપાલના ખજુરી સડક પોલીસ સ્ટેશન પાસે આવેલા ચાણક્યપુરી વિસ્તારમાં મુકેશ વર્મા નામનો 46 વર્ષનો એક કોન્ટ્રાક્ટર રહે છે..

આ કોન્ટ્રાક્ટર છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પોલીસ ઓફિસર તરીકે કામ કરનાર અધિકારીની પત્ની સોનાલી દાતરે નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. સોનાલી પોલીસના ઘણા બધા સિનિયર ઓફિસરને ઓળખતી હતી. એક વખત સોનાલીએ કોન્ટ્રાક્ટર મુકેશ વર્માને ફોન કર્યો હતો અને કહ્યું કે અમે ન્યુ માર્કેટ પાસે ઊભા છીએ..

મુકેશ સોનાલીને મળવા માટે ન્યુ માર્કેટ આવી પહોંચ્યો હતો. જ્યાં સોનાલીની સાથે તેની સહેલી આરતી ઠાકોર પણ હાજર હતી આદરણીય વ્યક્તિઓએ આકૃતિ એક્ઝોટીકા નામના એક બિલ્ડીંગમાં 25 રૂપિયા આપીને મકાન બુક કરી લીધું હતું અને ત્યાં તેઓએ દારૂની પાર્ટી શરૂ કરી દીધી હતી.

આ પાર્ટીની અંદર સોનાલી એ મુકેશ ને ખૂબ વધારે પડતી દારૂ પીવડાવી દીધી હતી અને તેને નશામાં ધુત કરી દીધો હતો. ત્યારબાદ તેની સાથે શું થયું તેની જાણકારી મુકેશને રહી નથી, કારણ કે તે નશામાં ભાન ભૂલી ગયો હતો. પરંતુ જ્યારે તેનો નશો ઉતાર્યો ત્યારે સોનાલી તેને કહેવા લાગી કે મેં આપણો ખૂબ જ ખરાબ વિડિયો બનાવી લીધો છે..

જો તું મને એક કરોડ રૂપિયા નહીં આપે તો હું આ વીડિયોને વાયરલ કરી દઈશ. આ ઉપરાંત સોનાલીના કેટલાક લુખ્ખા લફંગા મિત્રો પણ આવી પહોંચ્યા અને તે મુકેશ વર્માને ઢોર મારવા લાગ્યા હતા અને રૂપિયાની માંગણી પણ કરવા લાગ્યા હતા. મુકેશ ખૂબ જ ડરી ગયો હતો એટલા માટે તેણે તરત જ પોતાના મોબાઈલ ફોન માંથી એક લાખ નવ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા..

ત્યારબાદ સોનાલી તેના અન્ય સાથીઓ સાથે મળીને પોતાની કાર લઈને ત્યાંથી ભાગી ગઈ હતી. પરંતુ આ મામલો અહીં અટક્યો નહીં અને તે વારંવાર મુકેશને ફોન કરીને પૈસાની માંગણી કરતી રહી હતી. મુકેશ ખૂબ જ ડરી ગયો હતો પરંતુ તેને હિંમત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોલીસ ઓફિસરની પત્ની સોનાલી દાતરે નામની મહિલા તેની સાથે ન કરવાના કારનામાંઓ કરીને જતી રહી છે..

અને અત્યારે તે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી રહી છે. જ્યારે પોલીસ સુધી આ ઘટના પહોંચી ત્યારે તેઓએ તરત જ કામગીરી શરૂ કરી દીધી હતી જેમાં સોનાલીને પકડી પાડવામાં આવી છે. હાલ તેની કડક પૂછતાછ પણ શરૂ કરવામાં આવી છે.

સોનાલીના કેટલાક લુખ્ખા લફંગા સાથીઓએ મળીને મુકેશ વર્માને ઢોર માર્યો હતો અને તે ખૂબ જ વધારે ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે અત્યારે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. સામે સોનલિએ પણ જણાવ્યું કે, મુકેશ વર્મા મારી સાથે ખૂબ જ ખરાબ કામ કરવા લાગ્યું હતું. આ બાબતમાં સોનાલી પોતે નિર્દોષ છે.

જ્યારે મુકેશ વર્મા તેને ફસાવવાના કામ કરી રહ્યો છે તેવી દલીલો સોનાલીએ કરી હતી. બંને પક્ષોએ જુદી જુદી દલીલો દાખલ કરી છે. આ તમામ ઘટનાઓનો નિવેડોતો પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. અત્યારે આવા બનાવો ખુબ જ વધી ગયા છે એટલે અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા પહેલા સો વખત વિચાર કરી લેવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *