Breaking News

પોલીસે આખા ઘરને ખોળી માર્યું છતાં પણ કશું ન મળ્યું, છેલ્લે બહાર નીકળતી વેળાએ ચુલા પાસે ગયા અને થયું એવું કે છૂટી ગયો પરસેવો.. જાણો..!

આજકાલ લોકો ગોરખ ધંધા કરવા માટે અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. જેથી કરીને તેઓ પોલીસની પકડમાં ન આવી શકે અને ગોરખધંધાથી ખુબ જ પૈસા કમાઈ શકે. થોડા દિવસ પહેલા પોલીસને બાતમી મળતા તેઓએ ખેતરમાં દરોડા પાડયા હતા. અને ખેતર વચ્ચે થી તેઓને ગાંજાની ખેતીના છોડવા પકડી પડ્યા હતા..

હાલ પોલીસને વધુ એક બાતમી મળી હતી. જેના પગલે તેણે એક ઘર પર દરોડો પાડ્યો હતો. પરંતુ ત્યાંથી તેને જે વસ્તુ મળ્યું તે જોતાની સાથે જ સૌ કોઈની આંખોમાં અંધારા આવી ગયા હતા.  પોલીસને બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર આવેલી રીધી સીધી સોસાયટીની અંદર એક મકાનમાં દારૂનો મોટો જથ્થો પડેલો છે..

પોલીસને આ વાતની બાતમી મળતાની સાથે જ પોલીસે આ મકાન પર છાપો મારીને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી નાખી હતી. રિદ્ધી સિદ્ધી સોસાયટીની અંદર રહેતા રાઈચંદ હીરા નામના વ્યક્તિના ઘરે વિદેશી દારૂ પડ્યો હોવાની જાણ મળી હતી. પોલીસે સોસાયટીમાં પહેરો ગોઠવી દીધો હતો. અને મોકો મળતાની સાથે જ તેમના ઘર પર દરોડા પાડી લીધા હતા..

ઘરની અંદર ઘુસ્યા બાદ તપાસ કરતા જણાવ્યું હતું કે રાયચંદ ઘરમાં જ હાજર હતો. મકાનમાં એક એક જગ્યા પોલીસે ખોળી મારી હતી પરંતુ દારૂનો જથ્થો મકાનમાં કોઈ પણ જગ્યાએથી હાથ લાગ્યો ન હતો. બે ઘડીક તો પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી કારણ કે તેમને મળેલી બાતમી એકદમ સાચી હતી છતાં પણ રાઈચંદના ઘરેથી દારૂનો જથ્થો ન મળતાં સૌ કોઈ લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા..

તેઓ રાઈચંદને પકડીને ઘરની બહાર નીકળી રહ્યા હતા. એવા સમય દરમિયાન પોલીસની નજર ઘરમાં રહેલા ચાર ચૂલા ઉપર ગઈ હતી. એક જ ઘરમાં ચાર ચુલાઓ જોઈને પોલીસને કંઈક ઉંધી શંકા ગઈ હતી. એટલા માટે ચુલાની નીચે રાખ પડે એટલા માટે નીચે ખાના બનાવેલા હતા…

એ ચોરખાના ને ઉંચા કરી ને જોયા તો પોલીસ ના હોશ ઉડી ગયા હતા, કારણ કે ચુલાની નીચે બનાવેલા ચોર ખાનાની અંદર કુલ ૧૪૪ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 72,000 છે. પોલીસે તાબડતોબ રાઈચંદને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા..

જ્યારે દારૂ ના તમામ જથ્થાને કબજે કર્યો હતો. દારૂના જથ્થાનો મેન માલિક મહેશ હોવાનું સામે આવ્યું છે. પોલીસ મહેશ ને પકડવા માટે પણ પોતાનાં ચક્રો ગતિમાન કરી દીધા છે. કારણ કે આખા ઘરની તપાસ દરમિયાન પણ તેઓને દારૂ મળી આવ્યો ન હતો. પરંતુ છેલ્લે તેઓની નજર ઘરમાં રહેલા ચુલા પર પડતા જ હોશ ઉડાવે તેવો વિદેશી દારુ મળી આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *