Breaking News

લખોટી રમવા ગયેલા દીકરા સાથે બન્યું એવું કે બિચારો જીવ ખોઈ બેઠો, માં-બાપને ખબર પડતા જ કાળજા ફાટીને હાથમાં આવી ગયા..!

નાના બાળકોને જુદી-જુદી રમતો રમવાનો ખૂબ જ વધારે શોખ હોય છે, નવરાશના સમયમાં ભણતર પડતું મૂકીને અન્ય મિત્રો સાથે રમવા માટે સોસાયટી કે ગામમાં ચાલ્યા જતા હોય છે. આવા સમયે માતા-પિતાને હંમેશા તેમના બાળકોની ચિંતા રહે છે કે, તેમનો દીકરો ડગલેને પગલે સાવચેતી રાખે અને તેમને શીખવાડેલા સંસ્કારો ઉપર ચાલે..

છતાં પણ એવી ઘણી બધી ઘટના સામે આવે છે કે, જેમાંથી મા-બાપથી દુર રમી રહેલા બાળકો ઉપર મોતનો કાગડો આવીને બેસી જતો હોય છે, અને ત્યારબાદ માતા પિતાને પછતાવાનો વારો આવે છે, પાછળના સમયમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને અત્યારે પણ એક એવી ઘટના બની જવા પામી છે કે, જેમાં નવ વર્ષના એક દીકરાનો જીવ ખૂબ જ દર્દનાક રીતે જતો રહ્યો છે..

કરાતીયા ગામમાં રહેતા દિપક પરમાર નામના વ્યક્તિના એકના એક દીકરા પ્રીતમ સાથે બન્યો છે, દિપકભાઈ તેમની પત્ની પ્રેમીલાબેન અને તેમના નવા વર્ષના દીકરા પ્રીતમની સાથે રાજી ખુશીથી જીવન જીવે છે, દીપકભાઈ તેમના ગામથી થોડે દૂર આવેલી એક દવાની ફેક્ટરીમાં કામકાજ કરીને ટકનો રોટલો રળે છે..

જ્યારે તેમની પત્ની ઘરકામ કરે છે, એક દિવસ તેમનો દીકરો શાળાએથી આવીને તેના મિત્રો સાથે લખોટી રમવા માટે ગયો હતો. તે ઘરેથી કહીને નીકળ્યો હતો કે, મમ્મી હું મારા મિત્રોની સાથે લખોટી રમવા માટે જાઉં છું, પરંતુ માત્ર 10 મિનિટની અંદર જ ગામના કેટલાક લોકો પ્રેમીલાબેન ના ઘરે આવી પહોંચે અને કહેવા લાગ્યા કે, તમારા દીકરાનું મૃત્યુ થયું છે..

આ સમાચાર સાંભળતા જ ઉઘાડા પગે તરત જ પ્રેમીલાબેન દોડતા દોડતા તેમના ઘરની બહાર ગયા હતા અને ત્યાં જોયું હતું તેમનો લખોટી રમતો દીકરો ટ્રેક્ટરની અડફેટે આવી જવાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયો હતો, તેમના ગામની બજારમાં તેમનો દીકરો પ્રીતમ અન્ય મિત્રોની સાથે લખોટીઓ રમી રહ્યો હતો..

એ વખતે અચાનક જ પૂર ઝડપે સામેથી આવતું ટ્રેક્ટરે પ્રીતમને અડફેટે લઈ લીધો અને તેના માથા ઉપરથી ટ્રેક્ટરનું મોટું ટાયર પસાર થઈ જવાને કારણે તેનું માથા ફાટી ગયું અને ઘટના સ્થળે તેનું મૃત્યુ થઈ ગયું હતું, પોતાના દીકરાને આવી હાલતમાં જોતા જ પ્રેમીલાબેનના મોઢામાંથી ચીખો ફાટી ગઈ અને તેઓ તેને ત્યાં નીચે ચક્કર ખાઈને ઢળી પડ્યા હતા..

આ ઘટનાના સમાચાર ગામના લોકોએ પ્રીતમના પિતા દિપકભાઈ સુધી પહોંચાડી હતા, તેઓ તેમની નોકરી પડતી મૂકીને પોતાને ઘરે આવી પહોંચ્યા ઘટનાના સમાચાર નજીકના પોલીસ સ્ટેશનને પણ આપવામાં આવ્યા હતા. પોલીસે પણ અકસ્માતમાં મૃત્યુનો આ ઘટનાની કાર્યવાહી શરૂ કરી છે..

તેમના ગામમાં રહેતા હરિપ્રસાદ ભાઈનો ખેતરમાં કામ કરનાર મજૂર ચલાવી રહ્યો હતો, અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રેક્ટર ત્યાં પડતું મૂકીને ભાગવા લાગ્યો હતો, તે ગામ મૂકીને ભાગી ગયો છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રીતમના મૃત્યુના સમાચાર ને લઈને સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો હતો..

સૌ કોઈ લોકોએ તેને અશ્રુભીની આંખે વિદાય પણ આપી હતી, પ્રીતમના પિતા દીપકભાઈ અને પ્રીતમની માતા પ્રેમીલાબેન માટે દુઃખની આ ઘડી ખૂબ જ સાબિત થઈ ગઈ છે, તેઓ વારંવાર તેમના દીકરાને યાદ કરીને રડી રહ્યા છે, પ્રેમીલાબેનની હાલત તો ખૂબ જ બગડી ગઈ છે. ડગલેને પગલે નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે..

જ્યાં સુધી તેઓ સમજણાઓ ન થાય ત્યાં સુધી માતા પિતા માંથી કોઈ એક વ્યક્તિ હંમેશા તેને ઉપર દેખરેખ રાખવી પડતી હોય છે. કારણ કે નાના બાળકો જાણીએ જાણ્યા અજાણ્યામાં અમુક વખત એવું પગલું ભરી લેતા હોય કે, જેના કારણે તેમના જીવને પણ જોખમ રહી જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *