સાસુ અને વહુ બંને જો હળીમળીને રહેતો તેઓ દરેક કામને પાર પાડી શકે છે. પરંતુ જો બંને વચ્ચે મતભેદ ઊભા થાય તો તેઓ ક્યારેય પોતાના પરિવારને સારી રીતે સાચવી શકતા નથી. તેમજ પરિવારના અર્થતંત્રને જાળવી શકતા નથી. હાલ સુરતના વરાછાના લંબે હનુમાન રોડ ઉપર અમરેલી જિલ્લાના નેસડી ગામનો સંદીપ ઝીણાભાઈ સરવૈયા પોતાના પરિવાર સાથે રહે છે..
લંબે હનુમાન રોડ પર આવેલી પરિવાર સોસાયટીમાં રહેતો સંદીપ તેની માતા તેમજ તેની પત્ની સાથે રાજીખુશીથી રહેતો હતો. થોડા દિવસ પહેલા ટેક દીપીકા મંડલ નામની યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. દીપિકા મૂળ આસામ રાજ્યના દ્રીબુગઢ જિલ્લાની હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને લગ્ન પણ કરી લીધા હતા..
ત્યારબાદ સંદીપ દીપિકાને આસમથી સુરત પોતાના ઘરે લઈ આવ્યો હતો. હાલ તેઓને સંતાનમાં એક દીકરો પણ છે. સંદીપ પોતે રત્ન કલાકાર હતો. તે રાત્રિના સમયે હીરાના કારખાનામાં નોકરી પર જતો હતો. દીપિકાના બે ભાઈઓ સુરત દીપિકાના ઘરે રહેતા હતા. દીપિકાને કોઈ કારણોસર પોતાના પિયર જવું હતું..
એટલા માટે તે પોતાના બંને ભાઇઓની મદદથી રેલ્વેની ટીકીટ પણ બૂક કરાવી લીધી હતી. પરંતુ દીપિકાના વ્યવહાર પરથી સંદીપના માતાને એવું લાગ્યું કે તે ઘર છોડીને જાય છે. એટલા માટે તેણે દીપિકાને પિયર જવા માટે મનાઈ કરી હતી. એક દિવસ રાત્રે સંદીપ હીરાના કારખાને નોકરી પર ગયો હતો..
એ સમય દરમિયાન દીપિકાએ તેની સાસુને પતાવી દેવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. વહેલી સવારે સંદીપના પિતાએ સંદીપને ફોન કરીને જણાવ્યું કે તારી માતા શા માટે ફોન ઉચકતી નથી. સંદીપ એ પણ તેની માતા અને દીપિકા બન્નેને વારંવાર ફોન કર્યા હતા. પરંતુ એક કલાક સુધી ફોન ન ઊંચકતા તેણે ઘરની પાસે રહેતા બનેવીને પોતાના ઘરે જવા માટે જણાવ્યું હતું..
પરંતુ ઘરે જતાની સાથે જ બનેવી ઘરના બારણે તાળું લટકેલુ જોઈને સંદીપને આ બાબતની જાણ કરી હતી. સંદીપને અંદાજો આવી જતાં તેને તાત્કાલિક ધોરણે બનાવીને રેલવેસ્ટેશન બોલાવી લીધા હતા. અને પોતે પણ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. ત્યાં તેણે જોયું તો તેની પત્ની દિપીકાબેન આ બંને ભાઇઓને લઇને ટ્રેનમાં ચડવાની તૈયારી કરતી હતી.
એ સમય દરમિયાન તેણે દોડીને દીપીકા તેમજ તેના બંને ભાઈઓને પકડી લીધા હતા. ત્યારબાદ તેને ઊચકીને ઘરે લઈ ગયો હતો. ઘરે જઈને જોયું તો તેની માતાની લાશ પડી હતી. આ સમગ્ર બાબત ની જાણ થતાની સાથે સંદીપે તાત્કાલિક ધોરણે વરાછા પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને તેના બંને ભાઈઓને હત્યાની ફરિયાદ નોંધાવી દીધી હતી.
આ બાબતને લઇને પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. અને તેણે દીપિકાની કડક પૂછતાછ શરૂ કરી હતી દીપિકાને જણાવ્યું હતું કે તે પોતાના બંને ભાઈઓ સાથે પોતાના ગામ જવા માટે નીકળવાની હતી. પરંતુ તેમની સાસુ વિમળાબેને પિયર જવાની ના પાડી હતી એટલા માટે અને નાનો મોટો ઝઘડો થયો હતો..
અને અંતે દીપિકાએ હોશ ખોઈ બેસી ને તેની સાસુ નું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. કોઈપણ પુત્રવધુ પોતાની જ સાસુને કેવી રીતે મોતને ઘાટ ઉતારી શકે..? ક્યારેય વિચાર્યું પણ ન આવે તે પ્રકારની હરકતો કરનારા દીપિકા પોલીસની કસ્ટડીમાં છે બીજી બાજુ સંદીપ અને તેના પિતા વિમળાબેન નામ મૃત્યુના કારણે ખૂબ જ આઘાત માં ચાલ્યા ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]