Breaking News

પિતાની નજર સામે 13 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત થતા આંખો પરિવાર હિબકે ચડ્યો.. ઓમ શાંતિ.

ગુજરાતમાં અકસ્માતના બનાવોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. હાઈવે ઉપર ઝડપની મજા મોતની સજા બનતી દેખાઈ આવે છે. ગઈકાલે રાજકોટ અમદાવાદ હાઇવે પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના રતડીયા ગામે રહેતા શામજીભાઈ તેમજ તેના મામા મગનભાઈ અને તેર વર્ષનો પુત્ર સહિત બાઈક પર ત્રિપલ સવારીમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર પસાર થઇ રહ્યા હતા.

આ સમયે બામણબોર ચેકપોસ્ટ પાસે એક ટ્રક ચાલકે પુરઝડપે આ બાઇકને ઠોકર મારી હતી. ટ્રક નો ટલ્લો બાઈક ને લગતા બાઈક પર સવાર ત્રણેય લોકો ફંગોળાઇને રોડ પર પડ્યા હતા.

અકસ્માત સર્જાતા તરત જ ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. અકસ્માતના લીધે હાઈવે પર વાહનોના ચક્કાજામ થઈ ગયો હતો. અને લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે એક જાગૃત નાગરિકે 108 ને કોલ કરીને તરત જ આ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી સાથે લીધી હતી.

જ્યાં સુધી માં 108 પહોંચી ત્યાં સુધીમાં 13 વર્ષના માસૂમનું મોત થઈ ગયું હતું. જ્યારે તેના પિતા શામજીભાઈ અને તેના મામા મગનભાઈ ઘાયલ અવસ્થામાં હતા. તેથી તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ રાજકોટ એરપોર્ટના પોલીસને થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને જરૂરી કાર્યવાહી કરવા લાગ્યા હતા. એ વખતે તેઓને જાણ થઈ કે આ ટ્રક નું પાર્સિંગ મહારાષ્ટ્રનું છે. તેથી તેઓએ ટ્રક ચાલકને ગોતવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે. તેમ જ તેના વિરુદ્ધ ગુનો નોંધી દીધો છે.

13 વર્ષના પુત્રના પિતા શામજીભાઈ એ પોતાની નજર સામે પોતાનો એક નો એક દીકરો ગુમાવતા જોયું છે. જે કંઈ સહેલી વાત નથી. પરીવારનો જુવાનજોધ દીકરો મોતને ભેટતા પરિવાર પર આફતના વાદળો ફંટાઈ આવ્યા છે. તેમજ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કપાતર દીકરો અને દીકરાની વહુએ ઘરડા માં-બાપને ધક્કો મારીને રખડતા કરી દીધા, શેરીઓમાં રખડતા માં-બાપની હાલત વાંચીને રડવા લાગશો..!

માતા-પિતા તેમના બાળકોને ભણતર અને ગણતર આપીને કોઈ કાર્ય કરવાને લાયક બનાવે છે. તેમની ખુબ …

Leave a Reply

Your email address will not be published.