ઘણીવાર નાની મોટી ભૂલોનો અફસોસ આખી જિંદગી માટે રહી જાય છે.અજાણતા થયેલી એ ભૂલ ને કારણે લોકો ઘણું બધું ગુમાવી દેતા હોય છે. હરિયાણા રાજ્યના જીંદ તાલુકામાં એક પિતાની નાની એવી ભૂલ ના કારણે થયું એવું કે, તમે પણ જાણીને આશ્ચર્યચકિત જશો… હરિયાણાના જીંદગી તાલુકામાં આવેલી એમ્પ્લોઇઝ કોલોની માં વિક્રમ અને તેની પત્ની રહેતા હતા.
તેમને એક ચાર વર્ષનો દીકરો અને 11 મહિનાની નાની દીકરી હતી. આખો પરિવાર ખૂબ જ શાંતિથી અને પ્રેમપૂર્વ કહેતો હતો. પરંતુ એક દિવસ અચાનક જ એવી ઘટના બની કે આંખો પરિવાર શોખ મગ્ન થઈ ગયો હતો.ગઈ કાલે વિક્રમ પોતાની દીકરીને ન્હાવા માટે બાથરૂમમાં લઈ આવ્યો હતો.
તેણે પોતાની દીકરીને એક ખાલી ટબમાં નળ નીચે બેસાડી હતી. જોકે તેને પાણીનો નળ શરૂ કર્યો ન હતો. પરંતુ અચાનક જ તેને એક જરૂરી કામ માટે ફોન આવ્યો હતો. પરંતુ બાથરૂમમાં બરાબર નેટવર્ક ન પકડવાના કારણે તે વાત કરવા માટે બીજી રૂમમાં જતો રહ્યો હતો. આ સમય દરમિયાન તેનો દીકરો રમતા રમતા અચાનક જ બાથરૂમમાં આવી પહોંચ્યો હતો.
તેણે અજાણતા નળ શરૂ કરી દીધો હતો. જેને કારણે ધીરે ધીરે ટબમાં પાણી ભરાવા લાગ્યું હતું. વિક્રમ આ તમામ બાબતે અજાણ હતો. થોડીવાર બાદ જ્યારે વિક્રમની પત્ની રેખા બાથરૂમમાં પહોંચી ત્યારે તેણે પોતાની દીકરીને પાણીમાં ડૂબેલી જોઈને બુમા બુમ કરવા લાગી. રેખાની બૂમો સાંભળીને તરત જ વિક્રમ અને પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા.
રેખા તરત જ દીકરીને ટબ માંથી બહાર કાઢી હતી.પરંતુ રેખા ત્યાં પહોંચી ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું. તેની દીકરી નો શ્વાસ ચાલી રહ્યો ન હતો. જેથી તરત જ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘરમાંથી નાની બાળકી ના મૃત્યુ ન કારણે વિક્રમ અને રેખા ની આંખ માંથી દુઃખ ના આંસુ વહેતા બંધ થતાં નથી.
વિક્રમ વારંવાર પોતાને આ ઘટનાનો દોશી માને છે. એક ફોનના કારણે તે પોતાની દીકરી ગુમાવી બેઠો છે. હવે તેને સમજાયું છે કે નાના બાળકને એકલા મૂકીને કંઈ પણ જવું જોઈએ નહીં. કારણ કે તેની સાથે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. નાના બાળકોને સાચવવા ખુબ જ અઘરું કામ છે. નાના બાળકોની સેવામાં અખંડ કોઈ એક વ્યક્તિને રેહવું પડે છે.
જો તેનું વ્યવસ્થિત ધ્યાન રાખવામાં ન આવે તો ક્યારે તેની સાથે કેવો બનાવ બને છે તેનું નક્કી હોતું નથી. ઘણીવાર નાના બાળકો રમકડા કે અન્ય હાનીકારક ચીજવસ્તુઓ રમતા રમતા ગળી જવાના તેમજ કરંટ અને અજાણતા બાલકની માંથી પડી જવાના કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]