Breaking News

પિતાએ લીધેલા ઉધારનું ચુકવણું ન થતા વ્યાજખોરોએ દીકરીને હેરાન પરેશાન કરી નાખતા દીકરીએ દવા પીઈને આપઘાત કરી લીધો, ઓમ શાંતિ..!

જીવ ગુમાવી દેવો એકદમ સહેલી બાબત થઈ ગઈ હોય એવી રીતે રોજબરોજ અઢળક આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે દરેક સમાજ માટે ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે કોઈપણ વ્યક્તિને અંતે એવું તો શું દુઃખ આવી પડતું હશે કે, તેઓ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે..

જો જીવન જીવતી વખતે કોઈ સુખ કે દુઃખની ઘડી આવી પહોંચી હોય તો તેને અન્ય કોઈ વ્યક્તિને કહેવાને કારણે તેનું નિરાકરણ લાવી શકાય છે, પરંતુ કેટલાક વ્યક્તિ મનોમન મૂંઝાઈ જઈને જ અંતે કંટાળીને આપઘાત તરફ પણ જતા રહેતા હોય છે. હાલ મધ્યપ્રદેશના સુજાલપુર પાસેથી એક અતિશય ભયંકર ઘટના સામે આવી છે..

જેમાં માત્ર 22 વર્ષની એક શિક્ષિકાએ ઝેરીલો પદાર્થ ખાઈને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો, આ ઘટના વિશે જાણ્યા બાદ તમારું મન પણ સામસામે ઉઠશે અને તમે પણ વિચારમાં મુકાઈ જશો કે, માત્ર 22 વર્ષની ફુલ જેવી આ દીકરીએ શા માટે પોતાનું જીવન ટૂંકવી દીધું હશે તેની પાછળની સત્ય ઘટના જાણીને દરેક લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..

સુજલપુર મંડી પાસે આવેલા અંબિકા બજારના સિંધી ધર્મશાલા નજીક એક ભાડાના મકાનમાં રાજુ ઓઝા નામનો યુવકો તેના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની દીકરી દિપાલી ઓઝાનો પણ સમાવેશ થતો હતો. દિપાલી એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકેનું ફરજ બજાવતી અને બીજી બાજુ તે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ પણ કરતી હતી..

રવિવારે સવારના સમયે તેણે ઝેરીલો પદાર્થ ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો, આ ઘટના વિશે જ્યારે તેના માતા પિતાને ખબર પડી ત્યારે તેમના તો હોશ ઉડી ગયા છે. એટલું જ નહીં પરંતુ તેને પોતાની રૂમની અંદર બે પન્ના ની એક અંતિમ નોટ પણ લખી હતી. આ નોટની અંદર લખેલા શબ્દો વાંચીને સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા હતા..

અને પોલીસ પણ તાત્કાલિક ધોરણે દોડતી થઈ ગઈ હતી કારણ કે, આ અંતિમ નોટ ની અંદર તેણે પોતાના મૃત્યુનું કારણ તેમ જ પોતાના મૃત્યુ પાછળ જવાબદાર લોકોના પણ નામ લખી આપ્યા હતા, આ ઘટના વિશે પોલીસે જ્યારે વધારે તપાસ મેળવવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે, દિપાલી ના પિતા રાજુભાઈએ થોડા સમય પહેલા ચાર વ્યાજખોરો પાસેથી થોડા ઘણા રૂપિયા લીધા હતા..

પરિવાર ખૂબ જ આર્થિક સંકળામણની અંદર જિંદગી જીવતો હોવાને કારણે તેઓએ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા અને એ પૈસા સમરસર ચૂકવી ન શકતા વ્યાજખોરોએ રાજુભાઈને કોઈ પણ શબ્દ કહેવાને બદલે તેની દીકરીને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. પોતાના પિતાના ઉધાર લેવાને કારણે દિપાલીને ખૂબ જ હેરાન પરેશાન થવું પડતું હતું..

આ વ્યાજખોરો અવારનવાર તેની પાસે આવી પહોંચતા અને તેને હેરાન પરેશાન કરી નાખતા હતા, રાજુના નામ ઉપર લીધેલી કારને પણ તેઓએ પોતાના નામે કરાવી દીધી છતાં પણ તેઓને મન ભરાયું નહીં અને દિપાલીને હેરાન પરેશાન કરવા માટે આવી પહોંચતા હતા, દિપાલીએ ઘણી બધી વાર આ ઘટના વિશે તેના માતા-પિતાને પણ જણાવ્યું હતું કે, વ્યાજખોરો તેને અવારનવાર હેરાન પરેશાન કરી રહ્યા છે..

આ ઘટનાને લઈને પરિવાર પોલીસની મદદ લેવા માટે પહોંચે એ પહેલા તો દિપાલીને એટલું બધું માઠું લાગે આવ્યું કે, તેણે સવારના સમયે ઝેર ગટગટાવીને આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી દીધું હતું. દિપાલી તેના પરિવારમાં એકની એક દીકરી હતી, અત્યારે તેના અંતિમવિધિની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી..

આ ઉપરાંત સુજાલપુર મંડી વિસ્તારમાં આવેલા સ્મશાનની અંદર અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.આ દીકરીએ બે પાનાની લખેલી અંતિમ નોટ વાંચીને સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા હતા. હકીકતમાં વ્યાજખોરોને ત્રાસને લઈને ઘણા બધા પરિવારને હેરાન પરેશાન થઈ જતા હોય છે..

પરંતુ જો આર્થિક સંકડામણની અંદર પરિવાર આવી ગયો હોય તો અડધી રોટલી ખાઈને જીવન જીવી જોઈએ પરંતુ ક્યારેય પણ વ્યાજના ચકરડાની અંદર ફસાવવું જોઈએ નહીં કારણ કે, વ્યાજનું ચકરડું એક વખત ચાલુ થયા બાદ તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ જતું હોય છે..

આ ઉપરાંત સામાન્ય વ્યક્તિ તેમ જ ગરીબ વ્યક્તિઓ માટે તો વ્યાજનું ચકરડું મોત સમાન સાબિત થઈ જતું હોય છે, વ્યાજના ચક્રડામાં ફસાઈ જવાને કારણે ઘણા બધા લોકોએ પાછળના સમયમાં પોતાના કીમતી જીવ ટૂંકાવી દીધા છે. અને પરિવારના હાલ પણ બેહાલ થઈ જતા આપણે સૌ કોઈ લોકોએ જોયા છે, એટલા માટે હંમેશા વ્યાજના ચકરડાથી દૂર રહેવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *