Breaking News

પિતાએ 5 લાખ આપીને પોતાના સગા 2 વાંઢા દીકરા લગ્ન કરાવ્યા, વહુઓએ 15 દિવસમાં જ કર્યું એવું કે પરિવારને આવ્યો મોઢા સંતાડવાનો વારો..!

જ્યારે પોતાના દીકરા કે દીકરીની લગ્નની ઉંમર વીતતી હોય ત્યારે દરેક માતા-પિતાને તેમના દીકરા કે દીકરીઓને ખૂબ જ ચિંતા હોય છે કે, તેઓને સારા વહુ કે વરરાજા મળી જાય તો તેમને પરણાવી દેવામાં આવે અને તેમનું સુખી લગ્નજીવનની શરૂઆત થઈ જાય. પરંતુ અમુક વાર નસીબના કારણે તો અમુક વખત..

પિતા અને પરિવારની ઈજ્જત અને માન સન્માનના કારણે જે તે દીકરા કે દીકરીઓના લગ્ન થવામાં ખૂબ જ વાર લાગતી હોય છે. આ ઉપરાંત આજના સમયમાં લગ્ન કરવા માટે દરેક રીતે ખૂબ જ તૈયાર રહેવું પડે છે. રહેણી કહેણીથી માંડીને કમાવા સુધી દરેક બાબતોમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.

જો સહેજ પણ ચૂક થઈ જાય તો લગ્ન થવામાં ઘણી બધી વાર પણ લાગી જતી હોય છે. કંઈક આવો જ બનાવ રાજસ્થાનના સીકર જિલ્લાના ગણેશ્વર ગામ માંથી સામે આવ્યો છે. આ ગામમાં રામનિવાસ ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. તેમના બંને દીકરાઓની ઉંમર વીતી જવાને કારણે હાલ તેમના લગ્ન થવામાં ખૂબ જ વાંધા વચકા આવતા હતા…

તેઓને જ્યારે જાણ થઈ કે, જયપુરમાં રહેતા સોહનલાલ નામના વ્યક્તિ પૈસા લઈને લગ્ન કરાવી આપે છે. ત્યારે તેઓએ વિચાર્યું કે, દિવસ રાત મહેનત કરીને એકઠા કરેલા રૂપિયા આપીને તેઓ તેમના સગા દીકરાઓના લગ્ન કરાવશે અને ઘરમાં દુલ્હનના આવતાની સાથે જ એક ખુશીનો માહોલ પ્રસરી જશે..

તેઓએ સોહનલાલને તેમના બંને દીકરાના લગ્નની વાતચીત કરી હતી. સોહનલાલે તેમને મહારાષ્ટ્રની બે દીકરીઓ પણ દેખાડી અને આ દીકરીઓની સાથે તેમના બંને દીકરાના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. અને આ લગ્ન માટે કુલ પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યુ..

પિતાએ મહેનતથી એકઠા કરેલા પાંચ લાખ રૂપિયા સોહનલાલને આપી દીધા હતા અને ત્યારબાદ બંને ભાઈઓના લગ્ન પણ કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન થતાની સાથે ઘરમાં ખુશીના માહોલ આવવાને બદલે એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી હતી. રામનિવાસના નાના દીકરાની વહુનું આ બીજું ઘર હતું..

તેનો પહેલો પતિ અને તેનો પહેલો દીકરો થોડા દિવસમાં જ ત્યાં આવી પહોંચીયા હતા અને આ દુલ્હનને લઈને ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાને લઈને નાનો દીકરો ખૂબ જ હતાશ થયો હતો. થોડા દિવસ બાદ મોટા દીકરાની પત્ની પણ ઘરના સૌ કોઈ લોકોના દૂધમાં ઘેની ટીકડા ભેળવીને રાત્રે ઘરના કિંમતી ચીજ વસ્તુઓ અને ઘરેણા લઈને ભાગી ગઈ હતી..

બંને દીકરાની પત્નીઓ પાંચ લાખ રૂપિયા આપવા છતાં પણ ટકી શકી નહીં અને આ ઘર મૂકીને ભાગી ગઈ હતી. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે પરિવારના સભ્યોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. કારણ કે તેઓએ તમામ જમાપુંજી બંને દીકરાના લગ્ન માટે ખર્ચી નાખી હતી.

પરંતુ હવે આ બંને દીકરાની વહુ પણ ઘર મૂકીને ભાગી ગઈ હતી. જ્યારે આ લગ્ન નક્કી કરવામાં આવતા હતા. ત્યારે સમાજના અન્ય લોકો રામનિવાસ ભાઈને કહેતા હતા કે, પાંચ લાખ રૂપિયા આપીને પણ આ બંને વહુ ટકશે તેની કોઈ ગેરંટી નથી. એટલા માટે આ લગ્ન ન કરવા જોઈએ પરંતુ રામનિવાસ ભાઈ સમાજના અન્ય લોકોથી વારંવાર મહેનટોણા સાંભળીને થાકી ગયા હતા કે, તેમના દીકરા હજુ પણ વાંઢા ફરે છે..

એટલા માટે તેઓએ આ પૈસા આપીને લગ્ન કરાવી નાખ્યા હતા. હાલ હવે તેઓને સમાજમાં નીચું જોવાનું વારો આવતા તેઓને મોઢા સંતાડવા પડી રહ્યા છે. આ ઘટનાને લઈને એક બાજુ પરિવારજનો માટે ખૂબ જ દુઃખનો માહોલ સર્જાઈ ગયો છે. તો એક બાજુ કેટલાક વ્યક્તિઓ આ બનાવનો ખૂબ જ મજાક મશ્કરી કરી રહ્યા છે. પરંતુ જે પરિવાર ઉપર વીતે છે. તેમના દુઃખને કોઈ વ્યક્તિ સમજી શકતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *