Breaking News

પિતા ટ્રેક્ટર પાછળ લેતા હતા અને તેનો 3 વર્ષની દીકરી નીચે આવી જતા થયું કરુણ મોત, આખો પરિવાર હિબકે ચડ્યો..

પરિવારમાં કોઈપણ સભ્યનું કરુણ મોત થાય એટલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયેલો હોઈ છે.. પરતું જો એમાં પણ પરિવારના કોઈ એક સભ્યની ભૂલના કારણે જ અન્ય સભ્યનું મુર્ત્યું થાય તો શોકની લાગણીઓ ક્યા જઈને ઉભી રહે તેનું નક્કી હોતું નથી. આવો જ એક કિસ્સો હાલ સુરતમાં બન્યો છે.

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં એક પરિવાર બાંધકામની સાઇટ ઉપર મજૂરી કામ કરીને પોતાના પરિવારનો ભરણપોષણ કરતા હતા. પરંતુ તેવો સાથે એક એવો કિસ્સો બન્યો છે. જે બાદ તેઓ ક્યારેય પણ આ ઘટનાને ભૂલી શકશે નહીં. આ પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો છે.

અને મજૂરી કરીને જીવન ગુજારે છે. એક દિવસ સવારમાં શુકેસ અને તેની પત્ની મજુરી કામ અર્થે બાંધકામની સાઇટ ઉપર કામ કરી રહ્યા હતા. એજ સમયે તેની ત્રણ વર્ષની નાની ભૂલ જેવી દીકરી શીતલ બાંધકામ સાઇટ ની આસપાસ હરી ફરી રહી હતી. આ દરમિયાન કોઈ કારણસર સુકેશ ત્યાંથી ટ્રેક્ટર લઈને નીકળી ગયો હતો..

પરંતુ તેની ત્રણ વર્ષની નાની દીકરી રમતી રમતી ટ્રેક્ટર ની નીચે આવી જતા ચકચાર મચી ગયો હતો. સુકેશ ને ખબર પણ નહોતી કે તેની દીકરી જ તેને ટ્રેક્ટર નીચે આવી ગઇ છે. નાનું બાળક ખૂબ જ પણ સમજુ હોય છે. તેથી તેઓને કઈ જગ્યાએ રમવું હોય અને કઈ જગ્યાએ ન આવવું જોઈએ તેનો ખ્યાલ રહેતો નથી…

તેમજ મા-બાપ પણ પોતાની મજૂરી કામમાં વ્યસ્ત હોવાથી નાના બાળકનું ધ્યાન રાખી શક્યા નહીં તેના પરિણામે આજે તેમની દીકરી નો જીવ ગયો છે. આ પરિવાર મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ ગામના વતની છે. બાળકીનું નામ શીતલ છે. તેમજ તેની ઉંમર ત્રણ વર્ષની છે. જ્યારે તેના પિતાનું નામ શુકેસ સવજીભાઈ બારીયા છે…

તેઓ અડાજણ વિસ્તારમાં શ્રી પાર્ક અરેના નામની બાંધકામ સાઇટ ઉપર મજૂરી કામ કરે છે. તેમની પત્નીનું નામ બંદુબેન છે. તેઓની નાની પુત્રી તેઓની સાથે રહે છે. જ્યારે તેમની મોટી પુત્રી ઝાલોદ ગામમાં રહે છે. બાંધકામ સાઇટ ઉપર આ પ્રકારનો બનાવ બનતા તરત જ આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા… અને શીતલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા..

પરંતુ તેઓ જ્યારે હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે તેમની દિકરીના શરીરમાંથી જીવ નીકળી ચૂક્યો હતો. સિવિલના ડોક્ટરોએ શીતલને તપાસ કર્યા બાદ મૃત જાહેર કરી દીધી હતી. આ સાથે જ મા-બાપને અચાનક મોટો ઝાટકો પડ્યો હતો. અને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી…

તેમજ આખો પરિવાર ખૂબ હીબકે ચડ્યો હતો. કારણકે અજાણતા પોતાના પિતાનું જ ટ્રેક્ટર દીકરીનો જીવ બેસ્યો હતો. આ બનાવ અંગે અડાલજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *