Breaking News

પિતાએ પરિવારની ભૂખ સંતોષવા પોતાની દીકરીને ૪૩ હજારમાં વેચી દીધી! વાંચીને આંખોમાં આંસૂ આવી જશે..!

છેલ્લા ઘણા દિવસથી અફઘાનીસ્તાનથી બોવ જ ખરાબ સમાચાર આવતા હોઈ છે. ત્યાંની માસૂમ જનતા ખુશ નથી. તેઓ સાથે ખુબ જ અન્યાય થાય છે. તાલીબાનોએ દેશ અર કબજો કરી લેતા ત્યાંના લોકોને ગુલામીમાં જીવવાનો વારો આવી ગયો છે. ત્યાંના લોકોની હાલત એટલી હદે ખરાબ થઈ છે કે લોકો પોતાના જ પરિવારના સભ્યોને પૈસા માટે વેચી નાખે છે. અને તે પૈસાથી ભોજન કરી પેટ ભરે છે.

જી હા મિત્રો આ વાત સાંભળીને તમારી આંખોમાંથી આંસુની ધારા વહી પડશે કે એક બાપે એ પોતાની જ દીકરીને પરિવારની ભૂખ સંતુષ્ટ કરવા માટે વેચી નાખવી પડી. ત્યાંના પૂર્વ પોલીસ કર્મી મીર નાઝીરને પોતાના પરિવારને બચાવવા માટે પોતાની જ લાડકવાઈ દીકરીનું બલિદાન દેવું પડ્યું હતું.

આ વાત સાંભળીને ભલભલા લોકોના પથ્થર દિલ કાળજા ઢીલા પડી જશે કે તે પોલીસ કર્મી એ પોતી દીકરીને ૪૩ હજાર રૂપિયામાં વેચી નાખવી પડી. વિદેશી મીડિયાના અહેવાલ મુજબ નાઝિરે ફક્ત 580 ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ તે 43,000 રૂપિયામાં પોતાની દિકરીને વેચવા માટે તૈયાર છે.

નાઝીરના પરિવારમાં કુલ સાત લોકો છે. આ સાતે સાત લોકોની હાલત ભૂખથી બેહાલ થઈ ગઈ છે. 4 વર્ષની દિકરી સોફિયા ઘરમાં સૌથી નાની દિકરી છે. નાઝિરને આશા છે કે, નાની દીકરીને વેચીને જે પૈસા મળશે તેમાંથી બાકીના સભ્યોનું ખાવાનું થઈ જશે અને બાકીના ના જીવ બચી જશે. નાઝિરે જણાવ્યુ કે, તે પોતાની દિકરી વેચવા માટે વાતચીત પણ કરી રહ્યો છે.

નાઝિર 15 ઓગસ્ટ પહેલા અફઘાન પોલીસમાં એક નાનો એવો કર્મચારી હતો. તાલિબાને દેશ પર કબ્જો કર્યો અને તેની નોકરી જતી રહી. બધુ સેવિંગ્સ ખતમ થઈ ગયું. હવે પરિવારનું પેટ કઈ રીતે ભરવું, એ સૌથી મોટો સવાલ છે. ઘરનું ભાડૂ પણ આપવાનું છે. નાઝિરની પાસે દિકરીને વેચવા ઉપરાંત બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો.

38 વર્ષિય નાઝિર જણાવે છે કે, હું મારી દિકરીને વેચવાની જગ્યાએ મરવાનું પસંદ કરીશ, પણ મારા મોતથી મારા પરિવારના કોઈ સભ્યનું ભલુ થવાનું નથી. મારા મર્યા પછી મારા બાકીના બાળકોને કોણ ખવડાવશે. આંખોમાં આંસૂ સાથે નાઝિરે કહ્યુ કે, મારી પાસે હાલના વિકલ્પનો પ્રશ્ન નથી કે, પણ નિરાશા અને બેચેની વિશે છે.

તેણે મને ઓફર આપી છે કે, તે મારી સોફિયાને ખરીદવા માગે છે. મારી લાડલી દિકરી તેની દુકાન પર કામ કરશે. બની શકે કે, આગળ જતાં તેની તકદીર બદલાઈ. નાઝિરના જણવાયા અનુસાર હવે તે પોલીસના હવાલદારમાંથી મજૂર પણ નથી રહ્યો. દુકાનદારે આ દુર્ઘટનાઓ પહેલા 20 હજાર અફઘાનીસ એટલે કે 17 હજાર રૂપિયામાં તેની દિકરી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં ભાવ તાલ કરતા અંતે 43 હજાર રૂપિયામાં વાત ફિક્સ થઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સગાભાઈના મૃત્યુના 11 મહિના બાદ દિયરે તેની વિધવા ભાભીને હથોડાના ઘા મારીને પતાવી દીધી, 3 માસુમ બાળકો નિરાધાર..!

કેટલીક વાર એવું થતું હોઈ છે કે પરિવારના મોભીના ગયા બાદ પરિવારના અન્ય સભ્યો પોતાને …

Leave a Reply

Your email address will not be published.