Breaking News

પિતા જેલમાં હતા અને માતા બાળકને રસ્તે છોડીને જતી રહી, ૯ વર્ષનું બાળક કૂતરા સાથે ફુટપાથ પર સુતું રહ્યું અને..

અમુક બાળકોને નાનપણથી જ કઠણાઈઓ સહન કરવી પડતી હોઈ છે. નાની વયમાં સમજ ન હોવાને કારણે બાળકો રસ્તા પર રખડતા થઈ જાય છે. નાનાકડી ઉંમરમાં જયારે મુશ્કેલીઓનો પહાડ ટૂટી પડે છે,ત્યારે બાળપણ જવાબદારીઓના બોજા હેઠળ દબાઈને મરી જાય છે. આવી જ કંઈક વાત છે ૯ વર્ષના અંકિતની તેને યાદ જ નથી કે પોતે કયાંથી આવે છે.

પરંતુ તેને એટલું યાદ છે કે તેના પિતા જેલમાં છે અને માતાએ તેને આમ રસ્તા પર ઠોકરો ખાવા માટે રઝળતો મૂકી દીધો છે.પરંતુ ૯ વર્ષનો બાળક ચાની દુકાને કામ કરે છે અન ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.રાતે ફૂટપાથ પર પોતાના એક માત્ર મિત્ર ડેની નામના ડોગી સાથે સુઈ રહે છે.આ કુતરું હંમેશા તેની સાથે રહે છે.

પાછલા કેટલાક વર્ષોથી અંકિત આવી જ રીતે જીવન જીવે છે.તે દિવસભર જે કમાય છે તેનાથી ડેની અને પોતાનું પેટ ભરે છે.ચાની એક દુકાનના માલિકે કહ્યું કે જયારે અંકિત તેની દુકાનમાં કામ કરતો હતો ત્યારે તેનો કુતરો એખ ખૂણામાં બેઠો રહેતો હતો.તેમણે કહ્યું કે અંકિત કયારેય ફ્રીમાં કંઈ જ નહોતો લેતો. તેમજ પોતાના કુતરા માટે પણ કોઈની પાસેથી દૂધ નહોતો માગતો.

જયારે થોડા દિવસો પહેલા કોઈએ બંધ દુકાન બહાર બાળક અને કુતરાને એક ધાબળો ઓઢીને સૂતા જોયા તો તેમમે આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી. પછી આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કર.બસ પછી શું આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. પછી સ્થાનિક સત્તવાળાઓએ બાળકની શોધ શરું કરી અને સોમવાર સવાર સુધીમાં આ બાળકને શોધી લીધો.

અંકિતની ઉંમર ૯થી ૧૦ વર્ષ હશે.જેને શોધી લાવવા માટે મુઝફ્ફરનગરના SSP અભિષેક યાદવે પોલીસની એક ટીમ મોકલી હતી.હવે આ બાળખ મુઝફ્ફરનગર પોલીસની દેખરેખમાં છે.

SSP અભિષેકે કહ્યું કે, ‘અમે તેના સંબંધીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.આ માટે અંકિતની તસવીરો આસપાસના જિલ્લામાં મોકલવામાં આવી છે.અમે જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગને પણ આ અંગે જાણકારી આપી છે.’ આ સાથે એસએચઓ અનિલ કાપરવાને કહ્યું કે હાલ અંકિત એક સ્થાનિક મહિલા શીલા દેવી સાથે રહે છે.અને પોલીસ એડમિનિસ્ટ્રેશનના કહ્યા બાદ એક પ્રાઈવેટ સ્કૂલ તેને મફતમાં ભણાવવા માટે પણ તૈયાર થઈ ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *