Breaking News

પિતા ગણેશ ઉત્સવમાં ગયા અને માતાએ તેના 11 મહિનાના જુડવા બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ લટકીને આપઘાત કરી લીધો, કારણ જાણી હોશ ઉડી જશે…

ખરેખર માતાની મમતા મરી પરવારી હોઈ તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે એક માતાએ કોઈ કારણસર તેના 11 મહિનાના જુડવા બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. બિચારા કોમળ આ જુડવા બાળકોનો શું દોષ કે તેને પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

આ બનાવ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ બનાવ હૈયું ધમધ્માવે તેવો સાબિત થયો છે. મૂળ તરિયારી ગામનો રહેવાસી મનોજ પાલ અને તેનો પરિવાર રાજીખુશી થી રેહતો હતો. મનોજ પાલ મુંબઈમાં રહી ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. તે બે મહિના પહેલા જ તેની પત્ની અને બાળકો સાથે ગામમાં આવ્યો હતો.

એક રાત્રે તે ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. અને એકબાજુ તેના ઘરે ખુબ જ મોટો અણબનાવ બની ગયો હતો. રાત્રે તેની પત્નીએ 11 મહિનાના બે જોડિયા બાળકો કે જેમના નામ તન્વેશ અને તન્વી છે, તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વારાફરતી બંનેને મારી નાખ્યા હતા અને ત્યારબાદ ગળેફાંસો ખાઈ લીધો હતો.

બીજે દિવસે મોડી સવાર સુધી દરવાજો ન ખૂલતાં તેના સંબંધીઓએ દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ અવાજ ન આવતા કંઈક કાળું ધોળું થવાના ડરથી દરવાજો બળજબરીથી તોડી નાખ્યો હતો. અંદરનો નજારો જોઈને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે બંને બાળકો જમીન પર મૃત હાલતમાં પડેલા હતા..

અને મહિલા લટકતી હાલતમાં મળી આવી હતી. આ બનાવથી પરિવારમાં એકદમ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાથી સૌ કોઈ લોકો ચોંકી ગયા છે. તો કેટલાકના ડોળા ફાટી નીકળ્યા છે.  માહિતી મળતા પોલીસ પહોંચી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

ઘટનાની જાણ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જે બાદ ગ્રામજનો ગામમાં એકઠા થયા હતા. મહિલાએ આવું ભયંકર પગલું કેમ ભર્યું, તે જાણવા માટે સૌ કોઈ મથામણ કરી રહ્યા છે. આ પગલું તેણે ત્રાસી જવાને કારણે ભર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ સિવાઈની બીજી વિગતો ધીમે ધીમે બહાર આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *