Breaking News

પિતાએ ભૂલથી પોતાના જ બાળક પર ચડાવી દીધી કાર, CCTV વિડીયો જોઈને દિલ દ્રવી ઉઠશે તમારું….

ઘણીવાર અજાણતા એવી ઘટનાઓ ઘટી જતી હોઈ છે કે જેનો અફસોસ આપણને આખી જિંદગી રહે છે અને ત્યાર પછી એ બાબત કોઈને કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય તેવી પરિસ્થિતિ ઉભી થતી હોઈ છે. તેમજ જયારે જયારે અજાણતા બનેલા બનાવોમાં કોઈ ઘરનું વ્યક્તિ ગુમાવવું પડે છે ત્યારે તો મગજ કામ કરતુ જ બંધ થઈ જાય છે.

આવી જ એક ઘટના હૈદરાબાદના એલબી નગરમાં બની હતી. ત્યાં લક્ષ્મણ નામનો યુવક એક એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકેની ફરજ બજાવે છે ને પરિવારનું ભરણ પોષણ કરે છે. એ એપાર્ટમેન્ટમાં નીચેની એક રૂમમાં તે રહે છે. તેના પરિવારમાં પત્નીની સાથે સાથે 2 બાળકોનો પણ સમાવેશ હતો.

તે એકવાર એક SUV કારને પાર્કિંગમાં પાર્ક કઈ રહ્યો હતો. એ વખતે તેનો નાનો બાળક સાત્વિક કારના પૈડા નીચે કચડાઈ જવાથી એક દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામ્યો. ઘટના સમયે ચાર વર્ષનો સાત્વિક મન્સુરાબાદમાં તેના ઘરની બહાર રમી રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કાર તેના પિતા લક્ષ્મણ ચલાવી રહ્યા હતા.

એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લાગેલા CCTV કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં એક SUV એપાર્ટમેન્ટની બહાર ગલીમાં પાર્ક કરેલી છે અને લક્ષ્મણ વાહન તરફ આગળ વધીને અંદર બેસે છે. થોડીક સેકન્ડો પછી સાત્વિક બીજા બાળક સાથે રમવા માટે ગેટની બહાર દોડતો દેખાય છે અને કારની સામે ઉભો રહે છે.

આ દરમિયાન સાત્વિક પૈડા નીચે આવી જાય છે. થોડીક સેકન્ડો પછી જ્યારે લક્ષ્મણને ખબર પડે છે કે કંઈ થયું છે કે તરત તે ગભરાટમાં કાર રોકે છે અને સાત્વિકના મૃતદેહને એપાર્ટમેન્ટની અંદર લઈ જતો જોવા મળે છે. ગંભીર રીતે ઘાયલ સાત્વિકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.

જોકે ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એલબી નગર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં હૈદરાબાદના મિયાપુરમાં એક 10 વર્ષનો છોકરો એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીમાંથી પડીને મૃત્યુ પામ્યો હતો. કહેવાય છે કે સુકેન્દ્ર નામનો બાળક રમતા રમતા અચાનક બાલ્કનીમાંથી સરકી ગયો હતો.

અને પડી જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. સુકેન્દ્ર કથિત રીતે મિયાપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરનો બાળક હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *