Breaking News

પિતા અને નાનાભાઈએ મોટાભાઈ સાથે વેર રાખી વાડીએ જઈને બડીયો લઈને કાસળ કાઢી નાખ્યું, જાણીને પરિવાર હિબકે ચડ્યું..!!

આજકાલના સમયમાં ન બને એટલી ઘટનાઓ ઓછી છે. લોકોની મનોવૃત્તિ કઈ બાજુ વળી રહી છે. તે જાણવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. લોકો આજકાલ પોતાના સ્વાર્થ માટે પોતાના અંગત વ્યક્તિઓ સાથે જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં રાજકોટ જિલ્લામાં બની છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધુળશીયા ગામમાં રહેતા પરિવારના મોટા દીકરા સાથે બની હતી. પરિવારમાં પિતા અને તેમના બંને દીકરાના પરિવારના લોકો રહેતા હતા. પિતાનું નામ મોહનભાઈ મકવાણા અને તેમના નાના દીકરાનું નામ રાજુભાઈ મકવાણા છે. મોહનભાઈનો મોટો દીકરો તેમના પરિવાર સાથે રહેતો હતો.

મોટાભાઈના દીકરાનું નામ મેહુલભાઈ મકવાણા છે. મેહુલભાઈ મેટોડામાં આવેલા બાલાજી ઇલેક્ટ્રોનિકના કારખાનામાં કામ કરતા હતા. મેહુલભાઈના દાદા અને તેમના કાકા રાજુભાઈ એક દિવસ તેમના પિતાને મળ્યા હતા. તેઓ વચ્ચે નાની મોટી વાતને લઈને ઝઘડો થયો ત્યારબાદ મેહુલભાઈ પોતાના કારખાને ગયા હતા.

અને તે સમયે અચાનક જ મેહુલભાઈ પર તેમના કાકા રાજુભાઈનો ફોન આવ્યો હતો અને કાકાએ કહ્યું હતું કે તારા બાપુને હાર્ટ એટેક આવ્યો છે અને તેમનું મૃત્યુ થઈ ગયું છે. જેથી તું જલ્દીથી ઘરે આવી જા આ સાંભળતા જ મેહુલભાઈ તરત જ વાડીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે જોયું તો તેમના પિતાનો મૃતદેહ ખાટલામાં ગોદડા ઉપર રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ પરિવારના લોકોએ મળીને ટ્રેક્ટરની ટોલીમાં પિતાના મૃતદેહને ઘરે લઈને આવ્યા હતા. મેહુલભાઈએ અને પરિવારના લોકોએ તેમના પિતાના મૃતદેહને ટ્રેક્ટરમાંથી ઉતારીને રૂમમાં રાખ્યો હતો. ત્યારબાદ મેહુલભાઈને તેમના પિતાના મૃત્યુ પર કોઈ શંકા ગઈ હતી. તેમણે જોયું તો તેમના પિતાના માથાના પાછળના ભાગેથી સતત લોહી નીકળી રહ્યું હતું.

જેથી તેમણે પોતાના દાદાને તેમના પિતાનું મૃત્યુ કઈ રીતે થયું તેમ પૂછ્યું હતું. ત્યારે દાદાએ જણાવ્યું કે, તેમના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો અને તે પડી જતા તેને માથામાં વાગી ગયું હતું. ત્યારબાદ સગા સંબંધીઓને મેહુલભાઈના પિતાના મૃત્યુની જાણ થતા દરેક લોકો અંતિમ વિધિ માટે ઘરે પહોંચ્યા હતા.

અને તેમના પિતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્મશાનેથી ઘરે ફરજ પરત ફર્યા બાદ ફરી મેહુલભાઈને શાંતિ ન મળતા તેમણે ફરી દાદાને તેમના પિતાનું મૃત્યુ વિશે પૂછ્યું હતું ત્યારે દાદાએ જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના સમયે હું અને તારા કાકા બંને વાડીએ પાણી વાળી રહ્યા હતા.

તે સમયે તારા પિતા દારૂ પીને ધોકો લઈને અમારી બાજુ આવ્યો હતો અને તેણે મન ફાવે તેમ ગાળો આપી હતી. જેના કારણે કાકા રાજુભાઈએ તારા બાપુને ગાળો ન દેવાનું કહ્યું હતું અને ગાળો બોલવાની ના પાડતા તારા બાપુએ તારા કાકાને માથાના ભાગે લાકડીનો ઘા માર્યો હતો. જેથી હું વચ્ચે પડ્યો હતો અને તારા બાપુની ધક્કો માર્યો હતો.

પરંતુ તે ઉભો થઈને ફરી ગાળો બોલવા લાગ્યો હતો. જેના કારણે તારા બાપુના હાથમાં રહેલા ધોકાને મેં આચકી લઈ તારા બાપુને બે-ત્રણ ઘા માથાના અને હાથના ભાગે માર્યા હતા. ત્યારબાદ તારા બાપુને લોહી નીકળવા લાગ્યું હતું અને તારા કાકાએ પણ બાજુમાંથી ડંડો લઈને બે થી ત્રણ ઘા માર્યા હતા. ત્યારબાદ અમે ત્યાંથી આવતા રહ્યા હતા.

મોડી રાતના સમયે અમને જાણવા મળ્યું હતું કે, તારા બાપુનું મૃત્યુ થઈ ગયું છે અને તેમના હાર્ટ એટેક આવ્યાની જાણ થઈ હતી. જેના કારણે અમે વાડીએ પહોંચ્યા હતા અને તને ફોન કર્યો હતો. આ વાત જણાવતા જ દીકરો ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો. તેમના પિતા સાથે તેમના જ પરિવારના દાદા અને કાકાએ આવી ઘટના કરી નાખતા દીકરાએ પોતાના પિતાને ગુમાવ્યા હતા.

ત્યારબાદ ગોંડલ તાલુકાના પોલીસને દીકરાએ પોતાના દાદા અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી હતી અને દાદા અને કાકાની પૂછપરછ તપાસ ચાલુ કરી હતી. જે પિતાએ દીકરાને મોટો કર્યો તેણે જ પોતાના દીકરા સાથે આવી જીવલેણ ઘટના કરી નાખી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *